________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
સમ્યગ્દર્શન (દૃષ્ટિનો વિષય )
૧૭૭
દ્રવ્યનો સ્વભાવ અભેદ છે. તે ઉપર દષ્ટિ જતાં દૃષ્ટિ પણ અભેદ છે. ત્રિકાળી દ્રવ્ય અભેદ છે, માટે તેના આશ્રયે પ્રગટેલી જે દૃષ્ટિ તે પણ અભેદ છે એમ કહે છે.
અહીં વ્યવહાર (અશુદ્ધ પર્યાય) સામે દષ્ટિ (શુદ્ધ પર્યાય ) ને નિશ્ચય કહી છે. ત્રિકાળી સ્વભાવની દૃષ્ટિથી જોઈએ તો દ્રવ્ય નિશ્ચય સત્ છે, અને એના આશ્રયે પ્રગટેલી દૃષ્ટિ પણ નિશ્ચય છે.
વસ્તુ આત્મા ત્રિકાળ છે એ ભૂતાર્થ છે. આવા ભૃતાર્થ સ્વભાવની દૃષ્ટિ થતાં દ્રવ્યષ્ટિ પણ ભૃતાર્થ છે. પર્યાયષ્ટિ અભૂતાર્થ છે, દ્રવ્યષ્ટિ ભૂતાર્થ છે.
ત્રિકાળી દ્રવ્ય-વસ્તુ સત્ય છે. આવા સચ્ચિદાનંદસ્વરૂપ આત્માની દષ્ટિ કરનારી દ્રવ્યદષ્ટિ પણ સત્યાર્થ છે.
ઉપચાર સામે દ્રવ્યદૃષ્ટિ ૫૨માર્થ છે એમ આત્મા સ્વયં પરમ પદાર્થ છે. એની દષ્ટિ
અગાઉ પર્યાયની અશુદ્ધતાને ગૌણ કરી ઉપચાર કહી હતી. અહીં આ છેલ્લા બોલમાં કહ્યું છે. વસ્તુ દ્રવ્ય પોતે પરમાર્થ છે. ત્રિકાળી ધ્રુવ કરી એ દૃષ્ટિ પણ પરમાર્થ છે. ( ૧–૧૦૧ )
(૪૮૮ )
સમ્યગ્દર્શનનો વિષય કે નિર્વિકલ્પ ધ્યાનનો વિષય જે ત્રિકાળી ધ્રુવ એકરૂપ જ્ઞાયક તેમાં સમ્યગ્દર્શન આદિ શુદ્ધ પર્યાયોના ભેદ નથી. અહાહા...! એકલા અભેદ જ્ઞાયકમાં અશુદ્ધતા તો નથી. પણ દર્શન, જ્ઞાન, ચારિત્રની પર્યાયના ભેદનો પણ અવકાશ નથી.
(૧–૧૧૦ )
(૪૮૯ )
કહ્યું ને કે જ્ઞાયકમાં જ્ઞાન, દર્શન, ચારિત્ર વિદ્યમાન નથી. વિધમાન નથી એટલે અભેદ દૃષ્ટિમાં આ ભેદો જણાતા નથી. તે અભેદષ્ટિના વિષય નથી. ભેદનું લક્ષ કરવા જાય ત્યાં વિકલ્પ થાય છે, રાગ થાય છે. ભેદષ્ટિમાં નિર્વિકલ્પ દશા થતી નથી. સમ્યગ્દર્શન એ નિર્વિકલ્પ દશા છે. તે કેમ પ્રગટ થાય એની આ અદ્દભુત વાત છે. આત્મા શુદ્ધ જ્ઞાયક છે. તેની સાથે જ્ઞાન-દર્શન-ચારિત્રની શુદ્ધ પર્યાય ભેળવો તો નિર્વિકલ્પ સમકિત નહીં થાય. અશુદ્ધપણાની વાત તો છોડી દો, દર્શન, જ્ઞાન, ચારિત્રની શુદ્ધ પર્યાયના ભેદ પણ અખંડ જ્ઞાયકની દૃષ્ટિથી બહા૨ ૨હી જાય છે. અભેદષ્ટિમાં પર્યાયભેદ નજ૨માં આવતો જ નથી.
(૧–૧૧૦)
(૪૯૦)
અહાહા ! એકલો ચૈતન્ય જ્ઞાયકભાવ, અભેદસ્વભાવ, એકભાવ સામાન્યસ્વભાવ, નિત્યસ્વભાવ, ધ્રુવસ્વભાવ, સદશએકરૂપસ્વભાવ એ જ એક સમ્યગ્દર્શનનો વિષય છે.
(૧–૧૧૨ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com