________________
૨૧૦
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
(૫૮૭)
‘પૂર્ણાનંદસ્વરૂપ પ્રભુ હું ત્રિકાળ આત્મા છું' - એમ નિજ આત્મદ્રવ્ય ૫૨ દષ્ટિ કરે છે ત્યારે તેને દ્રવ્યદૃષ્ટિ પ્રગટ થાય છે. અહો ! દ્રવ્યદષ્ટિ કોઈ અપૂર્વ ચીજ છે ભાઈ! દ્રવ્યદૃષ્ટિ પ્રગટતાં, સ્વયં જ્ઞાની થયો થકો જીવ સદા સહજ એક જ્ઞાનને અનુભવે છે દ્રવ્યદૃષ્ટિવંતને જગત આખું ફીકું લાગે છે, તુચ્છ ભાસે છે. આવે છે ને કે
“ચક્રવર્તી સંપદા અરુ ઇન્દ્ર સરિખા
ભોગ, કાગવિટ્ સમ ગિનત હૈ સમ્યગ્દષ્ટિ લોગ. ”
અધ્યાત્મ વૈભવ
અહા ! દ્રવ્યદૃષ્ટિ તે સમ્યગ્દષ્ટિ. દ્રવ્યષ્ટિવંતને ચક્રવર્તીના સંપત્તિ ને ઇન્દ્રના ભોગ કાગડાની વિષ્ટા જેવા તુચ્છ ભાસે છે.
( ૭–૪૭૦)
(૫૮૮ )
દષ્ટિનો વિષય નિત્યાનંદસ્વરૂપ પ્રભુ આત્મા છે. અતીન્દ્રિય આનંદનો ભોગવટો ભલે પર્યાયમાં થાય. પણ તે પર્યાય દષ્ટિનો વિષય નથી. દષ્ટિનો વિષય તો અવિકારી ૨સનો કંદ ચૈતન્યમૂર્તિ નિત્યાનંદ ચિદાનંદકંદ પ્રભુ આત્મા છે, અને તેના સ્વસ્વને ભોગવનાર જ્ઞાની છે, કેમકે વસ્તુ તો અંદર પરિપૂર્ણ છે. જ્ઞાની શરીરને ભોગવતો નથી, રાગને ભોગવતો નથી અને અલ્પજ્ઞતાને પણ ભોગવતો નથી. એની દૃષ્ટિ પૂર્ણ ૫૨ છે ને તે પૂર્ણને ભોગવે છે. અહા ! ભોગવાય છે અલ્પજ્ઞમાં (પર્યાયમાં), પણ ભોગવે છે સર્વસ્વને-પૂર્ણને. આવો મારગ ભાઈ જન્મ-મરણ રહિત થવાનો પંથ આવો અદ્દભુત આશ્ચર્યકારી છે. (૭–૪૭૮)
( ૫૮૯ )
અરે ભાઈ ! દુનિયા આખી ભૂલી જા ને! અને પર્યાયને પણ ભૂલી જા ને! તારે એ બધાથી શું કામ છે? પર્યાય ભલે દ્રવ્યને સ્વીકારે છે, પણ હું પર્યાયમાં છું એમ ભૂલી જા. અહા! આ દેહ તો નાશવંત છે; એનો તો ક્ષણમાં નાશ થઈ જાય બાપા! જેમ પાણીના પરપોટા ફૂટતાં વાર લાગે નહિ તેમ આ દેહાદિ પરપોટાને ફૂટતાં શું વાર? અવિનાશી તો અંદર ત્રણલોકનો નાથ આનંદરસકંદ પ્રભુ આત્મા છે. તેને પોતાના ભાવમાં ભાસિત કરવો તે સમ્યગ્દર્શન છે અને તે પ્રથમ દરજ્જાનો ધર્મ છે. બાકી આ સ્ત્રી-પુત્ર પરિવાર ને બાગબંગલા એ તો બધાં સ્મશાનનાં હાડકાંના ફોસ્ફરસની ચમક જેવાં છે, જોતજોતામાં વિલય પામી જશે. સમજાણું કાંઈ...? (૭–૪૮૫ )
(૫૯૦)
અહા ! જેને હું સચ્ચિદાનંદસ્વરૂપ પૂરણ પરમાત્મસ્વરૂપ આત્મદ્રવ્ય છું-એમ દષ્ટિમાંશ્રદ્ધાનમાં આવ્યું તે સમ્યગ્દષ્ટિ છે. અહા! સમ્યગ્દષ્ટિ એને કહીએ કે જેને આખો ભગવાન પોતાની પ્રતીતિમાં-ભરોસામાં આવી ગયો છે. ( ૭–૪૯૯ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com