________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૭
સમ્યગ્દર્શન (દષ્ટિનો વિષય )
(પ૨૩) નિર્મળ ભેદ-અભ્યાસ એટલે પરથી ભેદ પાડવાનો અભ્યાસ. તે નિર્મળ ભેદ અભ્યાસની પ્રવીણતાથી એટલે કે જ્ઞાનની પર્યાયને જ્ઞાયક તરફ ઢાળવાથી અંદરમાં પ્રગટ જે અતિસૂક્ષ્મ ચૈતન્યસ્વભાવ તે પ્રાપ્ત થાય છે. અને તેના અવલંબનના બળથી દ્રવ્યન્દ્રિયોને સર્વથા પોતાથી જુદી કરાય છે. કથંચિત્ જુદી કરાય છે એમ નહિ, સર્વથા જુદી કરાય છે. શરીર પરિણામને પ્રાપ્ત દ્રવ્યન્દ્રિયો અતિ સ્થૂળ અને જડ છે. અને નિર્મળ ભેદ-અભ્યાસની પ્રવીણતાથી પ્રાપ્ત અંતરંગમાં પ્રગટ જે દ્રવ્યસ્વભાવ તે અતિ સૂક્ષ્મ અને ચૈતન્યસ્વરૂપ છે. આવા અંતરંગમાં પ્રગટ અતિ સૂક્ષ્મ ચૈતન્યસ્વભાવના અવલંબનના બળ વડે દ્રવ્યન્દ્રિયોને જુદી પાડવામાં આવે છે. આ સમ્યગ્દર્શન પામવાની કળા છે.
(૧-૧૨૪) (પ૨૪) –અહો! હું તો જ્ઞાન અને આનંદની મૂર્તિ છું. રાગાદિ મારા સ્વરૂપમાં નથી અને તેમનાથી મને લાભ પણ નથી. મારું ટકવું મારા ચિદાનંદસ્વરૂપથી છે, નિમિત્ત કે રાગથી મારું ટકવું નથી. અહીં...! હું તો પૂર્ણ આનંદ, પૂર્ણ જ્ઞાન, પૂર્ણ શ્રદ્ધા, પૂર્ણ શાંતિ, ઇત્યાદિ અનંત અનંત પરિપૂર્ણ શક્તિઓથી ભરેલો ભગવાન છું, ઈશ્વર છું આવી રીતે જે અનાદિનો રાગનો અનુભવ હતો તે છૂટીને ચૈતન્યજ્યોતિસ્વરૂપ ભગવાન જ્ઞાયક આત્માનો અનુભવ થાય ત્યારે સમ્યગ્દર્શન થાય છે. ત્યારે આત્મા સજીવન થાય છે.
(૨-૧૫૪) (પ૨૫) ત્રીજા નરક સુધી પૂર્વના વેરી પરમાધામીઓ, રૂની ગાંસડી વાળે તેમ શરીરને બાંધી, ઉપરથી ધગધગતા લોઢાના સળિયાથી મારે છે. આવી સ્થિતિમાં પણ રાગથી ભિન્ન પડીને સમ્યગ્દર્શન પામી શકાય છે. પૂર્વે સાંભળ્યું હતું તે ખ્યાલમાં લઈ, જેમ વિજળી તાંબાના સળિયામાં એકદમ ઊતરી જાય તેમ, તે અંદર જ્ઞાનાનંદ ભગવાન બિરાજે છે એમાં પોતાની પર્યાયને ઊંડી ઉતારી દે છે. બહારમાં ગમે તેવા પ્રતિકૂળ સંજોગો હોય પણ તેથી શું? અંદર પૂર્ણસ્વભાવી આત્મા છે ને? જુઓ, શ્રેણિક રાજાનો જીવ પહેલી નરકમાં છે. બહારમાં પીડાકારી સંયોગનો પાર નથી. છતાં તેમને ક્ષાયિક સમ્યગ્દર્શન છે અને સમયે સમયે તીર્થકર ગોત્રના પરમાણુઓ બંધાય છે. તેમને અંદર એવું ભાન વર્તે છે કે- “હું તો આનંદનો નાથ સચ્ચિદાનંદ ભગવાન આત્મા છું. ' ભક્તિમાં આવે છે ને કે
‘ચિનુર્તિ દગધારીકી મોઢે રીતિ લગત હૈ અટાપટી, બાહર નારકી દુઃખ ભોગત, અંતર સુખરસ ગટગટી.”
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com