________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યગ્દર્શન (દૃષ્ટિનો વિષય )
૨૧૩
છે તેથી ‘શુદ્ધ આત્મા દર્શન છે’ એમ અભેદ કરીને કહ્યું છે. વસ્તુસ્થિતિએ તો દ્રવ્ય ને પર્યાય બન્ને સ્વતંત્ર છે. (૮–૨૭૨ )
(૫૯૭)
પ્રભુ! ભૂતાર્થના આશ્રયે થવા છતાં જેમ એ દર્શનની પર્યાય દ્રવ્યમાં જતી નથી તેમ ત્રિકાળી દ્રવ્ય પ્રભુ આત્મા પણ દર્શનની પર્યાયમાં આવતું નથી. અહાહા...! પરસ્પર અડયા વિના સ્પર્ધા વિના શ્રદ્ધાની પર્યાયમાં આખા ત્રિકાળી દ્રવ્યનું શ્રદ્ધાન આવી જાય છે. ક્ષયિક સમ્યગ્દર્શન પણ સમયે સમયે પલટતું હોવાથી, જો દ્રવ્ય શ્રદ્ધાનની પર્યાયમાં આવે તો આખો આત્મા (દ્રવ્ય ) પલટી જાય. પણ એક દીય બનતું નથી. હવે આવી વાત ક્યાં મળે બાપુ ? મહાભાગ્ય હોય તો કાને પડે એવી અલૌકિક વાત છે. અને જેનું પરિણમન સુલટી જાય એના ભાગ્યની તો શી વાત!
અહીં કહે છે-સમ્યગ્દર્શન-શ્રદ્ધાની પર્યાયનો આશ્રય-નિમિત્ત દ્રવ્ય છે, છતાં દ્રવ્ય અને શ્રદ્ધાની પર્યાય ભિન્ન છે; દર્શનની પર્યાયમાં દ્રવ્ય આવતું-સ્પર્શતું નથી અને જે ત્રિકાળી દ્રવ્યની પ્રતીતિ કરી છે તે દ્રવ્યમાં દર્શન જતું-સ્પર્શતું નથી. અહો! આવું અલૌકિક વસ્તુસ્વરૂપ
છે.
લોકોને એમ કે નવતત્ત્વની શ્રદ્ધા કારણ ને નિશ્ચય સમ્યગ્દર્શન કાર્ય-તો એમ નથી ભાઈ! પણ શુદ્ધ આત્મા કારણ-આશ્રય છે તે નિશ્ચય સમ્યગ્દર્શન કાર્ય છે. આ યથાર્થ વસ્તુસ્વરૂપ છે. એ તો આગળ કહેશે કે નવતત્ત્વની શ્રદ્ધા-વ્યવહાર દર્શન નિષેધ્ય છે અને નિશ્ચય સમ્યગ્દર્શન એનો નિષેધક છે. આવી વાત છે. સમજાણું કાંઈ..!
(૮-૨૭૩)
( ૫૯૮ )
જીવ આદિ પદાર્થો દર્શનનો આશ્રય નથી, કારણ કે તેમના સદ્ભાવમાં પણ અભવ્યોને શુદ્ધ આત્માના અભાવને લીધે દર્શનનો અભાવ છે. જોયું? અભવ્ય જીવને, કહે છે, નવતત્ત્વની શ્રદ્ધા તો હોય છે પણ તેને સમકિત હોતું નથી. કેમ? તો કહે છે-એને શુદ્ધ આત્માના શ્રદ્ધાનનો અભાવ છે. આ તો અભવ્યનો દાખલો આપ્યો છે. બાકી ભવ્ય જીવને પણ નવતત્ત્વની શ્રદ્ધાનો સદ્દભાવ હોવા છતાં શુદ્ધ આત્માની શ્રદ્ધાના અભાવને લીધે સમ્યગ્દર્શનનો અભાવ છે. આમાં શું સિદ્ધ થયું? કે નવતત્ત્વની શ્રદ્ધાથી સમતિ નથી પણ શુદ્ધ આત્મશ્રદ્ધાન તે સમકિત છે. અહા! જેમાં શુદ્ધ આત્માની પ્રતીતિ ન હોય તે સમકિત નહિ. સમકિતનો આધાર-આશ્રય શુદ્ધ આત્મા છે, નવ પદાર્થો નહિ. (૮–૨૮૪ )
( ૫૯૯ )
અહાહા...! શું કહે છે ? કે જીવાદિ નવ પદાર્થોની ભેદરૂપ શ્રદ્ધાનો વિકલ્પ હો કે ન હો, શુદ્ધ આત્માના સદ્ભાવથી જ દર્શનનો સદ્દભાવ છે. આનો અર્થ શું થયો ?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com