________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યગ્દર્શન (દષ્ટિનો વિષય).
૧૮૧ સમ્યગ્દષ્ટિ થાય છે. “વસુ' નો અર્થ નિશ્ચય કર્યો છે. જયસેન આચાર્યે પ્રગટ ત્રિકાળી ભગવાનનો જે આશ્રય લે તેને નિશ્ચયથી સમ્યગ્દર્શન થાય છે તેમ કહ્યું છે. અહા ! જેવું અંદર પૂર્ણ સત્ય સ્વરૂપ પડ્યું છે, તેનો અનુભવ કરીને પ્રતીતિ કરે તેને નિશ્ચયથી સમ્યગ્દર્શન થાય છે. આ જૈનધર્મ છે. અરે! લોકોએ નવા નવા વાડા બાંધી, જૈનધર્મનું મૂળતત્ત્વ આખું પીંખી નાખ્યું છે.
(૧-૧૪૦)
(૫૦),
-રાગ અને આત્મા બન્નેનું ભેદવિજ્ઞાન કરી ધ્રુવ ત્રિકાળી પરમાનંદસ્વરૂપ પરમાત્માનો પુરુષાર્થ વડે આશ્રય કરનાર ભૂતાર્થદશઓને તે ચૈતન્યસૂર્ય જ્ઞાયકબિંબ આવિર્ભત થાય છે. પ્રગટ થાય છે અને તેથી સમ્યગ્દર્શન, સમ્યજ્ઞાન આદિ શુદ્ધ પર્યાય ઉત્પન્ન થાય છે.
(૧-૧૪૨) (૫૦૩) જેઓ શુદ્ધનયનો આશ્રય કરે છે તેઓ જ સમ્યક અવલોકન કરતા હોવાથી સમ્યગ્દષ્ટિ છે, પણ બીજા સમ્સયગ્દષ્ટિ નથી. શુદ્ધનયનો આશ્રય કરે છે એટલે કે ત્રિકાળી અભેદ એકરૂપ જ્ઞાયકનો જેઓ આશ્રય કરે છે તેઓ જ વસ્તુના સ્વરૂપને સમ્યક પ્રકારે જુએ છે, અનુભવે છે અને તેથી તેઓ જ સમ્યગ્દષ્ટિ છે. પરંતુ બીજા જેઓ અશુદ્ધનયનો સર્વથા આશ્રય કરે છે તેઓ સમ્યગ્દષ્ટિ નથી. જેઓ રાગનો, ભેદનો, એક સમયની પર્યાયનો આશ્રય કરે છે તેઓ સમ્યગ્દષ્ટિ જ છે.
(૧–૧૪૩) (૫૦૪) અહાહા....! આચાર્યદવ કહે છે કે એકવાર તું દષ્ટિ ફેરવી નાખ. એક સમયની પર્યાય ઉપર, અને ભેદ ઉપર અનાદિની દષ્ટિ છે. તેને ત્યાંથી ખસેડી લઈ અખંડ એકરૂપ ત્રિકાળી ધ્રુવ ચૈતન્યસામાન્ય પર દષ્ટિ સ્થિર કર. તેથી તને સમ્યગ્દર્શન આદિ ધર્મ પ્રગટ થશે. તને ભવ-ભ્રમણના દુઃખથી મુક્તિ થઈ અનંત સુખસ્વરૂપ એવો મોક્ષ થશે. અહો ! આવો વિરલ ઉપદેશ આપી આચાર્યદેવે જગતનો મહાન ઉપકાર કર્યો છે. આત્મા ત્રિકાળી સત્ જ્ઞાયકજ્ઞાયક-જ્ઞાયક, ધ્રુવ-ધ્રુવ-ધ્રુવ અખંડ એકરૂપ વસ્તુ છે તે ભૂતાર્થ છે, તેના આશ્રયે સમ્યગ્દર્શન થાય છે અને તેના જ આશ્રયે જન્મ-મરણ મટે છે, મોક્ષના ભણકારા વાગે છે. (૧-૧૪૯)
(૫૦૫) ભગવાન પૂર્ણાનંદ સ્વરૂપ જેને દ્રવ્ય કહીએ, જેને જ્ઞાયક કહીએ, જેને પરમ પારિણામિક સ્વભાવભાવ કહીએ તેને મુખ્ય કરી નિશ્ચય કહી સત્ય કહેવામાં આવેલ છે. આમ શા માટે કહ્યું? કે ત્રિકાળી સત્યાર્થ વસ્તુના આશ્રયે સમ્યકદર્શન પ્રગટ થાય છે અને બીજી કોઈ રીતે સમ્યકદર્શન પ્રગટ થતું નથી. આવા ભૂતાર્થ, અભેદ એકરૂપ દ્રવ્યમાં દષ્ટિ જાય-દષ્ટિ પ્રસરે ત્યારે તેને સમ્યકદર્શન થાય છે. ત્યાંથી ધર્મની
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com