________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૦૨
અધ્યાત્મ વૈભવ (પ૬૫) જ્ઞાતાદ્રવ્યમાં એકાગ્ર થયેલી જ્ઞાનની પર્યાયમાં આદિ-મધ્ય-અંતરહિત અનાદિઅનંત, કેવળ એક, અખંડ પ્રતિભાસમય, અનંત, વિજ્ઞાનઘનરૂપ વસ્તુનો જે પ્રતિભાસ થયો તે પરમાત્મરૂપ સમયસાર છે. અહાહા...! આત્માની શક્તિ, એનું સામર્થ્ય, એનું સ્વરૂપ પરમાત્મરૂપ છે. આત્માનું સિદ્ધસ્વરૂપ કહો કે પરમાત્મસ્વરૂપ કહો-એકજ વાત છે. આવા અખંડ પ્રતિભાસમય પરમાત્મરૂપ સમયસારને જ્યારે આત્મા અનુભવે છે તે વખતે જ આત્મા મમ્મકપણે દેખાય છે; દેખાય છે એટલે શ્રદ્ધાય છે અને જણાય છે. તેથી સમયસાર જ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે.
આત્માનો અનુભવ એટલે શુદ્ધ દ્રવ્યનો અનુભવ, અનાદિ અનંત, કેવળ એક, અખંડ પ્રતિભાસમય, અનંત વિજ્ઞાનઘન પરમાત્મરૂપ સમયસારનો અનુભવ. આ અનુભવમાં આત્મા સમ્યપણે દેખાય છે. શ્રદ્ધાય છે. આનું નામ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન છે અને તે ભગવાન સમયસારથી ભિન્ન નથી, એક જ છે.
(૫-૩૫૯) (પ૬૬) સમ્યગ્દર્શન શું ચીજ છે? તો કહે છે-ભાવબંધ અને ભાવમોક્ષની પર્યાયના ભેદથી રહિત જે ત્રિકાળી શુદ્ધ અનંત વિજ્ઞાનઘનસ્વરૂપ નિજ પરમાત્મદ્રવ્ય છે તેનો નિર્વિકલ્પ અનુભવ થવો તે સમ્યગ્દર્શન છે. ભાવબંધ અને ભાવમોક્ષ પર્યાય છે અને વસ્તુ આત્મા તો એનાથી રહિત ત્રિકાળી દ્રવ્ય છે. દ્રવ્યબંધની તો વાત જ શી ? જડકર્મ તો તદન ભિન્ન છે. જડકર્મ તો બાહ્ય નિમિત્ત છે. રાગમાં અટકવું તે ભાવબંધ છે અને રાગરહિતનું થવું તે ભાવમોક્ષ છે. બન્ને પર્યાય છે અને વસ્તુ આત્મા જે છે તે ભાવબંધ અને ભાવમોક્ષથી રહિત સદાય અબંધ મુક્તસ્વરૂપ જ છે.
(૫-૩૬૦) (પ૬૭) ભાઈ ! સમ્યગ્દર્શન કોઈ અપૂર્વ અને અલૌકિક ચીજ છે. ધર્મી જીવ એમ વિચારે છે કે-આ શરીર, મન, વાણી, કર્મ ઇત્યાદિ અજીવ છે અને આ પુણ્ય-પાપના જે ભાવ છે તે આસ્રવ છે, બંધ છે. અને એ સર્વથી જુદો પોતે જીવ જ્ઞાયકતત્ત્વ છે. એ પુણ્ય-પાપ આદિ સર્વથા લક્ષ છોડીને ભગવાન શાયકના શ્રદ્ધાનપણે થવું-પરિણમવું તે સમ્યગ્દર્શન છે. અહાહા..! જે જ્ઞાયકની અનુભૂતિના પરિણામ થતાં અતીન્દ્રિય આનંદનો સ્વાદ આવે, અને આત્મા આનંદનું ધામ પ્રભુ આવો જ છે. એવો પ્રતીતિનો ભાવ ઊપજે તે સમ્યગ્દર્શન છે. આ ધર્મનું પહેલું પગથિયું છે. આવો સમ્યગ્દર્શન વિના જ્ઞાન પણ સાચું નહિ અને ચારિત્ર પણ સાચું નહિ. અરે ! આ વ્રત, તપ, શીલ, સંયમ ઇત્યાદિ તો એકડા વિનાનાં મીંડાં છે.
(૬-૧૧૭) (પ૬૮) જન્મ-મરણ રહિત થવાનો ભગવાન જિનવરદેવનોમાર્ગ એકલો વીતરાગતારૂપ છે. સમ્યગ્દર્શન એ આત્માની પ્રતીતિરૂપ વીતરાગી પર્યાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com