________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષમાર્ગ-રત્નત્રય
૧૪૭ ભવપરંપરા તો તને અનાદિથી છે. ચાહે નરક હો કે સ્વર્ગ હો, બધાય ભવ દુઃખરૂપ છે. જ્ઞાન જ મોક્ષનું (પરમ સુખનું) કારણ છે; કેમકે જ્ઞાન શુભાશુભ કર્મોના (ભાવના ) બંધનું કારણ થતું નથી. જે શુભાશુભભાવ બંધના કારણ છે તે જ્ઞાનમાં નથી. તેથી શુદ્ધ આત્માના અવલંબનથી જે પુણ્ય-પાપરહિત નિર્મળ શુદ્ધ પરિણતિ પ્રગટ થાય છે એ બંધનું કારણ નથી.
જુઓ, આ અસ્તિ-નાસ્તિ કર્યું, જ્ઞાન મોક્ષનું કારણ છે અને તે શુભાશુભ કર્મોના બંધનું કારણ નથી. જ્ઞાન બંધનું કારણ નથી તેથી તેને એ રીતે મોક્ષનું કારણ પણું બને છે. આ ભગવાન આત્મા જાણવા-દેખવાના ( જ્ઞાતા-દ્રષ્ટા) સ્વભાવવાળો છે. એના જ્ઞાનશ્રદ્ધાનપણે પરિણમન થવું એ આત્માનું પરિણમન છે અને એ પરિણમન મોક્ષનું કારણ છે, કેમકે બંધના કારણથી રહિત છે. અર્થાત્ એમાં અંશ પણ બંધનનું કારણ નથી. ગંભીરવાત છે ભાઈ ! બંધભાવમાં અંશે પણ મોક્ષમાર્ગ નહિ અને મોક્ષમાર્ગમાં બંધનો અંશમાત્ર પણ નહિ. શુદ્ધ ચૈતન્યસ્વભાવના જ્ઞાન, શ્રદ્ધાન અને રમણતા એ ચૈતન્યની જ્ઞાનસ્વભાવરૂપ પરિણતિ છે અને તે મોક્ષનું કારણ છે.
(૬-૮૪) (૪૧૫) જ્ઞાનને સમય કહે છે. સમય એટલે સમ્-અય-સમ્યક પ્રકારે જ્ઞાનનું પરિણમન કરે, આનંદનું પરિણમન કરે અને એકીસાથે એકરૂપે પ્રવર્તમાન અનંતગુણોનું પરિણમન કરે તે સમય નામ આત્મા છે. એ આત્માના આશ્રયે પુણ્ય-પાપના વિકલ્પથી રહિત જે નિર્મળ વીતરાગી પરિણતિ ઉત્પન્ન થાય તે જ્ઞાન મોક્ષનું કારણ છે.
સમય એટલે સ+અય. જ્ઞાનનું “સમ્’-એકીસાથે “અય” એટલે જાણવું અને પરિણમવું તે સ્વરૂપ હોવાથી જ્ઞાન સમય છે. આ મોક્ષમાર્ગની દશા (-પર્યાય ) વાત છે. અહીં સમય એટલે દ્રવ્ય નહિ, પર્યાય સમજવી. શુદ્ધ ચૈતન્યવહુ ત્રિકાળ છે તે સમય છે અને તેના આશ્રયે જ્ઞાનનું જ્ઞાનપણે જે નિર્મળ પરિણમન છે તે પણ સમય છે, અને એ મોક્ષનું કારણ છે. તેમાં બંધનું કારણ જે શુભાશુભ કર્મ તે નથી માટે તે મોક્ષનો ઉપાય છે. આને પરમ પદાર્થ કહેવાય છે. આત્મા પોતે પરમ પદાર્થ પરમાત્મા છે અને એનું જ્ઞાનરૂપ પરિણમન જે મોક્ષના ઉપાયભૂત છે તે પણ પરમ પદાર્થ છે.
(૬-૮૭) (૪૧૬) પોતે ભગવાન આત્મા અક્ષય અને અમેય એટલે અપરિમિત બેહદ સ્વભાવયુક્ત ગંભીર છે. અહાહા....! ભગવાન આત્માનો એક એક ગુણનો બેહદ મર્યાદા વિનાનો અગાધ સ્વભાવ છે. આવો જે અનંતગુણ મંડિત આત્માસ્વભાવ છે તેનું એકત્વરૂપ પરિણમન તે કેવળી છે. કેવળી એટલે રાગ વિનાનો એકલો, કેવળ ભાવ. આ કેવળી
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com