________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષમાર્ગ-રત્નત્રય
૧૭૩
અહાહા......! મુનિ અને શ્રાવકના વિકલ્પથી પાર ત્રિકાળી શુદ્ઘ દ્રવ્યના અનુભવનરૂપ જે નિર્મળ દર્શન-જ્ઞાન-ચારિત્રમય પરિણતિ છે તે એક જ, કહે છે, ૫૨માર્થ મોક્ષમાર્ગ છે. આ એકાન્ત-સમ્યક્ એકાન્ત છે. આ સિવાય કોઈ પચીસ-પચાસ લાખ દાનમાં ખર્ચે, મોટાં મંદિર બંધાવે ને ભગવાનની પ્રતિષ્ઠા કરાવે તો એ પુણ્ય છે બસ, એ મોક્ષમાર્ગ નથી, કેમકે એ અશુદ્ધ દ્રવ્યના અનુભવનરૂપ હોવાથી અપ૨માર્થ છે, અસત્યાર્થ છે. ભાઈ! દયા, દાન, વ્રત, તપ, ભક્તિના પરિણામ બધા ફોતરા સમાન નિઃસાર છે, અંતઃતત્ત્વ-ચૈતન્યતત્ત્વનો અનુભવન વિના બધું થોથેથોથાં છે. (૧૦–૨૮૮)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com