________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૮૨
અધ્યાત્મ વૈભવ શરૂઆત થાય છે. આ તો હજુ સમ્યગ્દર્શનની પ્રાપ્તિનું પ્રયોજન સિદ્ધ કરવાની વાત ચાલે છે, ચારિત્ર તો ક્યાંય રહ્યું. આ કોઈ અલૌકિક અને અપૂર્વ ચીજ છે ભાઈ ! (૧-૧૫૮)
(૫૦૬) અહીં જિનવચનોને કહેનાર જિનગુની ભક્તિ વગેરેનો ભાવ સમકિત થયા પહેલાં આવે છે એની વાત કરી છે. પણ ભક્તિ કરે તેથી સમકિત થાય એમ નથી. ભક્તિના ફળમાં સમ્યગ્દર્શન થાય કે નહીં? ના. સમવસરણમાં ત્રણલોકના નાથ બિરાજમાન હોય છે, તેમની ભક્તિ અનંતવાર કરી. અરે ! એની ભક્તિના ભાવથી સમ્યકત્વ ન પમાય એ તો ઠીક, એની ભક્તિને જાણનાર જ્ઞાનનો જે સૂક્ષ્મ અંશ છે તેના આશ્રયે પણ સમકિત ન થાય. પ્રભુ! આ તો આખો સંસાર ઉખાડી નાખે, ભવના અંત આવે અને મોક્ષની તૈયારી થાય એની વાત ચાલે છે. જિનવચન, જિનગુરુ પ્રત્યે જે લક્ષ થાય છે એ તો રાગ છે, એ કાંઈ સમકિત નથી. છતાં સમકિત થતાં પહેલાં આવો જ વ્યવહાર હોય છે.
(૧-૧૬૭)
‘ચ ત્મિ:' આ આત્માને એટલે આ પ્રત્યક્ષ વિદ્યમાન આત્માને ‘વ રૂદ દ્રવ્યાન્તરેગ્ય: પૃથવ વર્શનમ્' અન્ય દ્રવ્યોથી જુદો દેખવો (શ્રદ્ધવો), “તત્ વ નિયમાન્ સભ્ય નમ' એને જ નિશ્ચયથી સમ્યગ્દર્શન કહીએ છીએ. આમાં ત્રણ ન્યાય આવ્યા (૧)
સ્વદ્રવ્ય છે (૨) એનાથી અનેરા (ભિન્ન) દ્રવ્યો છે. અને (૩) રાગાદિ છે. ત્યાં પોતાથી ભિન્ન જે અનેરાં દ્રવ્યો અને રાગાદિ ભાવ છે તેનાથી પૃથક થઈને ભિન્ન પડીને એક નિજ આત્મદ્રવ્યનો અનુભવ કરવો એ જ સમ્યગ્દર્શન છે. બીજામાં, રાગમાં ભેળવીને દેખવો એમ નહીં, એ માન્યતા તો અજ્ઞાન અને મિથ્યા છે. અહીં તો કહે છે કે જે ત્રિકાળી જ્ઞાયકભાવ સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા તે એકને જ દેખવો-અનુભવવો, તેની સમ્યકપ્રતીતિ કરવી એ સમ્યગ્દર્શન છે.
(૧–૧૭૭ ) (૫૦૮) બધા પોતાના ગુણ-પર્યાયરૂપ ભેદોમાં આત્મા વ્યાપેલો છે, રહેલો છે, પ્રસરેલો છે. આવો આત્મા શુદ્ધનયથી એકપણામાં નિશ્ચિત કરવામાં આવ્યો એટલે શુદ્ધનયથી એક જ્ઞાયકમાત્ર આત્મા દેખાડવામાં આવ્યો. તેને સર્વ અનેરા દ્રવ્યો અને દ્રવ્યોના ભાવોથી ન્યારો દેખવો, શ્રદ્ધવો તે નિયમથી સમ્યગ્દર્શન છે. શરીર, મન, વાણી તથા કર્મ અને તેના નિમિત્તથી થતા જે પર્યાયગત રાગોદિ ભાવો તે સર્વથી ભિન્ન અખંડ એક જ્ઞાયકમાત્રની-શ્રદ્ધા-પ્રતીતિ કરવી તે નિશ્ચય સમ્યગ્દર્શન છે.
(૧-૧૭૯) (૫૦૯) વ્યવહારથી નવતત્ત્વની શ્રદ્ધાનો વિકલ્પ કે દેવ-ગુરુ-શાસ્ત્રની શ્રદ્ધાનો વિકલ્પ હોતાં
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com