________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૮
અધ્યાત્મ વૈભવ સમકિતીને નરકમાં પીડાના સંયોગનો પાર નથી. છતાં અંદર આત્માના આનંદનું (અંશે) વેદન હોવાથી શાંતિ છે. પ્રતિકૂળ સંયોગ છે તેથી શું? મને તો સંયોગીભાવ પણ અડતો નથી, સ્પર્શતો નથી એવો અનુભવ અંદર વર્તતો હોવાથી જ્ઞાની નરકમાં પણ સુખ જ વેદે છે.
(૨-૧૫૫) (પર૬) શ્રીગુરુએ દેશનામાં કહ્યું કે ભગવાન! તું ચૈતન્યસ્વરૂપ છે. તારામાં અનંત ગુણો ભર્યા છે. અહાહા ! પ્રભુ, તું અનંત જ્ઞાન, અનંત દર્શન, અનંત આનંદ, અનંત શાન્તિ, અનંત સ્વચ્છતા, અનંત પ્રભુતા એવા એવા પૂર્ણ સ્વભાવની અનંત શક્તિઓનું સંગ્રહાલય-સ્થાન છે; તું વિકાર અને દેહનું સ્થાન નથી. આ સાંભળનાર શિષ્યને એવી સ્વભાવની ધૂન ચડી કે તેને ચોટ લાગી અને તે કોઈ પ્રકારે મહાભાગ્યથી આત્મા સમજી ગયો. મહાભાગ્યથી એટલે મહાપુરુષાર્થ વડે તેણે સ્વસંવેદન પ્રગટ કરી લીધું. આત્મા અતીન્દ્રિય આનંદ, અતીન્દ્રિય શાન્તિ, અને અનંત અનંત ઈશ્વરશક્તિનો સમુદાય છે. એવું સમ્યગ્દર્શમાં તેને ભાન થયું. આવું સમજીને-ભાન કરીને શિષ્ય સાવધાન થયો, સ્વરૂપ પ્રતિ સાવધાન થયો. અનંતકાળમાં જે નહોતું કર્યું અને જે કરવા યોગ્ય હતું તે (સમ્યગ્દર્શન) તેણે કર્યું. ગુરુએ જે ભાવથી કહ્યું હતું તે ભાવ તે બરાબર સમજી ગયો. પહેલાં રાગ અને સંયોગમાં સાવધાન હતો તે હવે અસંયોગી અને અરાગી આત્મામાં સાવધાન થયો.
(ર-૨૧૬) (પર૭) (અજ્ઞાનીઓને) સમ્યગ્દષ્ટિ યથાર્થ સ્વરૂપ બતાવી, તેમનો ભ્રમ મટાડી સમ્યગ્દષ્ટિ બનાવે છે. સમ્યગ્દષ્ટિ અજ્ઞાનીને અંતરની વાત સમજાવે છે કે – ભાઈ ! આ રાગાદિ અને શરીરાદિ છે એ તો બાહ્ય સ્વાંગ છે, તારી ચીજ નથી. એ તારામાં નથી. અને તું એમાં નથી. રાગ, પુષ્ય, અને શરીર એ જીવના અધિકારમાં નથી. જીવના અધિકારમાં તો જ્ઞાન, દર્શન, વીર્ય, આનંદ, શાન્તિ ઇત્યાદિ છે. ભગવાન! તું તો જ્ઞાયક સ્વભાવી ત્રિકાળ અખંડ એકરૂપ વસ્તુ છે. તારી પર્યાયમાં પણ જ્ઞાન અને આનંદનો રસ આવે એવું તારું સ્વરૂપ છે. તેથી રાગાદિનું લક્ષ છોડી અંતરમાં એકાગ્ર થા. તેથી શાંતરસ પ્રગટ થશે, અતીન્દ્રિય આનંદ પ્રાપ્ત
થશે.
રાગથી ભિન્ન આત્મા ચિદાનંદધન પ્રભુ અતીન્દ્રિય આનંદનો નાથ છે. એમ સમકિતી મિથ્યાષ્ટિ જીવને બતાવે છે. ત્યાં એમ જાણનાર પોતે આનંદના નાથમાં સમાઈ જાય છે. રાગથી ખસીને નિરાકુળ આનંદ અને શાન્તિને પ્રાપ્ત થઈ જાય છે. આ પ્રમાણે વસ્તુના યથાર્થ સ્વરૂપને જાણી, ભ્રમ મટાડી, શાંતરસમાં લીન થઈ અજ્ઞાની સમ્યગ્દર્શનને પ્રાપ્ત થાય છે.
(ર-ર૩ર)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com