________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૪
અધ્યાત્મ વૈભવ અહાહ....! સમ્યગ્દર્શન કોઈ અદ્ભુત અલૌકિક ચીજ છે! સમ્યગ્દર્શન શું અને એનો વિષય શું એના મહિમાની લોકોને ખબર નથી. તેથી એકલા ક્રિયાકાંડનો મહિમા તેમને ભાસે છે.
(૬–૧૪૧) (૫૭૦) હવે આવો યથાર્થ નિર્ણય કરવાનુંય જેનું ઠેકાણું નથી ધર્મની પહેલી ભૂમિકા જે સમ્યગ્દર્શન તે ક્યાંથી થાય? વર્તમાનમાં ભાઈ ! આ નિર્ણય કરવાનું ટાણું છે, અવસર છે; માટે નિર્ણય કરી લે. જોજે હોં; એમ ન બને કે અવસર ચાલ્યો જાય અને અજ્ઞાન ઊભું રહે.
(૫-૧૫૭) (પ૭૧) અહાહા. ! મૂળ કાપી નાખ્યા પછી જેમ પાંદડાં સૂકાઈ જ જાય તેમ મિથ્યાત્વનું મૂળ જેણે છેદી નાખ્યું છે તે જ્ઞાનીને રાગની પરંપરા વધવા પામે એમ બનતું નથી પણ રાગાદિ બધો સૂકાઈ જ જાય છે, નાશ જ પામી જાય છે. ચોથે ગુણસ્થાને ૪૧ પ્રકૃતિઓનો તો સમકિતીને બંધ થતો જ નથી. અને અન્ય પ્રકૃતિઓ દીર્ધ (અનંત) સંસારનું કારણ નથી. આવો સમકિતનો અચિંત્ય મહિમા છે.
(૬-૨૫૭) (૫૭૨) નિમિત્ત, રાગ અને અલ્પજ્ઞપણું-એ બધાની ઉપેક્ષા અને પૂર્ણ સર્વજ્ઞસ્વભાવી ભગવાન આત્માની અપેક્ષા અને તે પૂર્વક શુદ્ધ આત્માનો અનુભવ થવો તે સમ્યગ્દર્શન છે. સમકિતી જાણે છે કે હું શરીર, મન, વાણી કે પુણ્ય-પાપ કે અલ્પજ્ઞ નથી, હું તો ચૈતન્યરસકંદ પરિપૂર્ણ સર્વજ્ઞસ્વભાવી ભગવાન છું. ભગવાનને જે પર્યાયમાં સર્વશપણું પ્રગટ છે તે ક્યાંથી આવ્યું? અંદર આત્મામાં સર્વશપણાનો સ્વભાવ પડ્યો છે તો બહિર્મુખ વલણનો ત્યાગ કરી અંતર્મુખ વલણ વડે તેની પ્રતીતિપૂર્વક પરિપૂર્ણ અંતર-એકાગ્રતા કરવાથી તે પ્રગટ થયું છે. (૬-ર૬૮)
(પ૭૩) -સમ્યગ્દર્શન થયા પહેલા-આત્મા અખંડ પૂર્ણ શુદ્ધ છે, પર્યાયમાં મલિનતાનો અંશ છે પણ વસ્તુમાં મલિનતા નથી–એવો પ્રથમ વિકલ્પ દ્વારા નિર્ણય કરવો, રાગની ભૂમિકામાં એવો નિર્ણય હોય છે (આવે છે, છતાં તે વાસ્તવિક નિર્ણય નથી. વિકલ્પ દ્વારા પ્રથમ એમ નિર્ણય કરે છે કે હું શુદ્ધ બુદ્ધ અખંડ ચૈતન્યઘન છું, સદા અબદ્ધસ્કૃષ્ટ સામાન્ય એકરૂપ છું. આવો નિર્ણય (પ્રથમ) આવે પણ એ વિકલ્પરૂપ નિર્ણય અનુભવને આપે એમ નહિ. જેને નિર્વિકલ્પ અનુભવ થાય તેને પ્રથમ આવો નિર્ણય હોય છે બસ એટલું જ. સર્વજ્ઞ પરમેશ્વરે જે રીતે આત્મા કહ્યો છે તે રીતે આત્માને યથાર્થ જાણવા માટે તેને વિકલ્પ આવે પરંતુ વાસ્તવિક નિર્ણય તો ત્યારે જ થાય જ્યારે વસ્તુની અંતર્દષ્ટિ કરવાથી વિકલ્પ છૂટીને નિર્વિકલ્પ અનુભવ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com