________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૧૨
અધ્યાત્મ વૈભવ
સમાધાન - ભાઈ ! સમકિત છે કે નહિ એની જેને ખબર ન પડે વા એની જેને શંકા રહે તેને સમકિત છે જ નહિ, અને તો પછી તેને વ્યવહાર સાધનેય નથી. એને જે સાધન છે તે એકાંત રાગ છે અને તે મિથ્યાત્વ સહિત હોવાથી દીર્ધ સંસારનું જ કારણ છે. અહા ! (કર્તા થઈને) એકાંતે વ્યવહારના કરનારા બિચારા દુઃખમાં પડયા છે, કેમકે તે એકાંત સંસારનું જ કારણ છે. આવી વાત છે.
(૮-૨૨૪) (૫૯૫) પંચાધ્યાયીમાં એમ લીધું છે કે-સમ્યગ્દર્શનને ભગવાન કેવળી જાણી શકે છે. ત્યાં તો એ અવધિ, મન:પર્યય કે મતિજ્ઞાનનો વિષય નથી એમ કહેવું છે. અહીં વેદનની અપેક્ષાએ વાત છે. અનુભૂતિની સાથે અવિનાભાવી સમકિત હોય છે તો અનુભૂતિની સાથે સમકિતનું જ્ઞાન પણ થાય, સમકિતને એ બરાબર જાણી શકે. અનુભૂતિ એ જ્ઞાનનું-વેદનનું સ્વરૂપ છે અને સમકિત શ્રદ્ધાનનું. બેયને અવિનાભાવી ગણતાં અનુભૂતિથી સમકિતનો નિર્ણય બરાબર થઈ શકે. અનુભૂતિ વિના સીધું સમકિતને જાણી શકે એમ નહિ-પંચાધ્યાયીકારનું એમ કહેવું છે. પણ અનુભૂતિમાં સમકિતને ન જાણી શકાય એમેય નહિ. આવી વાત! (૮-ર૬૩)
(૫૯૬ ) શુદ્ધ આત્મા દર્શન છે. ' શું કીધું? કે શુદ્ધ આત્મા સમકિત છે. પહેલાં “જીવાદિ નવ પદાર્થો દર્શન છે. ' એમ કહ્યું કેમ કે નવ પદાર્થો દર્શનનો આશ્રય છે. ત્યાં નવ પદાર્થોની શ્રદ્ધાને વ્યવહારે દર્શન કહ્યું અહીં કહે છે-શુદ્ધ આત્મા દર્શન છે, કેમકે દર્શનમાં-શ્રદ્ધાનમાં શુદ્ધ આત્મા જ શ્રદ્ધાણો છે; શ્રદ્ધાની પર્યાયમાં ભગવાન શુદ્ધ આત્મા હેતુ-આશ્રય થયો છે. આ નિશ્ચય શ્રદ્ધાના વા નિશ્ચય સમ્યગ્દર્શન છે. અહા ! જેમાં શુદ્ધ આત્માનું શ્રદ્ધાન થાય તે નિશ્ચય સમ્યગ્દર્શન છે, અને તેનો હેતુ આશ્રય શુદ્ધ આત્મા જ હોય છે. સમજાણું કાંઈ..? તેથી અહીં કહ્યું કે “શુદ્ધ આત્મા દર્શન છે. '
પ્રશ્ન:- પ્રભુ! એક કોર સમકિતની પર્યાય ને શુદ્ધ આત્મા–બે જુદી ચીજ કહો છો અને આત્મા (-દ્રવ્ય) પર્યાયનો દાતા નથી એમ કહો છો (જુઓ, યોગસાર પ્રાકૃત, સંવર અધિકાર, છંદ ૧૯) અને બીજી કોર અહીં “શુદ્ધ આત્મા દર્શન છે' એમ કહો છો; તો આ બધું કેવી રીતે છે?
સમાધાન: ભાઈ ! એ શ્રદ્ધાની પર્યાયમાં આત્મા (ત્રિકાળી દ્રવ્ય) આવતો નથી, અને પર્યાય આત્માથી (દ્રવ્યથી) થતી નથી પણ પોતાના ઉપાદાનની જાગૃતિથી સ્વતઃ થાય છે. સમ્યગ્દર્શન ધ્રુવ ત્રિકાળી ભગવાન આત્માએ પ્રગટ કર્યું છે એમ નથી પણ સમ્યગ્દર્શનની પર્યાયનો આશ્રય-હેતુ-કારણ-નિમિત્ત શુદ્ધ આત્મા (ત્રિકાળી દ્રવ્ય)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com