________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૬
અધ્યાત્મ વૈભવ ગુણો ધ્રુવ છે, પરંતુ પર્યાયદષ્ટિએ ગુણો પરિણમે છે એમ કહેવાય છે. દ્રવ્યદૃષ્ટિથી ગુણ ગુણમાં ધ્રુવ છે અને પર્યાયદષ્ટિથી ગુણ પરિણમે છે. આ બધાં પડખાંને જાણી યથાર્થ નિર્ણય વડે પર્યાયબુદ્ધિ છોડીને દ્રવ્યબુદ્ધિ કરે તો ક્ષણમાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. પર્યાયબુદ્ધિ છે તે મિથ્યાદષ્ટિ છે.
(૪-૨૪૦) (૫૫૧), જુઓ આ એકાન્ત! એકાન્ત અભેદ એ જ સમ્યગ્દર્શનનો વિષય છે. અનેકાન્ત લક્ષમાં હોવા છતાં સમ્યક એકાન્ત જે ત્રિકાળ શુદ્ધ દ્રવ્ય અભેદ એકરૂપ અખંડાનંદરૂપ ચૈતન્ય ભગવાન છે એ જ દષ્ટિનો વિષય છે. સમયસારની ૧૪ મી ગાથામાં પણ સમ્યક એકાન્તનું કથન આવે છે કે- “જે પોતે અનેકાન્ત બોધરૂપ (જ્ઞાનરૂપ) છે એવા જીવ સ્વભાવની સમીપ જઈને અનુભવ કરતાં સંયુક્તપણે અભૂતાર્થ છે-અસત્યાર્થ છે.” એકાન્ત જ્ઞાયકસ્વરૂપ ભગવાન આત્માની દષ્ટિ થયા વિના સમ્યગ્દર્શન થતું નથી. અનેકાન્ત ઉપર દષ્ટિ રહે એટલે કે દ્રવ્ય અને પર્યાય બન્ને ઉપર દષ્ટિ રહે તો સમ્યગ્દર્શન ન થાય.
(૪-૨૪૪) (પપર) અભેદદષ્ટિમાં ભેદ માલુમ પડતો નથી માટે અભેદની દૃષ્ટિમાં ભેદ નથી એમ કહ્યું છે. અંદર ગુણ-પર્યાયનો ભેદ છે તો ખરો, પણ અભેદની દૃષ્ટિમાં ભેદ માલૂમ પડતો નથી. માટે ભેદને ગૌણ કરીને અભાવ કરીને નહિ-વ્યવહાર કહેલ છે. એકાન્ત અને અનેકાન્તના ભારે ગોટા ઊઠયા છે. અહીં તો અભેદદષ્ટિ કરાવવા એકાન્ત ભણી લઈ જાય છે. પર્યાય અને ભેદનું લક્ષ છોડાવવા ભેદને ગૌણ કરી અભૂતાર્થ કહેલ છે.
જ્યારે કોઈ કહે કે ભેદદષ્ટિ અભેદદષ્ટિ થાય અને અભેદની દૃષ્ટિથી પણ અભેદનું લક્ષ થાય એમ અનેકાન્ત કરવું જોઈએ. તેને કહે છે કે ભાઈ ! એવું અનેકાન્તનું સ્વરૂપ નથી. ભેદદષ્ટિમાં નિર્વિકલ્પ દશા થતી નથી. સરાગીને ભેદના લક્ષે વિકલ્પ થાય છે. ભેદને જાણવાથી રાગ થાય એમ નહિ. પણ સરાગી પ્રાણી છે તેને ભેદ ઉપર લક્ષ જાય તો રાગ થાય છે. તેથી નિર્વિકલ્પ દશા કરાવવા માટે ત્રિકાળી અભેદ એકરૂપ ચીજની દષ્ટિ કરો એમ સમ્યક એકાન્ત કહ્યું છે.
અભેદદષ્ટિથી સમ્યગ્દર્શન થાય અને ભેદદષ્ટિ ન થાય એનું નામ અનેકાન્ત છે. લોકોએ એકાન્ત-અનેકાન્તને સમજ્યા વિના મોટી ગડબડ કરી દીધી છે. જેને સમ્યગ્દર્શન પ્રગટ કરવું હોય તેણે અભેદ ઉપર દષ્ટિ મૂકવી જોઈએ, ભેદ અને પર્યાય હોવા છતાં એકાન્ત અભેદની દૃષ્ટિ કરવાથી સમ્યગ્દર્શન પ્રગટ થાય છે. કથંચિત્ ભેદના લક્ષથી અને કથંચિત અભેદના લક્ષથી સમ્યગ્દર્શન થાય એમ છે જ નહિ. એ અનેકાન્ત નથી, એ તો ફૂદડીવાદ છે.
અનેકાન્તદષ્ટિયુક્ત એકાન્તની જે સેવા કરે છે એટલે કે પર્યાયાદિ ભેદનું જ્ઞાન
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com