________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષમાર્ગ-રત્નત્રય
૧૭૧ હોય છે; પુણ્ય-પાપના પરિણામ શુદ્ધ દ્રવ્યના વશે ન થાય, એ તો પરના–નિમિત્તના વિશે થનારાં પરિણામ છે અને તે દુઃખરૂપ છે. અહીં તો દ્રવ્યને દષ્ટિમાં લીધું છે તેથી દ્રવ્યનો સ્વભાવ નિર્મળ-નિર્મળ ભાવથી દ્રવે છે. અહાહા..! નિર્મળ રત્નત્રયની પરિણતિરૂપે દ્રવે છે. અહીં કહે છે-તે પણા વડ-નિર્મળ-નિર્મળ દ્રવવા વડે તન્મય પરિણામવાળો થઈને દર્શનજ્ઞાન-ચારિત્રમાં જ વિહર. પુણ્ય-પાપના ભાવમાં-દુઃખના ભાવમાં તો અનંતકાળથી વિહાર કરતો રહ્યો. હવે અર્થાત્ આ અવસર છે ત્યારે તેમાં મા વિહર, અંદર પૂર્ણાનંદનો નાથ નિર્મળાનંદ પ્રભુ આત્મા છે તેના આશ્રયે જે ક્ષણે ક્ષણે નિર્મળ-નિર્મળ દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ થાય તેમાં જ વિહર, ત્યાં જ વિહર. સ્વર્ગ અને નર્ક આદિ ચારે ગતિ દુ:ખરૂપ જ છે, માટે પુણ્ય અને પાપમાં મા વિહર. એક દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ વિહર.
(૧૦-૨૫૫) (૪૭૧) અહાહા..! કહે છે–પરદ્રવ્યોમાં જરા પણ ન વિહર. આ શુભાશુભ રાગાદિ ભાવમાં મત જા. રાગાદિ ભાવ તો દુઃખનો પંથ છે બાપુ! ત્યાં જતાં તારું સુખ લુંટાય છે. તું નિર્ધાર તો કર કે અંદર તું એક શુદ્ધ જ્ઞાનસ્વરૂપી પરમેશ્વર છો. હમણાં પણ અંદર પરમેશ્વર છો હોં, જો ન હોય તો પરમેશ્વર પદ પ્રગટે ક્યાંથી? તો કહે છે-નિજ જ્ઞાનરૂપને એકને જ અચળપણે અવલંબતો થકો, સમસ્ત પરદ્રવ્યોમાં જરા પણ ન વિહર. અહા ! જ્ઞાનરૂપને એકને જ અવલંબતાં પુણ્ય-પાપનું આલંબન છૂટી જાય છે અને સ્વભાવના વશે નિર્મળ-નિર્મળ દર્શનજ્ઞાન-ચારિત્ર પ્રગટે છે. અહીં કહે છે તેમાં જ વિહર, બીજે પરદ્રવ્યોમાં જરા પણ ન વિહુર. નિર્મળ જ્ઞાન-દર્શન-ચારિત્રમાં વિહરવાનું કહ્યું ત્યાં જ્ઞાનસ્વરૂપ આત્માનું એકનું જ આલંબન છે, બીજું-વ્યવહારનું પણ આલંબન છે એમ નથી.
અહો ! એ વાણી કેવી દિવ્ય અલૌકિક હશે? અરે! ભરતે હમણાં ભગવાનના વિરહ પડી ગયા; પણ વાણી રહી ગઈ. એમાં કહે છે પ્રભુ! તારા દ્રવ્યસ્વભાવનો તને કદીય વિરહ નથી, અંદર જ્ઞાન, શાન્તિ અને આનંદનું ધ્રુવ દળ પડયું છે. તે એકને જ અચળપણે આલંબીને પ્રાપ્ત થતા નિર્મળ દર્શન-જ્ઞાન-ચારિત્રમાં જ તું વિહાર કર, બીજે મત વિહર. નિજસ્વભાવના આલંબન વિના લોકમાં બીજે ક્યાંય ચૈન પડે એમ નથી.
(૧૦-૨૫૬) (૪૭ર). આ પંચમ આરાના મુનિરાજ કહે છે. કહે છે-જે પુરુષ નિર્મળ રત્નત્રયમાં પોતાને સ્થાપીને તેને જ ધ્યાવે છે, તેને જ અનુભવે છે તે અલ્પકાળમાં અવશ્ય મુક્તિ જશે. સમયચે સારવિશાત્ અવશ્ય વિજ્વતિ’ –છે કે નહિ કળશમાં? અહો ! મુનિરાજને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com