________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યગ્દર્શન (દષ્ટિનો વિષય )
૧૯૯
સમ્યગ્દર્શનનો વિષય નથી. મોક્ષમાર્ગની પર્યાય તે મોક્ષમાર્ગનો વિષય નથી. અનુભૂતિની પર્યાય ત્રિકાળી ધ્રુવ સામાન્યને વિષય કરે છે. આવું વસ્તુસ્વરૂપ છે. (૫-૩૦)
(૫૫૮ )
ભાઈ! આ તો ભગવાનના લોજિક અને કાયદા છે. આ સમજ્યા વિના ધર્મ નહિ થાય. કેવળજ્ઞાનની એક સમયની પર્યાય લોકાલોકને જાણે છે અને પોતાના સ્વદ્રવ્યને જાણે છે. પરંતુ તે પર્યાય સ્વદ્રવ્યમાં પ્રવેશ કરીને સ્વને જાણતી નથી તથા તે પર્યાય લોકાલોકને સ્પર્શ કરીને લોકાલોકને જાણતી નથી. આવી જ્ઞાનની એક પર્યાયની તાકાત છે. તેવી રીતે શ્રદ્ધા, ચારિત્ર ઇત્યાદિ અનંતગુણની પર્યાયની તાકાત છે. જ્ઞાનની ભવિષ્યની અનંતી પર્યાયો જ્ઞાનગુણમાં શક્તિરૂપે પડી છે. આવા અનંતગુણનો પિંડ પ્રભુ આત્મા છે. તેની નિર્મળ નિર્વિકલ્પ પ્રતીતિ તે સમ્યગ્દર્શન છે. આ સમ્યગ્દર્શન અલૌકિક ચીજ છે ભાઈ ! આ સમક્તિની પર્યાયમાં સ્વની અને પ૨ની, સમસ્ત લોકાલોકની યથાર્થ પ્રતીતિ સમાઈ જાય છે. અહો ! આ ૧૦૧ મી ગાથામાં જ્ઞાનાનંદનો દરિયો ઉછાળ્યો છે! અનંતગુણનો પિંડ પ્રભુ આત્મા નિજ સ્વñયનું જ્ઞાન કરી પ્રતીતિ કરે તે પ્રતીતિનો મહિમા અપરંપાર છે. આવી પ્રતીતિ થયા વિના જેટલાં પણ વ્રત, તપ આદિ કરે તે એકડા વિનાનાં મીંડાં જેવા છે.
અરે ભાઈ! અનંત ગુણનો પિંડ પ્રભુ આત્મા છે. તેની નિર્વિકલ્પ પ્રતીતિ કરવી એ પ્રથમ કરવા યોગ્ય છે. સમતિ વિના ચારિત્ર હોતું નથી. સમ્યગ્દર્શન વિનાનાં વ્રત-તપને બાળવ્રત અને બાળતપ એટલે મૂર્ખાઈ ભરેલાં મિથ્યા વ્રત-તપ કહ્યાં છે. પ્રભુ! સાંભળતો ખરો નાથ ! તારા ઘરની ચીજ શું છે તેની તને ખબર નથી. (૫-૧૨૮ )
(૫૫૯)
મિથ્યાદષ્ટિ દેવ હોય તેમાં આઠમા સ્વર્ગ સુધીના કોઈ દેવને તિર્યંચગતિના આયુષ્યનો બંધ થાય છે. સમયગ્દર્શન વિના વ્રત-તપના પરિણામથી કોઈ મિથ્યાદષ્ટિ બીજા સ્વર્ગે ગયો હોય ત્યાંથી કોઈ એકેન્દ્રિયમાં જન્મે છે. અરે! સમ્યગ્દર્શન અને મિથ્યાદર્શનમાં કેટલો ફરક છે તેની લોકોને ખબર નથી. બાહ્ય ત્યાગનો મહિમા કરે પણ સમ્યગ્દર્શનના અચિંત્ય મહિમાની તેને ખબર નથી.
અઢી દ્વીપ બહાર અસંખ્ય સમ્યગ્દષ્ટિ તિર્યંચ છે. આખરનો સ્વયંભૂરમણ સમુદ્ર છે. તેમાં હજાર જોજન એટલે ચાર હજાર ગાઉ લાંબા શરીરવાળા મચ્છુ છે. તેમાં કોઈ પંચમગુણસ્થાનવર્તી છે. સ્વાનુભવની દશા પ્રાપ્ત થવાથી અંદર શાંતિ અને આનંદ અનુભવે છે એવા અસંખ્ય તિર્યંચો છે, શ્રાવક-શ્રાવકીઓ છે. અસંખ્ય મિથ્યાદષ્ટિનું પ્રમાણ છે તોપણ સમકિતી અસંખ્ય છે. તેને શુભરાગના કાળમાં દેવગતિના આયુષ્યનો બંધ પડશે. મનુષ્યગતિનું આયુષ્ય તેને બંધાતું નથી. પરંતુ આયુષ્યબંધના કારણરૂપ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com