________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૪
અધ્યાત્મ વૈભવ ઉત્તર- ભાઈ ! ખરેખર એમ નથી. કરણલબ્ધિના પરિણામ હોય છે. એનો અભાવ થઈને સમ્યગ્દર્શન થાય છે. સમ્યગ્દર્શનની ઉત્પત્તિની આદિમાં શુદ્ધ ચૈતન્યમય આત્મા છે, તેની આદિમાં કરણલબ્ધિના પરિણામ નથી. ગોમ્મટસારમાં આવે છે કે પાંચલબ્ધિથી સમ્યગ્દર્શન થાય છે. પણ ભાઈ ! એ તો પૂર્વે પાંચ લબ્ધિ હતી તેનું ત્યાં જ્ઞાન કરાવ્યું છે. લબ્ધિથી સમ્યગ્દર્શન થાય છે એમ એનો અર્થ નથી. અહાહા.! દિવ્યશક્તિનો ભંડાર સચ્ચિદાનંદ પ્રભુ આત્મા–તે પોતાની પરિણતિમાં બીજાનો (રાગનો) આધાર કેમ લે? અહીં તો સ્પષ્ટ કહે છે કે ભેદરત્નત્રયનો રાગ અભેદરત્નત્રય ઉત્પન્ન કરી શક્તો નથી, શાસ્ત્રોમાં જ્યાં જ્ઞાનીને ભેદભેદરત્નત્રયનો આરાધક કહ્યો છે ત્યાં ખરેખર તે એક નિર્મળ અભેદરત્નત્રયનો જ કરનારો અને સેવનારો એવો આરાધક છે. તે કાળે સાથે જે ભેદરત્નત્રયનો –રાગની મંદતાનો ભાવ છે તેને સહુચર વા નિમિત્ત દેખીને ઉપચારથી તેનો સાધક કહ્યો છે એમ સમજવું. બાપુ! આ તો વસ્તુ સ્થિતિની વાત છે.
(૪-૧૫૦) (૫૪૬) ગજબ વાત છે! તારી બલિહારી છે. નાથ! તું વીતરાગ સ્વભાવથી ભરેલો પ્રભુ છો. તને વીતરાગ પરિણતિની ઉત્પત્તિ માટે પરની-રાગની અપેક્ષા કેમ હોય? તારી ખાણમાં જ પરિપૂર્ણ વીતરાગતા ભરી છે. એનો આશ્રય લે, તેથી તને સમકિત આદિ વીતરાગી પર્યાય પ્રગટ થશે. ( રાગને ભરોસો નહિ થાય.)
કેટલાક કહે છે કે ચોથે ગુણસ્થાને સરાગ સમકિત હોય, વીતરાગ સમકિત ન હોય. અરે ભગવાન! શું કહે છે તું આ? સરાગ સમકિત તો કોઈ ચીજ (સમકિત) જ નથી. એ તો આરોપિત ચીજ છે. સમકિતની વીતરાગી પર્યાય જેને પ્રગટ છે અને તે કાળે જે દેવગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો મંદ રાગ છે તેને આરોપ કરીને સરાગ સમકિત કહ્યું છે. પણ વીતરાગ સમકિત વિના સરાગ સમકિતની (આરોપની) અતિ કેવી? ભાઈ ! આ માન્યતા તારી મોટી ભૂલ છે. અંદર ચિદાનંદઘનવસ્તુ વીતરાગસ્વરૂપે બિરાજે છે. તેનો આશ્રય લેતાં ચોથા ગુણસ્થાને સમકિત પ્રગટ થાય છે અને તે વીતરાગી પર્યાય છે. અહીં કહે છે કે તે કાળે રાગની મંદતા છે માટે સમકિત એનાથી થયું એવું કર્તા-કર્મપણું છે જ નહિ. અહો ! સંતોએ સનો ઢંઢેરો પીટયો છે આત્મા અકષાયસ્વરૂપ ભગવાન છે. તેને અકષાય પરિણામ થાય તે પોતાના કારણે થાય છે. રાગ મંદ હોય એનાથી અકષાય પરિણામ થાય એમ છે જ નહિ.
પરમાર્થે કોઈ પણ દ્રવ્યને કોઈ અન્ય દ્રવ્યની સાથે કર્તાકર્મભાવ નથી. રાગ અન્ય દ્રવ્ય છે અને નિર્મળ પરિણતિ જીવનું સ્વદ્રવ્ય છે. માટે રાગની દશા, જીવની નિર્મળ દશાને ઉત્પન્ન કરે એવો કર્તાકર્મસંબંધ નથી.
(૪–૧૫૧). (૫૪૭) ભાઈ ! તું જન્મ-મરણના ચોરાસીના ફેરા રાગની એકતાબુદ્ધિના કારણે કરી રહ્યો
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com