________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૪
અધ્યાત્મ વૈભવ કે નવ પદાર્થોનું ભેદરૂપ શ્રદ્ધાન કાંઈ વસ્તુ નથી, અર્થાત્ એનાથી સમ્યગ્દર્શન નથી, પણ શુદ્ધ ચૈતન્યઘન પ્રભુ આત્માના જ આશ્રયે સમ્યગ્દર્શન થાય છે.
પ્રશ્ન:- પણ કાળલબ્ધિ હોય ત્યારે સમ્યગ્દર્શન થાય ને?
ઉત્તર:- કાળલબ્ધિ એ સમયે જ હોય છે. અહાહા ! અંદર ત્રિકાળી ધ્રુવ સ્વસ્વભાવ એક જ્ઞાયકભાવને જ્યાં ધ્યેય બનાવ્યો ત્યાં તે જ સમયે.
-સ્વભાવનો આશ્રય થયો, -કાળલબ્ધિ થઈ ગઈ, -વર્તમાન પર્યાયનો પુરુષાર્થ થઈ ગયો, -કર્મનાં ઉપશમ આદિ પણ થઈ ગયા, અને
–થવા યોગ્ય સમ્યગ્દર્શનની પર્યાય જ થઈ તે ભવિતવ્ય થયું. એક સાથે પાંચ સમવાય મળ્યાં. આ પ્રમાણે શુદ્ધ આત્માના જ આશ્રયે સમ્યગ્દર્શન થાય છે અને એમાં પાંચ સમવાય સમાઈ જાય છે.
(૮-૨૮૯) (૬OO) અહીં સ્વાધ્યાય મંદિરમાં દ્રવ્યદૃષ્ટિ તે સમ્યગ્દષ્ટિ' એમ લખેલું છે ને? તે વાંચીને એક ભાઈ કહેતા હતા-મહારાજ ! દ્રવ્ય એટલે પૈસા અહીં પૈસાવાળા અર્થાત્ પૈસા ઉપર જેની દૃષ્ટિ છે તે આવે છે તે બધા સમ્યગ્દષ્ટિને?
ત્યારે કહ્યું-અરે ભાઈ ! અહીં પૈસાનું અમારે શું કામ છે? દ્રવ્ય એટલે ત્રિકાળ ધ્રુવ ચૈતન્યસ્વભાવમય જે વસ્તુ છે તે; અને તેની દષ્ટિ કરવી એનું નામ સમ્યગ્દર્શન છે. જેને ધ્રુવની દષ્ટિ છે તે સમ્યગ્દષ્ટિ છે. હવે આવું કદી સાંભળ્યું ન હોય અને દયા, દાન આદિમાં પ્રવર્તે, થોડા પૈસા દાનમાં ખર્ચ કરે એટલે માને કે અમે સમ્યગ્દષ્ટિ. હવે ધૂળેય સમ્યગ્દષ્ટિ નથી સાંભળને. એ તો બધો રાગ છે ને એમાં ધર્મ માને એ તો મિથ્યાદર્શનનું મહાપાપ છે. સમજાણું કાંઈ...?
(૮-૩૧૩) (૬૦૧) પુદ્ગલ પરમાણુ પણ દ્રવ્યદષ્ટિએ અપરિણમનસ્વરૂપ છે. જુઓ, આ દાળ-ભાત ઘઉં-લોટ વગેરે પરમાણુ પહેલાં હતા તે બદલીને અત્યારે લોહીને માંસ રૂપે શરીરમાં છે, હવે પછી એની બળીને રાખ થશે; એ બધા પરમાણપણે તો કાયમ રહેશે, અને એની અવસ્થા બદલતી રહેશે. પરમાણુ જે ધ્રુવ તે નહિ બદલે. તેમ ભગવાન આત્મા શાશ્વત ધ્રુવ ચૈતન્યસ્વરૂપે છે તે નહિ બદલે, તેની અવસ્થા-દશા બદલશે, કર્મના નિમિત્તે થતા વિકારથી બદલીને શુદ્ધ એક ચૈતન્યસ્વરૂપના આશ્રયે નિર્વિકાર થશે. અહા ! આવા વસ્તુના સ્વભાવને જ્ઞાન યથાર્થ જાણે છે.
(૮-૩૧૩)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com