________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષમાર્ગ-રત્નત્રય
૧૫૧ (૪૨૪) ભાઈ ! આ તો ભગવાન જિનેશ્વરદેવ ત્રણ લોકના નાથ ઇન્દ્રો અને ગણધરોની સમક્ષ જે કહેતા હતા તે અહીં દિગંબર સંતો કહે છે. કહે છે-અન્યદ્રવ્યના સ્વભાવ વડે મોક્ષનો હેતુ થાય એવી માન્યતા મિથ્યાદર્શન અર્થાત્ મહાપાપ છે; કેમકે પરમાર્થ મોક્ષનો હેતુ એકદ્રવ્યના સ્વભાવવાળો અર્થાત્ ચૈતન્યસ્વભાવી છે. તેના (ચૈતન્યના) સ્વભાવ વડ જ્ઞાનનું-આત્માનું ભવન-પરિણમન નિર્મળ વીતરાગભાવપણે-આનંદપણે થાય છે, કેમકે એક જીવદ્રવ્યસ્વભાવ વીતરાગસ્વભાવ છે. અહાહા..! એક ચૈતન્યદ્રવ્યના સ્વભાવે જે જ્ઞાતાપણે-આનંદપણેશાન્તિપણે-સ્વચ્છતાપણે-પ્રભુતાપણે જ્ઞાનનું-આત્માનું પરિણમન થાય એ જ મોહનો હેતુ છે. જેણે શુદ્ધ ચૈતન્યથી વ્યાપ્ત ભગવાન આત્મા ઉપર દષ્ટિ મુકી એનું પરિણમન શુદ્ધ ચૈતન્યમય થયું અને એનું એ પરિણમન મોક્ષનું કારણ છે.
દયા, દાન, વ્રતના પરિણામ પુદ્ગલસ્વભાવે હોવાથી તે નિષેધમાં આવ્યા છે. એનાથી ભિન્ન એકદ્રવ્યસ્વભાવે-ચૈતન્યસ્વભાવે જે પરિણમન થાય તે મોક્ષનો હેતુ છે. ભગવાન આત્મા સ્વભાવથી દર્શન-જ્ઞાન-ચારિત્ર સ્વરૂપ છે. તેનું સમ્યક દર્શન-જ્ઞાન-ચારિત્રપણે જે આચરણ થાય, સ્વસ્વરૂપ આચરણ જે થાય તે મોક્ષનો હેતુ છે, તથા જેટલું પરસ્વરૂપ આચરણ છે તે બધું બંધનું કારણ છે.
(૬-૧૩૪ ) (૪૨૫) “મોક્ષ આત્માનો થાય છે તો તે તેનું કારણ પણ આત્મસ્વભાવી જ હોવું જોઈએ. '
જુઓ, આ ન્યાય આપ્યો-કે મોક્ષ એટલે સિદ્ધપદ આત્માને થાય છે માટે એનું કારણ પણ આત્મસ્વભાવમય જ હોવું જોઈએ. મતલબ કે જ્ઞાતા-દ્રરાના વીતરાગી નિરાકુળ આનંદમય જે પરિણામ જે જીવસ્વભાવમય છે તે જ મોક્ષનું કારણ હોઈ શકે, અને છે. હવે કહે છે
જે અન્યદ્રવ્યના સ્વભાવવાળું હોય તેનાથી આત્માનો મોક્ષ કેમ થાય ?'
આ દયા, દાન, વ્રત, તપ, ભક્તિ, પૂજા, ઇત્યાદિનો ભાવ અન્યદ્રવ્યના સ્વભાવવાળો છે. રાગસ્વભાવી છે ને? રાગ કાંઈ જીવસ્વભાવ છે? જો હોય તો રાગ નીકળી કેમ જાય? જુઓ, આ જે વીતરાગ થયા તેમને રાગ નીકળી ગયો ને વીતરાગતા રહી ગઈ. તેથી રાગ અન્યદ્રવ્યના સ્વભાવવાળો છે અને તેથી રાગથી આત્માનો મોક્ષ થઈ શકે નહિ, અર્થાત્ રાગ મોક્ષનું કારણ છે નહિ.
(૬-૧૩૪) (૪ર૬). જુઓ, આ દાંડી પીટીને કાંઈ પણ ગુપ્ત રાખ્યા વિના જાહેર કર્યું કે વ્રત-તપ આદિ ક્રિયા મોક્ષનું કારણ નથી. અહા ! લોકોને આવું સાંભળવું મુશ્કેલ અને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com