________________
૨૦૦
જે રાગ નથી.
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
અધ્યાત્મ વૈભવ
તેના એ કર્તા નથી, જ્ઞાતાદષ્ટા છે. જે કર્મ બંધાય તેના પણ જ્ઞાતા જ છે, કર્તા
(૫-૧૩૧ )
(૫૬૦)
પ્રશ્ન:- નિશ્ચય સમ્યગ્દર્શન છે તે સરાગ સમ્યગ્દર્શન છે કે કેમ ?
ઉત્ત૨:- ના, એમ નથી. જિનસ્વરૂપ, વીતરાગસ્વરૂપ જ આત્મા છે, તેથી સ્વરૂપના લક્ષ ચોથા ગુણસ્થાને જે સમ્યગ્દર્શનના પર્યાય પ્રગટ થાય છે તે પણ વીતરાગરૂપ જ છે. કહ્યું છે નેકે
66
ઘટ ઘટ અંતર જિન બસે, ઘટ ઘટ અંતર જૈન, મત-મદિરા કે પાનસૌં, મતવાલા સમુઝૈ ન.
',
ભગવાન આત્મા જિનસ્વરૂપ છે. તેથી તેના આશ્રયે જે જ્ઞાન-શ્રદ્વાનની પર્યાય પ્રગટ થાય તે જિનસ્વરૂપ એટલે વીતરાગરૂપ જ હોય છે. સ્વરૂપના શ્રદ્ધાનરૂપ ચોથે ગુણસ્થાને જે સમ્યગ્દર્શન હોય છે તે વીતરાગી જ પર્યાય છે. સરાગ સમકિત-એવું જ્યાં કહ્યું છે ત્યાં તો સમકિતીને જે ચારિત્રના દોષરૂપ સરાગ પરિણામ છે તે બતાવવા માટે કહ્યું છે, બાકી સમકિત તો વીતરાગી જ પર્યાય છે. (૫-૨૨૬)
( ૫૬૧ )
શુદ્ધ ચૈતન્યસ્વભાવમાં અહંબુદ્ધિ ન કરતાં ૫૨માં અહંબુદ્ધિ કરવી તે મિથ્યાત્વ છે. શુદ્ધ ચૈતન્યમાં ટકવાને બદલે ૫૨માં આસક્તિભાવે ટકવું તે અવિરત છે. નિર્મળ સ્વભાવમાં ન રોકાતાં મલિન ઉપયોગમાં રોકાવું તે કષાય છે. નિશ્ચલ નિષ્કપ સ્વભાવમાં ન રોકાતાં કંપનમાં રોકાવું તે યોગ છે. આ ચારેય અજ્ઞાનમય ભાવો છે. હવે જેને આત્માનું સમ્યક્ ભાન થયું તેને મિથ્યાત્વ ગયું. અંશે સ્થિરતા થઈ, મિથ્યાત્વસંબંધી કષાય ગયો અને મિથ્યાત્વસંબંધી યોગ પણ ગયો. અહાહા...! સમ્યગ્દર્શન થયું ત્યાં ચારેય ટળી ગયા. સમકિતીને સ્વભાવ પર દૃષ્ટિ છે અને સ્વભાવદષ્ટિમાં તેને ચારેય ટળી ગયા છે.
વસ્તુમાં-દ્રવ્યસ્વભાવમાં અજ્ઞાન નથી, મિથ્યાત્વ નથી, અવિરતિ નથી, કષાય નથી, યોગ નથી. તેથી જેને દ્રવ્યદૃષ્ટિ પ્રગટ થઈ છે એવા સમકિતીની દૃષ્ટિમાં પણ ચારેય નથી. સમકિતીને સદા જ્ઞાનભાવ છે અને જ્ઞાનભાવમાં અજ્ઞાનમય ભાવોનું કર્તાકર્મપણું નથી
(૫-૨૫૮ )
(૫૬૨ )
જુઓ, અઢી દ્વીપની બહાર અસંખ્ય તિર્યંચો છે. તેમાં અસંખ્ય સમકિતીની તિર્યંચો છે. હજા૨ જોજનના મચ્છ, વાંદરા, હાથી, વાઘ, સિંહ, નોળ, કોળ-એવા અસંખ્ય જીવો ત્યાં સમ્યગ્દર્શન પામેલા છે. શરીર તિર્યંચનું છે પણ અંદર તો આત્મા છે ને! અહા! વિકલ્પથી ભિન્ન પડીને અંદર ચૈતન્યમાં ઊંડે ઊતરી ગયા છે. તેમાં પંચમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com