________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષમાર્ગ-રત્નત્રય
૧૪૫ અહાહા..! સમોસરણમાં તીર્થકર કેવળી ભગવાન બિરાજમાન હોય અને દિવ્યધ્વનિ છૂટે તે સાંભળી મુનિરાજ એકદમ અંતરસ્વરૂપમાં ઊતરી જાય છે. આ વીજળીના તાંબાના તાર હોય છે ને! બટન દબાવતાં વેંત તાંબાના તારમાં સરરરાટ એકદમ વીજળી ઊતરી જાય છે. તેમ ભગવાનની દિવ્યધ્વનિ સાંભળતાં વેંત સરરરાટ એકદમ મુનિરાજ અંતરસ્વરૂપમાં ઊતરી જાય છે. પરિણતિ ભગવાન આનંદના નાથને તેના તળમાં પહોંચીને પકડે છે. મુનિરાજ સ્વરૂપનું ઉગ્ર ધ્યાન કરીને કેવળજ્ઞાન ઉપજાવે છે અને પછી મોક્ષ પામે છે. અહા ! ભગવાન તો હજુ અરિહંતપદે છે અને મુનિરાજને સિદ્ધપદ ! આવા સ્વરૂપના ધ્યાનનો અચિંત્ય મહિમા છે. પરંતુ વ્યવહારરત્નત્રયનો રાગ કરોડો વર્ષ પર્યત કરે તો પણ તેણે કાંઈ કર્યું નથી. (મતલબ કે નિરર્થક છે.) આવી વાત છે.
(૫-૯૯) (૪૦૯) જેમ હલવો, સાકર, ઘી અને આટામાંથી બને છે તેમ મોક્ષપદની પ્રાપ્તિ શુદ્ધ જ્ઞાનદર્શન-ચારિત્રથી થાય છે. પૂર્ણાનંદનો નાથ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્માની દષ્ટિ થવી તે સમ્યગ્દર્શન છે, શુદ્ધ આત્મતત્ત્વને સ્પર્શીને જે જ્ઞાન થાય તે સમ્યજ્ઞાન છે, સ્વરૂપમાં નિમગ્ન થઈને તેમાં જ લીન રહેવું, અતીન્દ્રિય આનંદનું ભોજન કરવું તે ચારિત્ર છે. આ મોક્ષનો માર્ગ છે.
અજ્ઞાનીના શુભભાવ અનર્થનું કારણ છે; તે પરંપરા મોક્ષનું કારણ નથી. સમ્યગ્દષ્ટિના શુભભાવને ઉપચારથી મોક્ષનું પરંપરા કારણ કહેવાય છે, કેમકે રાગના ફળમાં તે સ્વર્ગના કલેશ ભોગવી, મનુષ્યગતિમાં આવી સ્વરૂપમાં ઠરવાનો ઉગ્ર પુરુષાર્થ કરીને મોક્ષપદ પામશે. આ પ્રમાણે ધર્મી જીવના શુભરાગને મોક્ષની પરંપરા હેતુ ઉપચારથી જ કહેવામાં આવે છે.
(૫-૧૬૭) (૪૧૦) જ્ઞાન” પર્વ વિદિંત શિવહેતુ:' –એમ ચોથા પદમાં અહીં પૂરી ચોખવટ કરી દીધી છે. જ્ઞાનને જ એટલે કે જ્ઞાનસ્વરૂપી ભગવાન શાયકને જ મોક્ષનો હેતુ કહ્યો છે.
કથંચિત્ જ્ઞાનથી અને કથંચિત્ રાગથી એમ કહો તો?
ભાઈ ! કથંચિત્ જ્ઞાનથી અને કથંચિત્ રાગથી (મોક્ષ થાય) એવો સ્યાદ્વાદ વીતરાગના શાસનમાં નથી. અહીં તો કહે છે-પ્રભુ! તું જ્ઞાન છો, તારા જ્ઞાનસ્વરૂપમાં પુણ્ય-પાપના વિકલ્પનો અભાવ છે. આવા નિર્ભેળ, નિર્વિકલ્પ જ્ઞાનસ્વરૂપી આત્મામાં એકાગ્રતા કરીને જ્ઞાનમાત્ર ભાવનો અનુભવ કરવો, ચૈતન્યરસનો-વીતરાગરસનો, શાંતરસનો અનુભવ કરવો એ મોક્ષનું કારણ છે. રાગનો અનુભવ તો આકુળતામય દુઃખ અને બંધનું કારણ છે. સંસારનું કારણ છે. તેથી સર્વ રાગનો નિષેધ કરીને,
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com