________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યગ્દર્શન (દૃષ્ટિનો વિષય )
૧૯૩
ઉત્પન્ન કરે કે નિમિત્તમાં કાર્ય ઉત્પન્ન કરાવવાની તાકાત છે કે ઉત્પન્ન થનારી પર્યાય નિમિત્તની અપેક્ષા રાખીને ઉત્પન્ન થાય છે એમ છે જ નહિ.
(૩-૨૫૦)
(૫૪૨ )
સમ્યગ્દર્શનની નિર્મળ પર્યાય જે પ્રગટ થાય તેનો કર્તા પર્યાય પોતે, કર્મ પોતે, સાધન પર્યાય પોતે, ઇત્યાદિ છ કારકોના ભેદના વિકલ્પથી પાર વસ્તુ ત્રિકાળી શુદ્ધ છે. એ અખંડ એક વિજ્ઞાનસ્વભાવી શુદ્ધની દષ્ટિ કરતાં નિર્મળ પર્યાય પ્રગટે છે અને તે ધર્મ છે. પરંતુ ત્રિકાળી શુદ્ધ વસ્તુમાં ભેગી પર્યાયને ભેળવે તો એ સમ્યગ્દર્શનનો વિષય રહેતો નથી પણ અશુદ્ધતા પ્રગટ થાય છે. (૪-૬૨ )
(૫૪૩)
નિશ્ચય સમ્યગ્દર્શન શું છે એની ખબર ન પડે એમ કોઈ કહે તો એ પણ મિથ્યા છે. નિજ શુદ્ધ આત્માનો અનુભવ થતાં જે નિરાકુળ આનંદનો સ્વાદ આવે એની ખબર ન પડે એવું ન હોય. પ્રભુ! તું પરમાત્મસ્વરૂપ છો. સ્વભાવથી સામર્થ્યરૂપે પોતે ૫રમાત્મા છે. તેનો નિર્ણય કરીને એમાં ઢળતાં જે અનુભવ થાય એમાં નિરાકુળ આનંદનો સ્વાદ આવે છે અને ત્યારે આસ્રવથી–દુઃખથી નિવર્તે છે. આવી વાત છે. (૪-૭૧ )
(૫૪૪)
દૃષ્ટિ અને દૃષ્ટિના વિષયમાં તો વિકારી પરિણમનનું કર્તવ્ય અને વેદન છે જ નહિ. ભગવાન આત્મા અનંતગુણનો પિંડ છે. એમાં વિકારને કરે એવો ક્યો ગુણ છે? એકેય નહિ. એ અપેક્ષાએ ગુણીને પકડતાં ભગવાન આત્મામાં રાગનું કર્તવ્ય અને સુખદુઃખનું વેદન નથી. દૃષ્ટિનો વિષય તો એકલો અભેદ છે. દૃષ્ટિના વિષયમાં ભેદ અને પર્યાય નથી. દૃષ્ટિ પોતે નિર્વિકલ્પ છે અને તેનો વિષય પણ અભેદ નિર્વિકલ્પ છે. એના વિષયમાં જે બધા ગુણો છે તે પવિત્ર છે. અહાહા...! આવા પવિત્ર ધ્યેયવાળી દષ્ટિ એમ માને છે કે આ રાગના દયા, દાન, વ્રતાદિના અને સુખદુ:ખના જે પરિણામ થયા તે બધું પુદ્દગલનું કાર્ય છે, હું તો તેનો જાણનાર (સાક્ષી ) છું, હું એનો કરનારો કે એનો ભોગવનારો નહિ; પરંતુ દષ્ટિની સાથે જે જ્ઞાન (પ્રમાણજ્ઞાન ) છે તે તે કાળે ત્રિકાળી શુદ્ઘનેય જાણે છે અને વર્તમાન થતા રાગ અને સુખ-દુ:ખના વેદનની દશાને પણ જાણે છે. જાણે છે એટલે કે રાગનું વેદન પર્યાયમાં છે એમ જાણે છે. (૪-૧૪૦)
(૫૪૫ )
પ્રશ્ન:- અધઃકરણ અપૂર્વકરણ અને અનિવૃત્તિકરણના પરિણામ હોય છે એનાથી સમ્યગ્દર્શન થાય છે ને?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com