________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષમાર્ગ-રત્નત્રય
૧૫૩
ભગવાન આત્માને મોક્ષનું કારણ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર છે. પૂર્ણ સ્વભાવની પ્રતીતિ, પુર્ણ સ્વભાવનું જ્ઞાન અને પૂર્ણ સ્વભાવમાં રમણતા-લીનતારૂપે આત્માનું થવું તે મોક્ષનું કારણ છે. અહીં કહે છે–વ્રત, તપ, શીલ, ભક્તિ, પૂજા, દાન ઇત્યાદિ સમસ્ત શુભકર્મ મોક્ષનું કારણ જે સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તેનું ઘાતનશીલ છે. હવે આવી વાત દુનિયાને બેસે ન બેસે એ દુનિયા જાણે; દુનિયા તો અનાદિથી અજ્ઞાનના પંથે છે. કહ્યું છે ને કે
66
‘દ્રવ્યક્રિયારુચિ જીવડાજી, ભાવ ધરમ રુચિહીન;
ઉપદેશક પણ એવાજી, શું કરે જીવ નવીન ? ”
દ્રવ્યક્રિયા એટલે દયા, દાન, વ્રત, ભક્તિ ઇત્યાદિની રુચિ તો અનાદિથી અજ્ઞાની જીવને છે. વળી તેને ઉપદેશ દેનારા ઉપદેશક પણ એવા મળ્યા જે ઉપદેશે કે-વ્રતાદિ પાળવાં એ ધર્મ છે અને તે કરતાં કરતાં મોક્ષ પમાય. તેથી એ વાત એને પાકી દઢ થઈ ગઈ. વારંવાર સાંભળી ને! એટલે પાકી થઈ ગઈ. હવે એ નવું શું કરે? એને સમકિત કેમ થાય? ન થાય. કેમકે એ પુણ્યના પરિણામ, મોક્ષનું કારણ જે ભગવાન આત્માનાં શ્રદ્ધાન-જ્ઞાન અને રમણતા એનાં ઘાતનશીલ છે, વાત કરનારાં છે. (૬–૧૪૨ )
(૪૨૯)
અહાહા...! પૂર્ણાનંદનો નાથ ચૈતન્યમૂર્તિ ભગવાન શુદ્ધ આત્મદ્રવ્ય જે અનંતજ્ઞાન અને આનંદનું દળ છે તેના આશ્રય લીધા વિના મોક્ષનો માર્ગ ત્રણકાળમાં બીજે ક્યાંયથી પ્રગટે એમ નથી. ભગવાન આત્મા શુદ્ધ ચિદાનંદઘનસ્વરૂપમાત્ર વસ્તુનો આશ્રય-અવલંબન કરવાથી જ મોક્ષનો માર્ગ પ્રગટે છે. આ એક જ રીત છે. આ સિવાય જે વ્રત, તપ, શીલ, દાન, ભક્તિ ઇત્યાદિ શુભભાવ છે તે પોતે જ બંધસ્વરૂપ છે તેથી બંધનું કારણ છે અને મોક્ષના કારણનો ઘાત કરનારા છે...
જે દર્શન-શ્રદ્ધાનથી ભ્રષ્ટ છે તે સર્વ રીતે ભ્રષ્ટ છે; તે કોઈ દિ મુક્તિ પામશે નહિ; તથા જે ચારિત્રથી ભ્રષ્ટ હોવા છતાં સ્વરૂપનાં જ્ઞાન-શ્રદ્ધાનથી યુક્ત છે તો તે સિદ્ધિ પામશે. એને સ્વરૂપની દષ્ટિ હોવાથી ચારિત્ર આવવાનું, આવવાનું આવવાનું અને એની મુક્તિ થશે જ.
ભગવાન આત્મા સચ્ચિદાનંદસ્વરૂપ, સિદ્ધસ્વરૂપ પ્રભુ ચેતનાસ્વરૂપ ત્રિકાળ છે. એની સન્મુખની દૃષ્ટિ, એનું જ્ઞાન અને એમાં જ રમણતારૂપ જે પરિણમન છે તે મોક્ષનું કારણ છે. ભાઈ! વીતરાગ માર્ગ વીતરાગભાવથી શરૂ થાય છે, સમ્યગ્દર્શનથી શરૂ થાય છે. જ્યાં સમ્યગ્દર્શન નથી ત્યાં જ્ઞાન પણ સાચું નથી અને ચારિત્ર પણ સાચું નથી. વિના સમ્યગ્દર્શન જે કાંઈ છે તે મિથ્યાદર્શન-મિથ્યાજ્ઞાન અને મિથ્યાચારિત્ર છે.
(૬–૧૪૩)
Please inform us of any errors on rajesh@AtmaDharma.com