________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યગ્દર્શન (દષ્ટિનો વિષય)
૨૦૫ થાય. ભાઈ ! ખરેખર તો પહેલાં પછી છે જ ક્યાં? (કેમકે નિર્વિકલ્પ અનુભવ એ જ નિર્ણય છે) તે નિર્ણયને વિકલ્પરૂપ નિર્ણયની અપેક્ષા જ ક્યાં છે? છતાં હોય છે. જેને વિકલ્પપૂર્વક પણ શુદ્ધ આત્માનો નિર્ણય નથી એને તો અંતરમાં જવાના ઠેકાણાં જ નથી. માર્ગ આવો છે, ભાઈ! વસ્તુ તો અંતર્મુખ છે; આખી વસ્તુ પર્યાયમાં ક્યાં છે? ત્યાં અંતરમાં દષ્ટિ પડે ત્યારે નિર્વિકલ્પ નિર્ણય થાય છે. આવી વાત છે.
(૬-૨૭૭) (પ૭૪) અહીં ! રાગનો કર્તા હું છું એવો મિથ્યાત્વભાવ જ (મુખ્યપણે ) આગ્નવભાવ છે, અને એ જ દીર્ધ સંસાર છે, મહાપાપ છે, અનંત ભવનું કારણ છે. એથી વિપરીત જેને મિથ્યાત્વનો નાશ થઈને સમકિત થયું તે માનો ભવરહિત થઈ ગયો. અહા! મિથ્યાત્વ અને અનંતાનુબંધી કષાયનો જેને અભાવ થયો છે એવા સમ્યગ્દષ્ટિને શ્રદ્ધા અપેક્ષાએ જોવામાં આવે તો કર્મની એકસો અડતાલીસે પ્રકૃતિનો બંધ નથી પછી ભલે તે સમ્યગ્દષ્ટિ બહારમાં ચક્રવર્તી હો કે બલદેવ
(૬-૨૯૭) (પ૭૫) લોકોને બાહ્ય ત્યાગના મહિમા આગળ સમકિત શું ચીજ છે, અંદરમાં મોહ મિથ્યાત્વનો ત્યાગ અને વીતરાગતાની પ્રગટતા શું ચીજ છે એની ખબર નથી. ભાઈ ! ભવબીજનો નાશ કરનાર સમકિત પરમ મહિમાવંત ચીજ છે. ભવ અને ભવના ભાવરહિત ભગવાન આત્માની રુચિ-પ્રતીતિ જેને થઈ તેને બહારમાં છ ખંડનું રાજ્ય અને છ— હજાર રાણીઓનો સંયોગ હોય તોપણ એને એના ભોગની રુચિ નથી; તેને અભિપ્રાયમાં સર્વ રાગનો ત્યાગ થઈ ગયો છે અને તેથી સમકિતી-જ્ઞાની નિરાસ્ત્રવ જ છે. અહો ! સમકિત પરમ અભુત ચીજ છે!
આવા સમકિતનો વિષય પરિપૂર્ણ ભગવાન આત્મા છે. આત્મશ્રદ્ધાન થયા વિના દેવગુરુ-શાસ્ત્રની કે નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધા કાંઈ સમકિત નથી, કેમ કે એ તો બધો રાગ છે. આવું તો અનંતવાર જીવે કર્યું છે; એક માત્ર ભવછેદક એવી આત્માની અંતર્દષ્ટિ દુર્લભ રહી છે.
(૬-૨૯૮) (૫૭૬) અહો ! સમ્યગ્દર્શન એ એવી અભુત ચીજ છે જે સંસારની જડ છેદી નાખે છે.
અહી આત્મદ્રવ્ય અનંત અનંત આનંદના સ્વભાવથી ભરેલી વસ્તુ છે. એવા દ્રવ્યની દષ્ટિ થતાં પર્યાયમાં આનંદનો સ્વાદ આવે છે. એકલા આનંદનો નહિ પરંતુ દ્રવ્યમાં જેટલા ગુણો છે તે દરેકનો વ્યક્ત અંશ સમ્યગ્દર્શનના કાળે પ્રગટ થાય છે. આવા સમ્યગ્દષ્ટિને મિથ્યાત્વ અને અનંતાનુબંધીના રાગદ્વેષ તો છે જ નહિ તેથી તે પ્રકારનો બંધ પણ નથી. ક્ષાયિક સમ્યગ્દષ્ટિને સત્તામાંથી મિથ્યાત્વનો ક્ષય થતી વખતે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com