________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યગ્દર્શન (દષ્ટિનો વિષય )
આશ્રયે અનુભૂતિ-રુચિ પ્રગટ કરવી તે સમ્યગ્દર્શન છે.
(૫૭૯ )
૨૦૭
(૬–૩૦૬ )
મિથ્યાત્વ અને અનંતાનુબંધી રાગદ્વેષનો જેણે નાશ કર્યો છે તેને સમ્યગ્દષ્ટિ કહીએ. અનંતાનુબંધી એટલે કે અનંત સંસારનું કારણ જે મિથ્યાત્વ છે તેની સાથે અનુબંધ એટલે સંબંધ રાખવાવાળા જે રાગદ્વેષ એનો સમ્યગ્દષ્ટિએ નાશ કર્યો છે. અસ્તિથી કહીએ તો
ત્રિકાળી મુક્તસ્વરૂપ જે શુદ્ધ ચૈતન્યસ્વભાવી ભગવાન શાયક જાણવા-દેખવાના સ્વભાવે ધ્રુવધ્રુવ-ધ્રુવ અંદર રહેલો છે તેને અનુસરીને જેણે અનુભૂતિ પ્રગટ કરી છે, પર્યાયમાં અતીન્દ્રિય આનંદનો અનુભવ પ્રગટ કર્યો છે તે સમ્યગ્દષ્ટિ છે. (૬-૩૦૬ )
(૫૮૦)
સમ્સયગ્દષ્ટિએ તો રાગરહિત આખો ભગવાન આત્મા પર્યાયમાં પ્રસિદ્ધ કર્યો છે. ક્ષણિક કૃત્રિમ અવસ્થાથી પોતાનું સહજ ત્રિકાળી ચૈતન્યતત્ત્વ ભિન્ન છે એવું એના પરિચયમાં અને વેદનમાં આવી ગયું છે. સમ્યગ્દષ્ટિએ રાગથી લાભ થાય એ વાત સાંભળી નથી જ્યારે મિથ્યાદષ્ટિએ રાગથી-૫રથી આત્મા ભિન્ન છે એ વાત સાંભળી નથી. મિથ્યાદષ્ટિએ રાગ કરવો, રાગ કરવો એ જ વાત અનંતી વાર સાંભળી છે કેમકે એનું જ એને વેદન છે.
રાગદ્વેષમોહ ન હોય ત્યાં સમ્યગ્દર્શનની ઉપપત્તિ છે અર્થાત્ મિથ્યાત્વરૂપ મોહ અને અનંતાનુબંધી રાગદ્વેષ જ્યાં નથી ત્યાં સમ્યગ્દષ્ટિપણું છે. રાગદ્વેષમોહના અભાવ વિના સમ્યગ્દષ્ટિપણું બની શકતું નથી. રાગથી લાભ થાય એવો જે મિથ્યાત્વભાવ તેના અભાવ વિના સમ્યગ્દષ્ટિપણું હોઈ શકતું નથી. રાગના કર્તાપણાના ભાવ વિનાનું સમ્યગ્દષ્ટિપણું છે. અહાહા...! ચૈતન્ય મહાસત્તા સાક્ષાત્ પરમાત્મસ્વરૂપે અંદર બિરાજે છે તેને રાગ કરું એવી બુદ્ધિના અભાવ વિના સમ્યગ્દષ્ટિપણું સંભવિત નથી. (૬-૩૧૯ )
( ૫૮૧ )
અહાહા...! પોતાનો ભગવાન અતીન્દ્રિય આનંદના સ્વભાવથી સર્વાંગ છલોછલ ભરેલો સચ્ચિદાનંદ પ્રભુ છે. એની જેને દૃષ્ટિ થઈ, વલણ થયું તે સમ્યગ્દષ્ટિ છે. અહા! સમ્યગ્દર્શન થતાં તેને જેની (શુદ્ધ ચૈતન્યતત્ત્વની ) કિંમત કરવી હતી તેની કિંમત (–દૃષ્ટિ) થઈ ગઈ અને જેની ( –રાગની) કિંમત નહોતી તેની કિંમત (−રુચિ ) ગઈ, પછી ભલે થોડો અસ્થિરતાનો રાગ હો, એની કાંઈ કિંમત ( વિસાત ) નથી. આ અપેક્ષાએ સમ્યગ્દષ્ટિને રાગદ્વેષમોહનો અભાવ છે. અને રાગદ્વેષમોનો અભાવ હોવાથી વ્યાસવો એટલે પૂર્વે બંધાયેલાં જડકર્મો તેને બંધનું કારણ થતાં નથી. તેથી સમ્યગ્દષ્ટિ જ્ઞાનીને બંધ થતો નથી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com