________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૭૬
અધ્યાત્મ વૈભવ જણાયું એને શુદ્ધ છે એમ કહે છે, ખાલી શુદ્ધ છે, શુદ્ધ છે. એમ કહેવામાત્ર નથી. આ જ્ઞાયકભાવને જાણવો, અનુભવવો એ સર્વ સિદ્ધાંતનો સાર છે.
(૧-૯૧). (૪૮૪) અશુદ્ધતા દ્રવ્યદૃષ્ટિમાં ગૌણ છે. અહીં પ્રમત્ત-અપ્રમત્ત બન્ને અવસ્થાઓને અશુદ્ધતામાં નાખી દીધી, કેમકે બન્ને સંયોગજનિત છે. આ ચૌદેય ગુણસ્થાનોની પર્યાયો અશુદ્ધનયનો વિષય છે. અહીં દ્રવ્યદષ્ટિમાં ચૌદેય ગુણસ્થાનોને અશુદ્ધ કહી ગૌણ કરી વ્યવહાર, અભૂતાર્થ, અસત્યાર્થ, ઉપચાર છે એમ કહેલ છે. ચૌદેય ગુણસ્થાનો અભાવરૂપ છે તેથી અસત્યાર્થ છે એમ નથી, પણ દ્રવ્યદૃષ્ટિમાં તે ગૌણ છે, લક્ષમાં લેવા યોગ્ય નથી અને ત્રિકાળી દ્રવ્યમાં એ અવસ્થાઓ નથી તેથી અસત્યાર્થ-અભૂતાર્થ કહેલ છે. દ્રવ્યમાં તો અશુદ્ધતા છે જ નહીં, પર્યાયમાં છે તે દ્રવ્યદૃષ્ટિમાં ગૌણ થઈ જાય છે.
-આખા સમયસારમાં છઠ્ઠી ગાથામાં સમ્યગ્દર્શનનો ખાસ વિષય જે ધ્રુવ તે આવો ગયો છે. છઠ્ઠી ગાથામાં સર્વોત્કૃષ્ટ વાત આવી છે. હું પ્રમત્ત નહીં, અપ્રમત્ત પણ નહીં; કઈ પર્યાય બાકી રહી ? અહાહા ! દષ્ટિનો વિષય જે જ્ઞાયકબિંબ તેમાં કોઈ પર્યાયો છે જ નહીં.
(૧-૯૯) (૪૮૫) વસ્તુસ્વભાવની દૃષ્ટિથી જોઈએ તો સ્વભાવ ત્રિકાળ શુદ્ધ છે, દ્રવ્ય દ્રવ્યરૂપ જ છે. એની વર્તમાન અવસ્થા પરદ્રવ્યના નિમિત્તે અશુદ્ધ થઈ છે, પણ એ ગૌણ છે. આત્મામાં બે પ્રકાર: એક ત્રિકાળી સ્વભાવભાવ અને એક વર્તમાન પર્યાયભાવ. ત્યાં ત્રિકાળી સ્વભાવ જે જ્ઞાયકભાવ તે કદીય પ્રમત્ત-અપ્રમત્ત એવા ચૌદ ગુણસ્થાનના ભેદરૂપ થયો જ નથી, નિરંતર જ્ઞાયકપણે શુદ્ધ રહ્યો છે. માટે વર્તમાન પર્યાયને ગૌણ કરી એવા શુદ્ધ જ્ઞાયકને દષ્ટિમાં લેવો તે સમ્યગ્દર્શન અને જાણવો તે સમ્યજ્ઞાન છે. આ વીતરાગમાર્ગની મૂળ વાત છે. દ્રવ્યમાં તો અશુદ્ધતા નથી, પણ દ્રવ્યદૃષ્ટિમાં પણ અશુદ્ધતા નથી.
(૧-૯૯) (૪૮૬) દષ્ટિનો વિષય શુદ્ધ છે, અને દૃષ્ટિ પણ શુદ્ધ છે. દષ્ટિએ ત્રિકાળી શુદ્ધની પ્રતીતિ કરી. શુદ્ધમાં “શુદ્ધ' જણાયો. આવો વીતરાગમાર્ગ સૂક્ષ્મ છે ભાઈ ! આત્મા પરમાત્મસ્વરૂપ શુદ્ધ છે. એની દૃષ્ટિથી જોઈએ વસ્તુ શુદ્ધ છે. પણ અહીં તો દ્રવ્યદૃષ્ટિ શુદ્ધ છે એમ કહ્યું છે, દ્રવ્ય શુદ્ધ છે એમ નથી કહ્યું. એનો અર્થ એ કે દષ્ટિ જ્યારે “શુદ્ધ ” ની થાય ત્યારે વસ્તુ શુદ્ધ છે એમ તેણે જાણું કહેવાય.
(૧-૧૦૧ ) (૪૮૭) દ્રવ્યદષ્ટિ શુદ્ધ છે, અભેદ છે, નિશ્ચય છે, ભૂતાર્થ છે, સત્યાર્થ છે, પરમાર્થ છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com