________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૮
અધ્યાત્મ વૈભવ અહો ! સમયસારની એક-એક ગાથા ચૈતન્ય ચમત્કારથી ભરેલી છે. આત્મા પોતે ચૈતન્ય-ચમત્કાર વસ્તુ છે. અહા ! એ અનુપમ અલૌકિક ચિંતામણિ રત્ન છે. જ્યાં અંદર નજર કરી કે અતીન્દ્રિય આનંદમય ચૈતન્યરત્ન સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. પરંતુ અરે! અજ્ઞાનીએ અનંતકાળમાં જ્યાં નજર કરવાની હતી તેના ઉપર નજર ન કરી અને ધર્મના નામે પુણ્ય અને પરદ્રવ્ય ઉપર જ નજર કરી! પરિણામે એનો સંસાર મટયો નહિ. અહીં કહે છે-જ્ઞાનીને પુણ્યભાવ હોવા છતાં એની દષ્ટિ ચૈતન્યચિંતામણિ ભગવાન આત્મા ઉપર છે. આઠ વર્ષની બાલિકા સમ્યગ્દર્શન પામે ત્યારે એની દષ્ટિ વિજ્ઞાનઘન એવા નિજ ચૈતન્યતત્ત્વમાં નિમગ્ન હોય છે; નિમિત્તે રાગ કે પર્યાય ઉપર એની દષ્ટિ હોતી નથી અને તેથી તેને નવીન બંધ થતો નથી.
દષ્ટિ દ્રવ્યમાં નિમગ્ન થાય છે એનો અર્થ પર્યાય દ્રવ્યમાં ભળી જાય છે એમ નથી. પૂર્વના જે પરિણામ રાગમાં એકાકાર હતા તેનો વ્યય થઈ વર્તમાન પરિણામ નિજ જ્ઞાયકભાવ તરફ ઢળ્યા ત્યાં એ પરિણામ દ્રવ્યમાં લીન-નિમગ્ન થયા એમ કહેવામાં આવે છે. ( પ્રગટ) પર્યાયમાં પૂર્ણ દ્રવ્યનું જ્ઞાન તથા પ્રતીતિ આવે પણ એ પર્યાય દ્રવ્યમાં ભળી જાય એમ અર્થ નથી.
(૬-૬૨૩) (૫૮૨) જુઓ, રાગની રુચિરૂપી વિપરીતતાથી ભિન્ન પડીને ભેદજ્ઞાનના બળ વડે જ્ઞાનમાં અવિચલપણે રહે છે તે આત્મા સુખને પ્રાપ્ત કરે છે. તે જીવ સમકિતી છે અને તેને શુદ્ધોપયોગાત્મકપણું છે. સમ્યક્દર્શન શુદ્ધોપયોગના કાળમાં થાય છે. ભેદજ્ઞાન થતાં દયા, દાન, ભક્તિ આદિના રાગથી રંજિત મલિન ઉપયોગથી ખસીને જ્ઞાન કેવળ જ્ઞાનરૂપ જ રહેતું થયું શુદ્ધોપયોગપણે પરિણમે છે. અંતરમાં જ્ઞાનની વર્તમાન પર્યાયને દ્રવ્ય ઉપર સ્થાપતાં આત્મા શુદ્ધભાવરૂપે પરિણમે છે. રાગથી ભિન્ન પડેલું જ્ઞાન અહિંસકપણે રહી વિપરીત પણે-રાગપણે નહિ થતું થયું જરા પણ રાગદ્વેષમોહને કરતું નથી.
(૬-૩૯૧) (૫૮૩) ધર્મોને-સમ્યગ્દષ્ટિને અર્થાત્ સમ્યક નામ સત્યદષ્ટિવંતને જ્ઞાન વૈરાગ્ય હોય જ છે. સત્ય એટલે ત્રિકાળી નિત્યાનંદસ્વરૂપ ભગવાન આત્માની જેને દષ્ટિ થઈ છે તેને નિમિત્તની, રાગની કે એક સમયની પર્યાયની દષ્ટિ રહેતી નથી. તેથી તેને સ્વરૂપનું જ્ઞાન અને રાગઅશુદ્ધિના અભાવરૂપ વૈરાગ્ય અવશ્ય હોય જ છે. જુઓ, છ ખંડના રાજ્યના વૈભવમાં સમકિતી ચક્રવર્તી પડ્યો હોય તો પણ તેને જ્ઞાન અને વૈરાગ્ય નિરંતર એકીસાથે હોય જ છે.
(૭-૧00) (૫૮૪) જુઓ, જેને સમ્યગ્દર્શન થયું છે અર્થાત્ જેને જ્ઞાનાનંદસ્વભાવી આત્માના આનંદનો સ્વાદ આવ્યો છે તે સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ સહિત રાગ હોતો નથી. ભાઈ !
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com