________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૧
સમ્યગ્દર્શન (દષ્ટિનો વિષય)
(૫૩૫) અંદર પૂર્ણાનંદનો નાથ અભેદ એકરૂપ ચૈતન્ય મહાપ્રભુ બિરાજે છે. એ અભેદ સ્વરૂપની દષ્ટિ થયા વિના સમ્યગ્દર્શન થતું નથી. સમ્યગ્દર્શન, અખંડ એકરૂપ નિર્મળ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માના સ્વીકારથી થાય છે, અભેદની દષ્ટિ ભેદને રાગને કે નિમિત્તને સ્વીકારતી નથી, કેમકે અભેદ વસ્તુમાં ભેદાદિ છે જ નહિ. માટે જે અભેદમાં નથી તેનો નિષેધ કરવો યથાર્થ છે. તેથી અભેદની દષ્ટિમાં આ રંગ-રાગ અને ભેદના ભાવોને તેઓ રૂપી અને પુદ્ગલના લક્ષણથી લક્ષિત છે એમ કહયું છે.
(૩-૧૬૫) (પ૩૬ ) આ રંગ-રાગ ભેદના ભાવો પુદ્ગલના છે, મારા ચૈતન્યસ્વભાવમાં નથી એમ જ્યાં નિજ જ્ઞાયકભાવની દષ્ટિ થઈ ત્યાં ભવનો અંત આવી ગયો, જન્મ-મરણના ચોરાસીના ફેરા મટી ગયા. વર્ણાદિને જ્યાં સુધી પોતાના માનતો હતો ત્યાં સુધી મિથ્યાત્વ હતું અને ત્યાં સુધી અનંત અનંત ભવમાં રખડવાની એનામાં શક્તિ હતી. પણ જ્યાં અચેતન પુદ્ગલમય એવા રંગ-રાગ અને ભેદના ભાવોથી ભિન્ન શુદ્ધ ચૈતન્યસ્વરૂપ અભેદ એક આત્માની દષ્ટિ થાય ત્યાં સંસારનો અભાવ થઈ જાય છે. આવી અમૂલ્ય ચીજ સમ્યગ્દર્શન છે.
(૩-૧૬૬ ) (૫૩૭) નિશ્ચયથી ભગવાન પૂર્ણચૈતન્યઘન, એકલા આનંદનું દળ, અનાકુળ શાંતિનો રસકંદ જે ત્રિકાળ ધ્રુવપણે છે તે આત્મા છે. અનાદિ-અનંત ધ્રુવ ચૈતન્યપણે ટકતા તત્ત્વને ભગવાન આત્મા કહે છે. એની દષ્ટિ કરવી એ સમ્યગ્દર્શન છે. ભાઈ ! એની દષ્ટિ કરવા માટે તારે નિમિત્ત પરથી, રાગ ઉપરથી અને ભેદના ભાવ ઉપરથી દષ્ટિ ઉઠાવી લેવી પડશે. અંદરમાં એકમાત્ર અખંડ અભેદ એકરૂપ ચૈતન્યમૂર્તિ ચિદાકાર ભગવાન છે એની દષ્ટિ કરવી એ સમ્યગ્દર્શન છે. ધર્મની શરૂઆત જ અહીંથી (સમ્યગ્દર્શનથી) થાય છે. ભાઈ ! ચારિત્ર તો બહુ દૂરની વાત છે. અહાહા ! દષ્ટિમાં જે અભેદ ચિદાનંદમય ચીજ પ્રતીતિમાં આવી એમાં જ રમવું, ઠરવું, સ્થિત થઈ જવું એનું નામ ચારિત્ર છે. દેહની ક્રિયા તે વ્રતાદિના ક્રિયાકાંડ એ કાંઈ ચારિત્ર નથી.
(૩–૧૯૪) (૫૩૮) ભાઈ ! સૌ પ્રથમ સમ્યગ્દર્શન અને તેનો વિષય શું છે તે સમજવાની જરૂર છે, બાકી બધું તો થોથેથોથા છે.
સમ્યગ્દર્શન એ ધર્મનું પ્રથમ સોપાન છે. અને એનો વિષય ત્રિકાળી શુદ્ધ અભેદ ચૈતન્યસ્વભાવી વસ્તુ છે. શુદ્ધદ્રવ્યાર્થિકનયનો વિષય કહો કે સમ્યગ્દર્શનનો,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com