________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૫૦
અધ્યાત્મ વૈભવ (૪૨૨ ) અહાહા..! સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણે એકલું જ્ઞાનનું ભવન જ છે. અહીં જ્ઞાન એટલે આત્મા; ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માનું શ્રદ્ધાનસ્વભાવે થવું તે સમ્યગ્દર્શન, એનું પોતાના જ્ઞાનરૂપે થવું એ જ્ઞાન અને એનું રાગના અભાવસ્વભાવે સ્થિરતા-રમણતારૂપ પરિણમન તે ચારિત્ર. એમાં કર્મના અભાવની કે વ્યવહારરત્નત્રયના સદ્દભાવની કોઈ અપેક્ષા નથી. એકલો આત્મા સ્વયં નિર્મળ રત્નત્રયરૂપ પરિણમે છે. નિશ્ચયથી તો દર્શન-જ્ઞાનચારિત્રના પરિણામ સ્વયં પોતાના પારકપણે પરિણમતા થકા પ્રગટ થાય છે. એને દ્રવ્યગુણની પણ અપેક્ષા નથી. (પણ એ વાત અહીં નથી.) અહીં કીધું ને કે આત્માનું પરિણમવું; ત્યાં વીતરાગભાવે પરિણમે એ તો પર્યાય છે. આત્મા (દ્રવ્ય આખું) કાંઈ પર્યાયમાં આવતો નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર એ (સજાતીય) ચૈતન્યમય વીતરાગ પરિણામ છે તેથી ચૈતન્યમય આત્માનું પરિણમન છે એમ અભેદ કરીને કહ્યું પણ એ પરિણમનમાં દ્રવ્યસ્વભાવ આવતો નથી. શુદ્ધ દ્રવ્યના લક્ષે નિર્મળ વીતરાગ પરિણમન થયું તેથી દ્રવ્યનું આત્માનું પરિણમન કહ્યું, બાકી પરિણમન તો પર્યાયમાં થાય છે અને તેને દ્રવ્યસ્વભાવનીય અપેક્ષા નથી.
(૬-૧૨૪) (૪૨૩) પરમાર્થને આશ્રિત યતીશ્વરોને જ કર્મનો નાશ આગમમાં કહ્યો છે. અહીં..સ્વરૂપમાં ગુમ થયેલા અંતર-આનંદમાં રમનારા મુનિવરોને જ આગમમાં મોક્ષ કહ્યો છે. ભાઈ ! તું વ્રત, તપ ઇત્યાદિ વ્યવહારને મોક્ષનું કારણ માને છે પણ શુદ્ધ ચૈતન્ય-સ્વરૂપના આશ્રયે પ્રગટ થતાં વીતરાગપરિણતિરૂપ સમ્યગ્દર્શન-જ્ઞાન અને ચારિત્ર જ મોક્ષનું કારણ છે.........
અહીં કહે છે-યતિવરોને એટલે મુનિવરોને-સંતોને પરમાર્થ કહેતાં શુદ્ધ આત્માના આશ્રયે મોક્ષનો માર્ગ અને મોક્ષ થાય છે અને વ્યવહારમાં લીનપણે જે વિદ્વાનો વર્તે છે તેમને તો બંધ જ થાય છે, સંસાર જ ફળે છે. બંધના કારણને તેઓ મોક્ષનું કારણ સમજે છે તે એમનું અજ્ઞાન અને મિથ્યાત્વ છે. વીતરાગનો આવો માર્ગ છે બાપા! લૌકિકથી સાવ જુદો. આવો માર્ગ કદી સાંભળવા ન મળ્યો હોય એટલે શું સત્ય કાંઈ બીજું થઈ જાય? સત્ય તો ત્રિકાળ જે છે તે જ છે.
પ્રશ્ન-- પણ એ (-વ્રતાદિ) વ્યવહાર મોક્ષમાર્ગ તો છે ને?
ઉત્તર- - વ્યવહાર મોક્ષમાર્ગ તો કથનમાત્ર છે. વ્યવહાર મોક્ષમાર્ગ કાંઈ મોક્ષમાર્ગ નથી. એ તો સાચા મોક્ષમાર્ગના સહચારી રાગને ઉપચારથી મોક્ષમાર્ગ કહીને વ્યવહાર મોક્ષમાર્ગ કહ્યો છે. (એ તો બાહ્ય યથાસંભવ રાગ કેવો છે તે બતાવનારું નિમિત્તનું કથન છે.) અરે ! આમ ને આમ નિશ્ચય-વ્યવહારમાં ભરમાઈને પ્રભુ! તું ચોરાસીના અવતાર કરીકરીને રખડી મર્યો છે!
(૬–૧૩૧ )
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com