________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૦
અધ્યાત્મ વૈભવ (પ૩૩). સમ્યગ્દર્શનનો વિષય જે અખંડ ધ્રુવ આત્મદ્રવ્ય છે તેમાં સમ્યગ્દર્શનના ભેદો નથી. બહું ઝીણું, ભાઈ. પ્રભુ! તને પરમાત્મા બનાવવો છે ને? તું દ્રવ્યસ્વભાવથી તો પરમાત્મા છો જ, પરંતુ પર્યાયમાં પરમાત્મા બનાવવો છે, હોં ભાઈ ! તું એવા અભેદ પરમાત્મસ્વરૂપ છો કે તેમાં ગુણભેદ કે પર્યાયભેદ નથી અને એવી અભેદ દષ્ટિ થતાં તે અલ્પકાળમાં પર્યાયમાં પણ પરમાત્મપદ પામીશ. અહીં ભેદનું લક્ષ છોડાવવા ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક એવા સમકિતના ભેદો પરમાત્મસ્વભાવમાં નથી એમ કહ્યું છે. એક સમયમાં પૂર્ણ જ્ઞાનરસકંદ શુદ્ધચૈતન્યનવસ્તુનો ચૈતન્ય-ચૈતન્ય-ચૈતન્ય.. એવો ત્રિકાળી પ્રવાહ ધ્રુવ એવો ને એવો છે. તેમાં ભેદ કેવા? માટે ભેદનું લક્ષ છોડી દે, નિમિત્તનું લક્ષ છોડી દે અને જે ત્રિકાળી ધ્રુવ ચૈતન્ય છે ત્યાં દષ્ટિ દે અને સ્થિર થા.
(૩-૧૨૦) (પ૩૪) પ્રશ્ન- તત્ત્વાર્થસૂત્રમાં સમ્યગ્દર્શન નિસર્ગ અને અધિગમ એમ બન્ને રીતથી થાય છે. છતાં આપ કહો છો કે એક (નિસર્ગ) થી જ થાય છે. એ કેવી રીતે?
સમાધાન - પ્રભુ! ધ્યાન દઈને સાંભળને ભાઈ ! સમ્યગ્દર્શનની પર્યાય, વર્તમાન પર્યાયને અંતરમાં વાળતાં પ્રગટ થાય છે. ત્યારે નિમિત્ત કે રાગનું પણ લક્ષ રહેતું નથી. અધિગમથી એટલે નિમિત્ત ઉપર લક્ષ રાખીને સમકિત થાય છે. એવો અર્થ નથી. વર્તમાન પરિણામ અંત:તત્ત્વમાં વળે છે ત્યારે સમ્યગ્દર્શનના પરિણામ થાય છે. અને ત્યારે ભેદરૂપ ભાવ (જે પરિણામમાં છે, તે પણ સમ્યગ્દર્શનના પરિણામનો વિષય રહેતો નથી. અધિગમથી સમ્યગ્દર્શન થાય છે એમ જે કહ્યું છે તે નિમિત્તનું જ્ઞાન કરાવ્યું છે. તે અધિગમ સમ્યગ્દર્શન પણ સ્વભાવની દૃષ્ટિથી જ થાય છે, પરંતુ નિમિત્તનું જ્ઞાન કરાવવા તેને અધિગમ સમ્યગ્દર્શન
પ્રશ્ન:- જો નિમિત્તથી કાંઈ ન થાય તો અધિગમથી સમ્યગ્દર્શન થાય છે એમ શા માટે કહ્યું છે?
ઉત્તર- એ તો નિમિત્તની ઉપસ્થિતિમાં શ્રવણ કર્યું હતું કે-અહો ! તું શુદ્ધાત્મા છો ” એ બતાવવા કહ્યું છે. શ્રી અમૃતચંદ્રાચાર્યે કહ્યું છે કે અમારા ગુરુએ અમને શુદ્ધાત્માનો ઉપદેશ આપ્યો હતો. ત્યાં ઉપદેશ આપ્યો એવું પહેલાં લક્ષ હતું. પણ પછી તે લક્ષ છોડીને જ્યારે શુદ્ધાત્માની સન્મુખ થાય છે ત્યારે અનુભૂતિ થાય છે. ત્યારે નિમિત્તનું લક્ષ રહેતું નથી અધિગમથી સમ્યગ્દર્શન થાય છે એમ જે કહ્યું છે તે નિમિત્તથી કથન કર્યું છે. બાકી જેને સમ્યગ્દર્શન થાય છે તેને સ્વભાવના આશ્રયે જ થાય છે. નિમિત્તના આશ્રયે નહિ.
(૩-૧૨૪)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com