________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૮
અધ્યાત્મ વૈભવ ભગવાનની વાત નથી, પણ મોક્ષમાર્ગની વાત છે. મોક્ષમાર્ગ શુભાશુભભાવથી રહિત ( એકલો ) કેવળ શુદ્ધ પરિણમનનો ભાવ હોવાથી કેવળી છે એમ કહ્યું છે. જેને શુભાશુભ રાગનો જરીયે સંગ નથી, સંબંધ નથી એવો કેવળ શુદ્ધ માર્ગ તે કેવળી છે એમ અહીં વાત છે. ભગવાન આત્મા જે કેવળ શુદ્ધ સ્વભાવમય છે તેના આશ્રયે ઉત્પન્ન કેવળ શુદ્ધ પરિણામ તે કેવળી છે. (૬-૮૮ )
(૪૧૭)
જ્ઞાનનું સ્વભાવમાં એકાગ્રપણું એ મનન છે. આ વિકલ્પરૂપ ચિંતનની વાત નથી. શુદ્ધ ચૈતન્યસ્વરૂપમાં એકાગ્રતા-પરિણામની મન્નતા જે છે એને મનનમાત્ર ભાવરૂપ મુનિ કહે છે. તેને અહીં મોક્ષમાર્ગ વા મોક્ષનું કારણ કહે છે. લ્યો, આવું મુનિપણું છે જેમાં વ્રત, તપ ને બાહ્યક્રિયા ક્યાંય છે નહિ. આત્મા જ્ઞાન અને આનંદનો નાથ પ્રભુ પરમ પદાર્થ છે એમાં એકાગ્રતારૂપ મનનમાત્ર ભાવ જે છે તે મુનિ છે; વ્રત, તપના વિકલ્પ તે મુનિ નહિ. અહીં અંતર એકાગ્રતારૂપ જે મોક્ષમાર્ગ છે તેને મુનિ કહ્યો છે. સમજાણું કાંઈ... ? ફક્ત મનનમાત્ર કહ્યું એટલે ત્રિકાળી જ્ઞાનસ્વભાવમાં એકાગ્રતામાત્ર હોવાથી મુનિ છે એમ વાત છે.
(૬-૮૮ )
(૪૧૮ )
અહાહા...! અંદર સચ્ચિદાનંદ પ્રભુ અનંત-અનંત ગુણનો ભંડાર સદા હાજરાહજૂર છે. પણ તારી નજરનાં તું એને લેતો નથી તો એ તને કેમ જણાય ? એને જાણ્યા વિના, ૫રમાર્થભૂત જ્ઞાનથી રહિત થઈ અજ્ઞાનપૂર્વક કરવામાં આવેલાં વ્રત, તપ આદિ કર્મો-જડકર્મો નહિ, પણ રાગરૂપ કાર્યો બંધનાં કારણ છે. અને તેથી તેને બાળવત અને બાળતપ કહીને સર્વજ્ઞ પરમેશ્વરે નિષેધ્યાં છે. તેથી એમ જ ઠરે છે કે જ્ઞાન જ મોક્ષનું કારણ છે. આવી ચોખ્ખચોખ્ખી વાત છે છતાં લોકો ગડબડગોટા કરે છે એ મોટું આશ્ચર્ય છે. (૬-૯૮ )
(૪૧૯ )
વ્રતાદિ રાગની ક્રિયાના અભાવમાં જ્ઞાનીઓને ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્માના આશ્રયે પ્રગટ થયેલી જ્ઞાનની ક્રિયા બાહ્ય વ્રતાદિ શુભકર્મોનો અસદ્ભાવ હોવા છતાં વર્તે છે અને તે મોક્ષનું કારણ છે. જ્ઞાની વ્રતાદિના વિકલ્પથી ભિન્ન પડીને અંદર જ્ઞાનાનંદસ્વરૂપમાં ઠર્યો છે. તેથી વ્રતાદિનાં શુભકર્મોથી રહિત હોવા છતાં તે મોક્ષમાર્ગમાં સ્થિત છે. જ્યારે અજ્ઞાની વ્રતાદિ શુભરાગના વિકલ્પથી ભિન્ન પડીને અંદર સ્વરૂપમાં ઠરતો નથી તેથી એને વ્રતાદિનો શુભરાગ હોવા છતાં એ રાગની ક્રિયાઓ બંધનું કારણ હોવાથી, મોક્ષમાર્ગનો અભાવ છે.
ભગવાન આત્મા જ્ઞાન અને આનંદના અિિમત સ્વભાવથી ભરેલું શુદ્ધ ચૈતન્યતત્ત્વ છે. એનું નિર્મળ પરિણમન-અતીન્દ્રિય જ્ઞાન અને આનંદના સ્વાદથી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com