________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૦
અધ્યાત્મ વૈભવ કર્મ, રાગ, ગુણ-ગુણીના ભેદ એ સઘળો વ્યવહાર છે. તે અસત્યાર્થ છે, જૂઠો છે કેમકે કર્મ, રાગ અને ગુણભેદ એ ત્રિકાળી વસ્તુમાં નથી. ધ્રુવ વસ્તુ જે અનાદિ-અનંત અસંયોગી, શાશ્વત, ભૂતાર્થ વસ્તુ-જેમાં સંયોગ, રાગ, પર્યાય કે ગુણભેદ નથી-એવા અભેદની દષ્ટિ કરવી, આશ્રય કરવો એ સમ્યગ્દર્શન છે.
(૧-૧૩૪ ) (૪૯૮), આત્મા અનંતજ્ઞાન, અનંતદર્શન, અનંતશાંતિ, અનંત પ્રભુતા, અનંત સ્વચ્છતા, એમ અનંત અનંત ભાવસ્વરૂપે અનંત શક્તિઓથી સંપન્ન પરમાર્થ વસ્તુ છે. તેની સન્મુખ થઈ તેનો આશ્રય કરતાં સમ્યગ્દર્શન પ્રગટ થાય છે.
(૧–૧૩૬ ) (૪૯૯). આત્મા શુદ્ધ કહેતાં પવિત્ર છે. બુદ્ધ એટલે જ્ઞાનસ્વરૂપ છે. ચૈતન્યઘન કહેતાં અસંખ્યપ્રદેશ છે. સર્વજ્ઞ સિવાય બીજે ક્યાંય, આત્મા અસંખ્યપ્રદેશ છે. એવી વાત નથી. આત્મા સ્વયંજ્યોતિ છે, એટલે સ્વયં સિદ્ધ વસ્તુ છે. કોઈએ ઉત્પન્ન કરી હોય કે કોઈથી નાશ પામે એવી ચીજ નથી. તે સુખધામ છે, એટલે આનંદનું-અતીન્દ્રિય આનંદનું ધામ છે. આવો આત્મા અભેદ એકરૂપ ભૂતાર્થ વસ્તુ છે. તેને “કર વિચાર તો પા' –એટલે કે જ્ઞાનની પર્યાયમાં સ્વસંવેદન વડે આવા શાયકને લક્ષમાં લે તો તેની પ્રાપ્તિ થાય. અમારી પાસેથી કાંઈ મળે તેમ નથી. પોતાના અનંત ગુણોમાં વ્યાપેલું અભેદ, અખંડ, જે ધ્રુવતત્ત્વ, એની દષ્ટિ કરવી એ નિશ્ચય સમ્યગ્દર્શન છે.
(૧–૧૩૬ ) (૫૦૦) અહો ! અરિહંતદેવની ૐ ધ્વનિ જે નીકળી તેનો સાર-સાર લઈ શ્રી કુંદકુંદાચાર્યદવે પરમાગમની આ ગાથામાં ભરી દીધો છે. એક સમયમાં અભેદ, અખંડ, નિર્મળાનંદ જે આત્મવસ્તુ છે તે ભૂતાર્થ એટલે છતો-છતો છતો વિદ્યમાન પદાર્થ સત્ય છે. તેનો આશ્રય કરવાથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન અને વીતરાગી શાંતિની પ્રાપ્તિના પ્રયોજનની સિદ્ધિ થાય છે તેથી તે મુખ્ય છે. અને સધળો જે વ્યવહાર છે તે અસત્યાર્થ છે, તેના આશ્રયે પ્રયોજનની સિદ્ધિ થતી નથી તેથી તે ગૌણ છે, લક્ષ કરવા યોગ્ય કે આશ્રય કરવા યોગ્ય નથી. ભાઈ ! જૈનધર્મ તો કોઈ અલૌકિક ચીજ છે.
(૧–૧૩૮) (૧૦૧) અહો ! સમયસાર એ અદ્દભુત શાસ્ત્ર છે. આ બે લીટીમાં ઘણું ઘણું રહસ્ય ભર્યું છે. શુદ્ધનય એક જ સાચા અર્થને પ્રગટ કરે છે. ત્રિકાળ વિદ્યમાન તત્ત્વ ભગવાન આત્મા, એક સમયની પર્યાય વિનાનો, અવિનાશી અવિચળ, ધ્રુવ, ચૈતન્યસૂર્ય તેને શુદ્ધનય પ્રગટ કરે છે. દષ્ટિનો વિષય આ એકમાત્ર વિધમાન જ્ઞાયક તત્ત્વ છે. ગાથામાં કહ્યું છે ને “સૂરસ્થમીરસવો વનુ સન્માદી દવ નીવો.ભૂતાર્થના આશ્રયે જીવ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com