________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યગ્દર્શનનો (દષ્ટિનો વિષય)
૧૭૫ દ્રવ્યાર્થિક નયની મુખ્યતામાં “એકના સેવનની જ' (ધ્રુવ આત્માની જ) મુખ્યતા હોય છે. તે કાળ ત્રણ રૂપે પરિણમવું એને ગૌણ કહીને-વ્યવહાર કરીને અસત્યાર્થ કહે છે. (૧-૩૮)
(૪૮૦) મોક્ષમાર્ગથી જે નિર્મળ પર્યાય પ્રગટી તે પરદ્રવ્ય છે. પર્યાય છે ને? તેથી તે પરદ્રવ્ય કહી છે. ત્યાં દષ્ટિનું ધ્યેય એકમાત્ર ધ્રુવ દ્રવ્ય બતાવવું છે એટલે નિર્મળ પર્યાયને પરદ્રવ્ય કહી દીધી છે; તે સ્વદ્રવ્ય નહીં, કારણ કે નિર્મળ પર્યાય પણ આશ્રય કરવા લાયક નથી. સમ્યગ્દર્શનનો વિષય તો એકલો ધ્રુવ, ધ્રુવ, ધ્રુવ ત્રિકાળી છે. તેમાં નિર્મલ પર્યાયને પણ સાથે ભેળવે તો દષ્ટિ એકદમ વિપરીત થઈ જાય. મોક્ષમાર્ગની પર્યાયને પરદ્રવ્ય કહી, કેમકે તેમાંથી નવી પર્યાય આવતી નથી. જેમ પરદ્રવ્યમાંથી નવી પર્યાય આવતી નથી, એમ મોક્ષમાર્ગની પર્યાયમાંથી પણ બીજી નવી પર્યાય આવતી નથી. આ અપેક્ષાએ નિર્મળ પર્યાયને પરદ્રવ્ય કહી છે.
(૧-૬૦) (૪૮૧) આવા એક ધ્રુવસ્વભાવને દષ્ટિનો વિષય ન માનતાં દ્રવ્ય-પર્યાય બેને દષ્ટિનો વિષય માને છે તે ભૂલ છે. (દષ્ટિનો વિષય તો એક ત્રિકાળ ધ્રુવ દ્રવ્ય છે) નિયમસારમાં કહ્યું છે કે અંત તત્ત્વસ્વરૂપ ભગવાન આત્મા અને બહિ:તત્ત્વ એવી નિર્મળ પર્યાય એ બેની માન્યતા (શ્રદ્ધાન) એ વ્યવહાર સમકિત છે. બેને વિષય કરે એ રાગ છે. (તેથી જીવને રાગ જ ઉત્પન્ન થાય) વ્યવહાર સમકિત એ રાગરૂપ પરિણામ છે. બેપણું જેનો વિષય છે તે રાગ છે અને એકપણું (નિજ ધ્રુવસ્વભાવ) તે સમ્યકદર્શનનો વિષય છે.
(૧-૭૦) (૪૮૨) સમ્યકદર્શનમાં રાગથી ભિન્ન અને સ્વભાવથી અભિન્ન એવા એકત્વવિભક્ત આત્માની દિષ્ટિ હોય છે. ત્યાં પણ અતીન્દ્રિય આનંદનો સ્વાદ અલ્પ પ્રમાણમાં હોય છે. ચોથા ગુણસ્થાનમાં સુંદર આનંદનો સ્વાદ અલ્પ આવે છે તો પાંચમા ગુણસ્થાનવર્તી શ્રાવકને તે વિશેષ આવે છે. તેના કરતાં મુનિઓને તો પ્રચુર સ્વસંવેદન હોય છે એટલે પ્રચુર આનંદ હોય છે.
(૧-૮૫) (૪૮૩) અહો ! જે દષ્ટિનો વિષય છે. અર્થાત્ સમ્યગ્દર્શનનો વિષય છે તે આ જ્ઞાયકભાવ અપ્રમત્ત નથી અને પ્રમત્ત પણ નથી; એ રીતે એને શુદ્ધ કહેવાય છે.
અહાહા..! ! ભગવાન, તું અનાદિઅનંત નિત્યાનંદસ્વરૂપ એક પૂર્ણ જ્ઞાયકભાવ છું જેમાં પર્યાયનો-ભેદનો અભાવ છે. તેથી તું શુદ્ધ છે એમ કહેવાય છે. એટલે પરદ્રવ્ય અને તેના ભાવો તથા કર્મના ઉદાયાદિનું લક્ષ છોડી જ્યાં દષ્ટિ ત્રિકાળી જ્ઞાયકભાવ ઉપર ગઈ કે પરિણતિ શુદ્ધ થઈ. એ શુદ્ધ પરિણમનમાં જ્ઞાયક શુદ્ધ છે એમ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com