________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યગ્દર્શન (દષ્ટિનો વિષય)
૨૦૩ પ્રશ્ન- તો “સરાગ સમકિત' –એમ આવે છે ને?
ઉત્તર- સમકિત તો સરાગ નથી, જે પ્રતીતિરૂપ પરિણમન છે એ તો શુદ્ધ વીતરાગ જ છે. પરંતુ ધર્મીને સહકારી ચારિત્રના દોષરૂપ જે સરાગતા હોય છે તેનો આરોપ આપીને સરાગ સમકિત એમ ઉપચારથી કહેવામાં આવે છે.
આત્મા શુદ્ધ ચિદાનંદકંદ પ્રભુ સદા વીતરાગસ્વભાવી છે. તેના શ્રદ્ધાનરૂપ જે ભવનપરિણમન તે સમકિત છે. તે વીતરાગી પર્યાય છે. આ ચોથા ગુણસ્થાને જે સમકિત પ્રગટ થાય છે એની વાત છે. અત્યારે તો ચીજ આખી જાણે દુર્લભ થઈ પડી છે! શ્રાવકના પાંચમા અને મુનિના છઠ્ઠી ગુણસ્થાનની વીતરાગતાની (-ચારિત્રની) તો કોઈ ઓર વાત છે. આ વાડાના જે શ્રાવક તે શ્રાવક નહિ, એ તો શ્રાવક છે જ નહિ. આ તો સાચા સમકિતી શ્રાવકની વાત છે. હજી સમકિતના સ્વરૂપનીય ખબર ન હોય તે વળી શ્રાવક કેવો? વળી પાંચ મહાવ્રત પાળે, સમિતિ, ગુમિ પાળે, ૨૮ મૂલગુણ પાળે માટે સાધુ-એમ જૈનદર્શનમાં એને સાધુ કહ્યા નથી, કેમકે એ બધો રાગ-વિકલ્પ છે. આ તો રાગરહિત શુદ્ધ ચૈતન્યસ્વરૂપના આશ્રયે ત્રણ કષાયના અભાવપૂર્વક જે વીતરાગતા પ્રગટ થાય તે સાધુપણું છે, ધર્મ છે.
(૬-૧૧૮) (પ૬૯) જુઓ! એક બાજુ મિથ્યાત્વનું પાપ એવું હોય છે કે તે અનંતા નરક-નિગોદના ભવ કરાવે અને બીજી બાજુ સમકિત સહિત હોવાથી ભારતને ૯૬ હજાર રાણીઓના સંગમાં વિષય સંબંધી રાગ હતો પણ એ રાગનું પાપ અલ્પ હતું, અલ્પસ્થિતિ અને અલ્પરસવાળું હતું. જ્યાં અંદર ધ્યાનમાં આવ્યા તો લીલામાત્રમાં ઉડાવી દીધું અને ક્ષણમાં જ ઝળહળ જ્યોતિમય કેવળજ્ઞાન ઉપજાવી દીધું.
અહાહા...! એકાવતારી ઇન્દ્ર જેની પાસે મિત્રપણે બેસે અને જે હીરાજડિત સિંહાસન પર આરૂઢ થાય એવા ભરત ચક્રવર્તી આત્મજ્ઞાની હતા. રાગથી અને (બાહ્ય) વૈભવથી ભિન્ન પોતાની ચીજ જે પરિપૂર્ણ શુદ્ધ ચૈતન્યસ્વભાવમય ભગવાન આત્મા તેનું અંતરમાં ભાન હતું. ભગવાન ઋષભદેવ જ્યારે અષ્ટાપદ (કૈલાસ) પર્વત ઉપર મોક્ષ પધાર્યા ત્યારે ભરતની હાજરી હતી. તે વખતે ૩ર લાખ વિમાનના સ્વામી એકાવતારી ઇન્દ્ર પણ ત્યાં આવ્યા. ત્યાં જોયું તો ભરતની આંખોમાંથી આંસુની ધારા વહી રહી હતી. ભરત વિલાપ કરતા હતા કે અરે! ભરતક્ષેત્રમાં આજે સૂર્ય અસ્ત થયો! આ સૂર્ય તો સવારે રોજ ઊગે ને સાંજે આથમે; પણ ભગવાન કેવળજ્ઞાન-સૂર્યનો અસ્ત થયો અને હા ! સર્વત્ર અંધકાર થઈ ગયો ! આમ ભરતજીને વિલાપનાં આંસુ વહી રહ્યા હતાં. ત્યારે ઇન્દ્ર કહ્યું-અરે! ભરતજી, આ શું? તારે તો આ છેલ્લો દેહુ છે, મારે તો હજુ એક દેહુ મનુષ્યનો થશે ત્યારે મોક્ષ થશે. ભરતે કહ્યું-ઇન્દ્ર! બધી ખબર છે. ઓ તો એવો રાગ આવી ગયો છે; એ ચારિત્ર-દોષ છે, દર્શનદોષ નહિ. આમ ભરતજીને સ્વરૂપનું શ્રદ્ધાન તો અકબંધ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com