________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યગ્દર્શન (દષ્ટિનો વિષય)
૧૮૯ (પ૨૮) જેમ ફૂલની કળી અનેક પાંખડીથી વિકસિત થઈ ખીલી નીકળે તેમ જ્ઞાન પ્રગટ થતાં ભગવાન આત્મા અનંત ગુણોની પાંખડીથી પર્યાયમાં ખીલી નીકળે છે. સમ્યગ્દર્શન થતાં પણ અનંત ગુણોનો વિકાસ પર્યાયમાં થઈ જાય છે. કહ્યું છે ને કે “સર્વગુણાંશ તે સમકિત' જ્ઞાન અને આનંદ આદિ અનંતગુણો જે શક્તિરૂપે વિદ્યમાન હતા તે પર્યાયમાં પ્રગટ થાય છે.
(૩-૬) (પર૯) સમ્યગ્દર્શનનો વિષય અભેદ એકાકાર છે, ગુણ-ગુણીભેદ એ સમ્યકત્વનો વિષય નથી. ભેદના લક્ષે નહિ, પણ પૂર્ણ સત્ વસ્તુ જે અભેદ એકરૂપ સામાન્ય ચૈતન્યસ્વરૂપ છે તેના લક્ષે સમ્યગ્દર્શન થાય છે.
(૩-૨૦) (પ૩૦) પ્રથમ સમ્યગ્દર્શન અને સમ્યજ્ઞાન હોવા જોઈએ. આત્મા વસ્તુ સ્વસંવેદન પ્રત્યક્ષ થઈ ન હોય અને વ્રત, નિયમ અને સંયમમાં લાગી જાય તો એ સધળી ક્રિયા એકડા વિનાના મીંડાં જેવી છે. એવા જીવો ક્રિયાના અભિમાનમાં ચઢી જાય છે.
(૩-૩૦) (પ૩૧) નિશ્ચય સમકિત થાય ત્યારે સાથે જે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો રાગ હોય તેને વ્યવહાર સમકિત કહે છે. ખરેખર રાગ છે તે તો ચારિત્રનો દોષ છે. દેવ-ગુરુ-શાસ્ત્રની, છે દ્રવ્યની કે નવતત્ત્વની જે શ્રદ્ધા છે એ તો વિકલ્પ છે. રાગ છે. પરંતુ નિશ્ચય સમ્યગ્દર્શનનો સહુચર દેખીને તેને સમકિતનો આરોપ આપ્યો છે. શુભભાવ નિશ્ચયથી તો ઝેર છે, પણ નિશ્ચય સમકિતનો સહચર જાણી તેને અમૃતનો આરોપ આપ્યો છે.
(૩-૪૦) (પ૩ર) ભાઈ ! આ તો સમ્યગ્દર્શનનો વિષય શું છે અને તે કેમ પ્રાપ્ત થાય એની વાત ચાલે છે. વ્યક્ત એવા કષાયોના સમૂહથી જે અન્ય છે એવો અવ્યક્ત જ્ઞાયકમૂર્તિ ભગવાન સમ્યગ્દર્શનનો વિષય છે..
દ્રવ્યને પ્રસિદ્ધ કરનારી પ્રગટ પર્યાય તે દ્રવ્યમાં ઘૂસી જતી નથી. જો દ્રવ્યમાં ઘૂસી જાય તો આ દ્રવ્ય છે એમ કોણ જાણે? અવ્યક્તને જાણનાર પર્યાય તો અવ્યક્તથી ભિન્ન રહીને તેને જાણે છે. દ્રવ્યની પ્રતીતિ કરનારી પર્યાય દ્રવ્યમાં ઘૂસી જાય તો પ્રતીતિ કરનાર કોઈ રહેતું નથી. તેમાં પ્રગટ વર્તમાન પર્યાય દ્રવ્યથી ભિન્ન રહીને પ્રતીતિ કરે છે. આવી વાત છે.
(૩-૭૨ )
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com