________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૬. સમ્યગ્દર્શન
Tછે
ઇનિ
(
A)
(દષ્ટિનો વિષય)
(૪૭૬) અહાહા....! શૈલી તો જુઓ! વ્યવહાર સમકિત હોય તો નિશ્ચય સમકિત થાય એમ નથી. વ્યવહાર સમકિત એ સમકિત જ નથી. વ્યવહાર એ તો રાગની પર્યાય છે. નિશ્ચય સમ્યકસ્વરૂપના અનુભવસહિત પ્રતીતિ થવી તે નિશ્ચય સમકિત છે. એની સાથે દેવ-શાસ્ત્રગરુની શ્રદ્ધાનો જે રાગ આવે તેને વ્યવહાર સમકિત કહેવામાં આવે છે. પણ એ છે તો રાગ; કાંઈ સમકિતની પર્યાય નથી
(૧-૧૨ ) (૪૭૭) ભાઈ ! ઝીણી વાત છે. નિયમસારની બીજી ગાથામાં (ટકામાં) કહ્યું છે કે ભગવાન આત્માની સમ્યગ્દર્શનની પર્યાય સ્વ-દ્રવ્યના આશ્રયે ઉત્પન્ન થાય છે, તેને વ્યવહારની અપેક્ષા નથી. નિરપેક્ષપણે સ્વના આશ્રયે થાય છે. સમ્યકદર્શનની પર્યાયને, વસ્તુ જે ઉપાદેય છે એનો આશ્રય છે એમ કહેવું એ તો એની તરફ પર્યાય ઢળી છે એ અપેક્ષાએ કહેવામાં આવે છે; નહીંતર એ સમ્યકદર્શનની પર્યાયના પકારકના પરિણમનમાં પરની તો અપેક્ષા નથી પણ દ્રવ્ય-ગુણની પણ અપેક્ષા નથી.
(૧–૧૨). (૪૭૮) સમ્યકદર્શનમાં આત્મા જ્ઞાનની અપેક્ષાએ પ્રત્યક્ષ છે. (પરના આશ્રય વિના સીધો જ્ઞાનમાં જણાય છે ) સમ્યકદર્શન તો પ્રતીતિરૂપ છે, પણ તે કાળે મતિ શ્રુતજ્ઞાનથી સ્વને પકડતાં પોતે પ્રત્યક્ષ થઈ જાય છે (વેદનની અપેક્ષાએ વાત છે). પરમાર્થ વસ્તુ જ આવી છે, પોતે પોતાથી જણાય તેવી ચીજ છે.
(૧–૧૪) (૪૭૯) મોક્ષમાર્ગપ્રકાશકની પાછળથી રહસ્યપૂર્ણ ચિઠ્ઠીમાં જ્યાં સવિકલ્પ નિર્વિકલ્પનું કથન કર્યું છે ત્યાં કહ્યું છે કે “ચિન્મય આત્મા એકરવરૂપે છે, એમાં સર્વ પરિણામ એકાગ્ર થાય છે. ' માટે દ્રવ્ય અને પરિણામ એક થઈ ગયા એમ નહીં. (અને દ્રવ્ય અને પરિણામ બે થઈને દષ્ટિનો વિષય બને છે એમ પણ નહીં.) ચિન્માત્ર આત્મા કે જે દ્રવ્યાર્થિકનયનો નિશ્ચયનયનો અને સમ્યકદર્શનનો વિષય છે તે તો એકસ્વરૂપે જ છે, ત્રણ રૂપે નહીં. ત્રણ રૂપે પરિણમન છે એમ કહેવું એ અસત્યાર્થ નથી કહેવામાં આવે છે. સમ્યકદર્શન થતાં દ્રવ્યના બધા નિર્મળ પરિણામ દ્રવ્ય તરફ ઢળે છે, એકલી શ્રદ્ધાથી પર્યાય જ ઢળે છે એમ નહીં. ફક્ત મલિન પરિણામ બહાર રહી જાય છે.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com