________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૨
અધ્યાત્મ વૈભવ સમજવુંય મુશ્કેલ ! જેનાં મહાભાગ્ય હોય તેના કાને પડે. અને કાને પડે તોય શું? પુરુષાર્થ કરીને જ્યારે અંતર-નિમગ્ન થાય ત્યારે આત્માના જ્ઞાન-શ્રદ્ધાન થાય; સાંભળવામાત્રથી ન થાય. દિવ્યધ્વનિ સાંભળે એટલા માત્રથી આત્માનું જ્ઞાન ન થાય. ભગવાન આત્માનાસ્વદ્રવ્યના આશ્રયથી સમ્યજ્ઞાન થાય. (૬–૧૪૧ )
(૪૨૭)
જ્ઞાતા-દ્રષ્ટાના ચૈતન્યમય પરિણમન વડે મોક્ષનો હેતુ થાય છે અને રાગના પરિણમન વડે મોક્ષનો હેતુ થતો નથી. આ વાત છે. આનંદનો નાથ ભગવાન આત્મા જ્ઞાનનો સમુદ્ર છે. એની ચિ કરી એમાં જ નિમગ્ન થઈને પરિણમવું તે આત્મ સ્વભાવી પરિણમન છે અને એ નિર્મળ સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રનું પરિણમન જ મોક્ષનું કારણ થાય છે. વ્રતાદિના શુભકર્મરૂપ પરિણમન તો અન્યદ્રવ્યસ્વભાવી હોવાથી તેના વડે આત્માનું પરિણમન થઈ શકતું નથી તેથી તે મોક્ષનું કારણ થઈ શકતું નથી.
સમુદ્રના તળિયે મોતી હોય છે. તેને લેવા લોકો સાધનસજ્જ થઈ તળિયે પહોંચે છે. તેમ ભગવાન આત્મા જ્ઞાનનો સમુદ્ર છે. તેની અંદર પૂરા તળમાં જ્ઞાન ને આનંદ અને શાંતિ વગેરે રત્નો પડયાં છે. અહીં કહે છે-ભગવાન! તું શુભાશુભને ભેદીને એના તળમાં જા ને જ્યાં જ્ઞાન અને આનંદ ભર્યાં છે? અહાહા... !
‘ સહેજે સમુદ્ર ઉલસિયો, માંહી મોતી તણાતાં જાય; ભાગ્યવાન કર વાવરે, એની મોતીએ મુઠ્ઠીઓ ભરાય.'
ભગવાન જ્ઞાનસમુદ્ર પોતાના તળમાં ગુણરત્નો લઈને ઊછળી રહ્યો છે. ત્યાં જે ભાગ્યવાન એટલે ધર્મો પુરુષાર્થી જીવ છે તે અંતરમાં તળમાં પહોંચીને આનંદ, શાંતિ અને
જ્ઞાનનાં રત્નોને પ્રાપ્ત કરે છે. તેથી તેને મોક્ષમાર્ગ મળે છે.
વળી
‘ સહેજે સમુદ્ર ઉલસિયો, માંહી મોતી તણાતાં જાય; ભાગ્યહીન ક૨ે વાવરે, એની શંખલે મૂઠીઓ ભરાય.'
જેઓ ભાગ્યહીન એટલે પુરુષાર્થહીન છે, તળમાં જતા નથી તેઓને રાગ અને પુણ્યના શંખલા જ હાથ આવે છે. તેઓને સંસાર જ પ્રાપ્ત થાય છે. અહા! ધર્મીને જ્ઞાન અને આનંદ પાકે અને પુણ્યની રુચિવાળાને સંસાર જ પાકે છે. આવું છે, બાપુ! માર્ગ આવો છે ભાઈ !
(૬-૧૩૭)
(૪૮)
જુઓ, કર્મ મોક્ષના કારણનું તિરોધાન કરનારું છે. શું કહ્યું આ? કર્મ એટલે પુણ્યપાપના ભાવ, ખરેખર તો અહીં કર્મ એટલે પુણ્યના ભાવ એમ લેવું છે, મોક્ષના કારણના ઘાતક છે. વ્રત, તપ, દાન, શીલ, ભક્તિ ઇત્યાદિના શુભભાવ મોક્ષના કારણને ઢાંકનારા એટલે ઘાતનશીલ છે. હવે જે ઘાતનશીલ છે એ મોક્ષના કારણને મદદ કરે એ કેમ બની શકે? (ન જ બની શકે).
Please inform us of any errors on rajesh@AtmaDharma.com