________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યગ્દર્શન (દષ્ટિનો વિષય)
૨૧૫ (૬૦૨) અનુભવ કાળે ભેદ નથી. સમ્યગ્દર્શનનો વિષય આવો અભેદ એક ચિન્માત્ર ભાવ છે. સમ્યગ્દર્શનનું ધ્યેય એક અભેદ આત્મા છે. ભેદ એ સમકિતનું ધ્યેય નથી. અહાહા...! હું તો ચિન્માત્ર-જાણનાર દેખનાર-દેખનાર માત્ર ભાવ છું એવી નિર્વિકલ્પ દષ્ટિ અને અનુભવ એનું નામ સમ્યગ્દર્શન છે, અને ત્યાંથી ધર્મની શરૂઆત થાય છે.
અભેદની દૃષ્ટિ-દ્રવ્યદૃષ્ટિ તે સમ્યગ્દર્શન છે. અહા ! આમાં વ્યવહારને ચેતવું તો દૂર રહો, ભેદને પણ ચેતવું નથી એમ વાત છે. આ સ્વાનુભવદશાની વાત છે.
(૮-૪૩૪ ) (૬૦૩) - ચિનુદ્રા જ્ઞાન ને દર્શન એ આત્માની મુદ્રા નામ મહોર-છાપ છે. વળી તે (–આત્મા) એક અભેદ જેનો ચૈતન્યરસ છે એવો નિર્વિભાગ (અભેદ) મહિમા યુક્ત છે. અહાહા! ધર્મી જીવ પોતાને એમ અનુભવે છે કે-અભેદ એક ચૈતન્ય જ હું છું ખંડખંડ ભેદો તે હું નહિ...
અહાહા....સમ્યગ્દર્શનનું ધ્યેય એવા ચિન્માત્ર શુદ્ધ આત્મામાં કર્તા-કર્મ આદિ કોઈ ભેદ નથી. એ પ્રમાણે નિત્ય, અનિત્ય; એક, અનેક આદિ અપેક્ષિત ધર્મોના ભેદ પણ શુદ્ધ વસ્તુમાં નથી. તેવી રીતે જ્ઞાન, દર્શન, આનંદ આદિ અનંત ગુણોના ભેદ વિભુ એવા શુદ્ધ અચલ ચૈતન્યભાવમાં નથી. અહાહા....! એક, નિત્ય, ત્રિકાળી શાશ્વત અખંડ એકરૂપ ધ્રુવ સામાન્ય-સામાન્ય એવા જ્ઞાયકભાવમાત્ર આત્મામાં આ કોઈ ભેદો નથી. સદભુતવ્યવહારનયથી પકારના, નિત્ય-અનિત્ય આદિ અપેક્ષિત ધર્મોના ને જ્ઞાન આદિ અનંત ગુણોના ભેદો છે, પણ નિશ્ચયથી વિભુ એવા શુદ્ધ ચિત્માત્રભાવમાં કોઈ ભેદો નથી. જ્ઞાન. જ્ઞાન. જ્ઞાન જ્ઞાનના નૂરનું પૂર એવા જ્ઞાનમાત્ર ભૂતાર્થ સ્વભાવમાં કોઈ ભેદો નથી. (૮-૪૩૮)
(૬૦૪) છે કારકના ભેદો, સત્ –અસત્ આદિ ધર્મભેદો તથા જ્ઞાન, દર્શન આદિ ગુણભેદો જાણવા માટે હો તો ભલે હો, પરંતુઆદરવા માટે એ કોઈ ભેદો નથી. અહા ! ધર્મનું પહેલું પગથિયું જે સમ્યગ્દર્શન એના વિષયરૂપ શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવમાં આ કોઈ ભેદો નથી. અહીં શુદ્ધ ચૈતન્યમાત્ર કહીને બધા ભેદો કાઢી નાખ્યા છે. અહો ! આવો શુદ્ધ ચૈતન્યમાત્ર ભાવ એક સમ્યગ્દર્શનનો વિષય છે, ધ્યેય છે.
તેથી કહે છે- “આમ શુદ્ધનયથી અભેદરૂપ આત્માને ગ્રહણ કરવો.'
આ અભેદ છે એટલો ભેદ-વિકલ્પ પણ નહિ, પણ દષ્ટિ અભેદ-એકમાં અંદરમાં જાય છે એને અભેદ કહે છે. આ દષ્ટિ અને દષ્ટિનો વિષય એમ ભેદ નહિ પણ દષ્ટિ શુદ્ધ ચૈતન્ય ઉપર રહે તે અભેદની દૃષ્ટિ છે અને એ રીતે અભેદ એક આત્માનું ગ્રહણ થાય છે. આ સામાન્ય અભેદ છે એમ વિકલ્પ નહિ, પરંતુ પર્યાય પર તરફ ઝૂકતી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com