________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યગ્દર્શન (દષ્ટિનો વિષય )
૧૮૫
જુએ તો સમ્યગ્દર્શન થયા નહીં. દ્રવ્ય સાથે પર્યાયને ભેળવીને જુએ તો પણ સમકિત થઈ શકે નહીં. દ્રવ્યદષ્ટિથી જ્યાં સુધી આત્માને દેખે નહીં ત્યાં સુધી પર્યાયબુદ્ધિ છે. નિયમસારની ગાથા ૫ ની ટીકામાં આવે છે કે-અંતઃતત્ત્વરૂપ ૫૨માત્મતત્ત્વ અને બહિ:તત્ત્વનો કોઈ અંશ ભેળવીને શ્રદ્ધા કરવી એ વ્યવહર સમકિત છે. અંતઃતત્ત્વ એટલે પૂર્ણસ્વરૂપ શુદ્ધ જીવ વસ્તુ અને બહિ:તત્ત્વ એટલે પુણ્ય, પાપ, આસવ, સંવર, નિર્જરા, બંધ અને મોક્ષ. એ બે ભેદોવાળાં તત્ત્વો-એની શ્રદ્ધા એ વ્યવહા૨ સમક્તિ છે. વ્યવહાર સમકિત એટલે જ રાગ, વિકલ્પ. વ્યવહા૨ સમક્તિ એ રાગની પર્યાય છે, શુદ્ધ સમકિત છે જ નહીં. એ તો આરોપથી (સમકિત ) છે. નિશ્ચય વીતરાગી પર્યાય તે નિશ્ચય સમક્તિ, અને શ્રદ્ધાનો વિકલ્પ-રાગ તે વ્યવહાર સમકિત છે. (૧-૨૦૦)
(૫૧૭)
અહાહા! જીવાદિ નવતત્ત્વો ભૂતાર્થનયથી જાણ્યે સમ્યગ્દર્શનજ છે એ નિયમ હ્યો વસ્તુસ્થિતિનો આ નિયમ છે. હવે તેનું કારણ સમજાવતાં કહે છે-તીર્થની વ્યવહારધર્મની પ્રવૃત્તિ અર્થે અભૂતાર્થનયથી જીવ-અજીવ આદિ નવતત્ત્વો કહેવામાં આવે છે. તે આ પ્રમાણેઃ જીવ–એક સમયની પર્યાય તે અહીં જીવ કહે છે; અજીવ-અજીવનું જે જ્ઞાન થાય છે તેને અહીં અજીવ કહે છે; પુણ્ય-દયા, દાન, વ્રત પૂજા, ભક્તિ આદિનો ભાવ તે પુણ્યભાવ છે, પાપહિંસા, જૂઠ, ચોરી, કુશીલ, ભોગ આદિ ભાવ, આ ૨ળવા-કમાવાનો, દુકાન ચલાવવાનો, દવાઈન્જેકશન દેવાનો ભાવ, તે પાપભાવ છે; એ પુણ્ય અને પાપ બન્ને ભાવ તે આસ્રવ છે. આ એટલે મર્યાદાથી અને સ્ત્રવવું એટલે આવવું. મર્યાદાથી કર્મનું આવવું તે આસવ છે. જેમ વહાણમાં છિદ્ર હોય તો એને લઈને પાણી અંદર આવે તેમ આત્મામાં પુણ્ય-પાપના ભાવ થાય તો એના સંબંધમાં નવા (કર્મનાં) આવરણ આવે તે આસ્રવ છે; સંવાર આત્મા શુદ્ધસ્વરૂપે પૂર્ણ છે; પૂર્ણ શુદ્ધના આશ્રયે શુદ્ધિનો અંશ પ્રગટે તે સંવર છે; નિર્જરા-સંવ૨પૂર્વક અશુદ્ધતાનું ખરવું, કર્મનું ગળવું અને શુદ્ધતાનું વધવું એ ત્રણેય નિર્જરા છે; બંધ, દયા, દાન આદિ જે વિકલ્પ ઊઠે તેમાં અટકવું તે બંધ છે; મોક્ષ-વસ્તુ જ્ઞાયકસ્વરૂપ અબંધ છે. તેમાં પૂર્ણ સ્થિરતા થતાં પૂર્ણ નિર્મળ દશા, પૂર્ણ શુદ્ધતા, પૂર્ણ વીતરાગતા પ્રગટ થવી એનું નામ મોક્ષ છે. જેવું પૂર્ણાનંદ સ્વરૂપ છે તેવો પૂર્ણ આનંદ પ્રગટ થઈ જવો તે મોક્ષ છે. (૧–૧૯૩)
(૫૧૮ )
ભાઈ! સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાનનો વિષય બહુ સૂક્ષ્મ છે. એનો પત્તો લાગી ગયો તો ખલાસ. એના સંસારનો અંત આવી જશે, પછી ભલે વર્તમાનમાં ચારિત્ર ન હોય.
દર્શન પાહુડમાં આવે છે કે- સિદ્ધંતિ ય ઘરિયમદા વંસળમદા ન સિતિચારિત્રથી ભ્રષ્ટ તો મુક્તિને પામે છે, પણ સમ્યગ્દર્શનથી ભ્રષ્ટ જીવ મુક્તિ પામતો નથી. સમ્યગ્દર્શન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com