________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૯૨
અધ્યાત્મ વૈભવ
બન્નેનો વિષય ત્રિકાળી શુદ્ધ ચૈતન્યમય ભગવાન આત્મા છે. અને સમ્યગ્દર્શન-જ્ઞાન આદિ છે તે એના પરિણામ હોવાથી જીવ છે. ( ૩–૨૧૬)
(૫૩૯)
ઇન્દ્રિયોને બંધ કરી, ઇન્દ્રિયોના જે વિષય થાય છે તેનું લક્ષ છોડી દઈને તથા મનના લક્ષે ઊપજતા વિકલ્પોનું પણ લક્ષ છોડી દઈને અંદર ચૈતન્યસ્વભાવી ભગવાન આત્માને ચૈતન્યલક્ષણ વડે અનુભવવો તે સમ્યગ્દર્શન પામવાની રીત છે. આત્મા ચૈતન્યબિંબ છે. ચૈતન્યની જે પ્રગટ જ્ઞાનદશા તે એનું લક્ષણ છે. માટે પ્રભુ! એ લક્ષણ દ્વારા અંદર જા અને જો તો તેનો અનુભવ થશે. અહાહા! જ્ઞાનની પર્યાય અંતર્મુખ થઈ સ્વને જાણે છે ત્યારે અંદર તો અદ્દભુત અનંતગુણનો ચૈતન્યગોળો જણાય છે. તથા જે અનંતગુણો ભર્યા છે એને પણ જ્ઞાન દેખી લે છે. (૩–૨૨૯)
(૫૪૦)
જેને તીર્થંકર ગોત્ર બંધાયું છે તેની દશા જ એવી હોય છે કે તે આગળ વધીને કેવળજ્ઞાન પામે છે. તીર્થંકરના જીવનું સમતિ અપ્રતિત જ હોય છે. ભેલે તે કદાચ ક્ષયોપશમ ભાવે હોય, તોપણ તે સમકિત અપ્રતિહત જ હોય છે. શ્રેણિક રાજાને ક્ષાયિક સમકિત છે, પરંતુ જો કોઈ ત્રીજા નરકમાંથી આવે તો તેને ક્ષયોપશમ સમકિત હોય છે. અને છતાં તે પડતું નથી. હા, ત્રીજા નરકે જાય છે ત્યારે એક ક્ષણ તે પડી જાય છે એ જુદી વાત છે. તોપણ એ ક્ષયોપશમ સમકિત ક્ષાયિકપણાને જ પ્રાપ્ત કરે છે. આવી જ સ્થિતિ તીર્થંકરોની હોય છે. પોતાના સ્વભાવનો ઉગ્ર આશ્રય લઈને તેઓ ક્ષાયિક સમ્યક્ત્વને પાપે છે. તીર્થંકરને ક્ષાયિક સમતિ થવામાં શ્રુતકેવળી કે અન્ય તીર્થંકરનું નિમિત્ત હોતું નથી. જ્યારે અન્ય જીવોને ક્ષાયિક સમકિત થાય ત્યારે શ્રુતકેવળી કે તીર્થંકરની હાજરી હોય છે. તોપણ તીર્થંકર કે શ્રુતકેવળીની હાજરી છે માટે ક્ષાયિક સમકિત થાય છે એમ નથી, કારણ કે જો નિમિત્તથી ક્ષાયિક સમકિત થતું હોય તો ક્ષયોપશમ-સમકિતી તો ઘણા બેઠા હોય છે, પણ તે સર્વને ક્ષાયિક સમકિત થતું નથી. જે જીવની આત્માના ઉગ્ર-આશ્રય સહિત તૈયારી હોય તેને ક્ષાયિક સમકિત થાય છે. તેથી નિમિત્ત હો ભલે પણ નિમિત્તથી સમકિત પામે છે એમ નથી. નિમિત્ત ઉપાદાનના દોહામાં પણ આ વાત લીધી છે.
(૩–૨૪૧)
(૫૪૧)
પ્રશ્ન:- પરંતુ સમ્યગ્દર્શન નિસર્ગજ અને અધિગમજ એમ બે પ્રકારે કહ્યું છે ને ?
ઉત્ત૨:- ભાઈ ! અધિગમજ સમ્યગ્દર્શન પણ થયું છે તો પોતાથી જ, પરંતુ નિમિત્તની ત્યારે ઉપસ્થિત હોય છે તેથી એનાથી સમ્યગ્દર્શન થયું છે એમ કહેવાય છે. નિમિત્તથી સમ્યગ્દર્શની ઉત્પત્તિ થાય છે એમ ત્રણકાળમાં નથી. નિમિત્ત કાર્યને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com