________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યગ્દર્શન (દૃષ્ટિનો વિષય )
૧૯૭
કરીને જે અભેદનું સેવન કરે છે તે સભ્યપણે સર્વથી સર્વ પ્રકારે હું ભિન્ન છું એમ જાણે છે. એક કેવળ શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાત્ર એકાન્ત શુદ્ધ અનુભવરૂપ હું છું, હું એકાન્ત શુદ્ધ આનંદસ્વરૂપ છું. જુઓ, દુ:ખ છે, અશુદ્ધતા છે એ વાત કરી નથી. સમ્યગ્દર્શનમાં સમ્યક્ એકાન્ત હોય છે અહાહા..! અચિંત્ય સુખ ૫૨મોત્કૃષ્ટ સુખમાત્ર એકાન્ત શુદ્ધ અનુભવરૂપ હું છું. ત્યાં નિક્ષેપ શું? વિકલ્પ શું? ભય શું? ખેદ શું? બીજી અવસ્થા શું? હું તો માત્ર નિર્વિકલ્પ નિજસ્વરૂપમય ઉપયોગ કર્તા છું તન્મય થા તો શાંતિ, શાંતિ, શાંતિ. પર્યાયમાં અશુદ્ધતા છે અને ભેદ છે એ બધું અહીં ઉડાડી દીધું છે. દષ્ટિનો વિષય આમ એકાન્ત હોય
છે.
બે કારણથી કાર્ય થાય એમ નથી. પોતાના સ્વરૂપના લક્ષથી જ સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. કારણ એ જ છે; પરંતુ પ્રમાણજ્ઞાનમાં બીજું નિમિત્ત કોણ છે એનું જ્ઞાન કરાવવા ઉપચારથી એને કારણ કહેવાય છે. (૪-૨૪૫ )
(૫૫૩)
"
જો ગુલાંટ ખાય તો એક ક્ષણમાં ભૃતાર્થના આશ્રયે સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. આચાર્ય અમૃતચંદ્રસ્વામીએ (કળશ ૩૪માં) કહ્યું છે કે-છ માસ અભ્યાસ કર. એકવાર લગની લગાડ; તને તત્ત્વની ઉપલબ્ધિ થશે. ઉપલબ્ધિ ન થાય એવી તારી વસ્તુ નથી. છ માસ લગાતાર પ્રયત્ન કર. જેમ માતાની આંગળીથી નાનું બાળક છૂટું પડી જાય અને તેને કોઈ પૂછે કે-તારું નામ શું? તારું ઘર ક્યું? તારી શેરી કઈ? તો બાળક કહે કે ‘મારી બા. માતાના વિરહે બાળક પણ એક બાનું જ ચિંતવન કરે છે. તેમ પ્રભુ! તને અનંતકાળથી આત્માનો વિરહ છે. અને આત્મા આત્મા એમ ચિંતવન ન થાય અને એની સમીપ તું ન જાય તો આ જીવન વ્યર્થ ચાલ્યું જશે. ભાઈ ! સધળાં કામ છોડીને આ કરવા જેવું છે. સ્તુતિ, વંદના વગેરે બહારની ક્રિયાના વિકલ્પોને તો વિષરૂપ કહ્યા છે. કેમકે ભગવાન અમૃતસ્વરૂપ આત્માથી તે વિરુદ્ધ ભાવ છે. તો એ ઝેરને છોડી તારી ચીજમાં જ્યાં એકલું અમૃત ભર્યું છે ત્યાં જા, ત્યાં જા. (૪-૨૫૭)
(૫૫૪)
અંદર આનંદનો કંદ ભગવાન આત્મા બિરાજે છે તે એક્નો જ અનુભવ અમૃત છે અને તે જ સમ્યગ્દર્શન છે, ધર્મ છે. આઠ વર્ષની બાલિકા પણ સમ્યગ્દર્શન પામે છે તે અંદર એક ભૂતાર્થ ભગવાન આત્માનો અનુભવ કરીને સમ્યગ્દર્શન પામે છે. આ જ રીત છે.
કહે છે કે-ભૂતાર્થ શુદ્ધ ચિત્તૂપ એકરૂપ વસ્તુનું એકવાર ગ્રહણ કર. ભાઈ ! ત્રિકાળી શુદ્ધ ધ્રુવ વસ્તુના અનુભવ વિના સમ્યગ્દર્શન નહિ થાય. લાખ ક્રિયાકાંડના વિકલ્પ કરે, મુનિપણું બહારથી લે, પણ ભૃતાર્થના અનુભવ વિના સમકિત નહિ થાય અને સમકિત વિના ધર્મની શરૂઆત નહિ થાય.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com