________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૬
અધ્યાત્મ વૈભવ (૪૬૨) અહીં જે શુભરાગનો વિકલ્પ છે તેને પરદ્રવ્ય કહ્યું છે, કેમકે તે પરાશ્રિત ભાવ છે. નવતત્ત્વના ભેદનું શ્રદ્ધાન, ભેદનું જ્ઞાન ને રાગનું આચરણ-વેદન એ બધા પરાશ્રિત ભાવ હોવાથી પરદ્રવ્ય છે, માટે તે ખરેખર મોક્ષમાર્ગ નથી-એક નિર્મળ દર્શન જ્ઞાન-ચારિત્ર જ મોક્ષમાર્ગ છે, કારણ કે તે સ્વ-આશ્રિત હોવાથી સ્વદ્રવ્ય છે.
અહાહા...! આત્મા પોતે પૂર્ણાનંદનો નાથ પ્રભુ ભગવાન નામ જ્ઞાન-આનંદની લક્ષ્મીનો ભંડાર છે. પર્યાય, રાગ ને નિમિત્તથી હુઠી, તેની સન્મુખ થવાથી શુદ્ધ દર્શન-જ્ઞાનચારિત્રની પર્યાય પ્રગટ થાય છે. તે મોક્ષમાર્ગ છે. દર્શન-જ્ઞાન-ચારિત્ર જ મોક્ષમાર્ગ છે એમ
જ' કહીને એકાન્ત કર્યું છે. આ સમ્યક એકાન્ત છે અને તે બીજો કોઈ (વ્યવહાર, રાગ) મોક્ષમાર્ગ નથી એમ સિદ્ધ કરે છે. નિશ્ચય મોક્ષમાર્ગ આત્માશ્રિત છે. માટે તે સ્વદ્રવ્ય છે. અહાહા...! નિર્વિકલ્પ, નિરાકુળ આનંદની દશાનો અનુભવ તે સ્વદ્રવ્યાશ્રિત હોવાથી સ્વદ્રવ્ય છે. અહીં આત્માના આશ્રયે પ્રગટ થયેલો મોક્ષમાર્ગ તે આત્મા-સ્વદ્રવ્ય છે, અને શરીરાશ્રિતપરાશ્રિત જે ભાવ તે પરદ્રવ્ય છે, આત્મા નથી એમ વાત છે.
(૧૦-૨૩૫) (૪૬૩) મોક્ષ છે તે સર્વકર્મના અભાવરૂપ આત્મપરિણામ છે, એક તો મોક્ષ છે તે આત્મપરિણામ છે અને તે સર્વકર્મના અભાવરૂપ આત્મ-પરિણામ છે. અહાહા...! મોક્ષ અર્થાત્ સિદ્ધપદ એટલે શું? આત્માની પૂર્ણ પવિત્ર, પૂર્ણ વીતરાગ, પૂર્ણ આનંદમય દશાનું નામ મોક્ષ છે. દુ:ખથી મુકાવું ને પૂર્ણ પવિત્ર વીતરાગ પરિણામનું પ્રગટ થવું એનું નામ મોક્ષ છે. ભાવકર્મ, દ્રવ્ય કર્મ અને નોકર્મના અભાવરૂપ પરિણામનું નામ મોક્ષ છે, તે આત્મ-પરિણામ છે. માટે, કહે છે, તેનું કારણ પણ આત્માના પરિણામ જ હોવું જોઈએ. જુઓ, આ ન્યાય કહે છે. એમ કે આત્માના પૂર્ણ દર્શન, જ્ઞાન, સુખ અને વીર્યના પરિણામ જો મોક્ષ છે તો મોક્ષમાર્ગ પણ આત્માના જ પરિણામમય હોવો જોઈએ. મતલબ કે નિશ્ચય મોક્ષમાર્ગ તે આત્માના પરિણામ છે, સ્વદ્રવ્યરૂપ છે.
શબ્દશ્રુતનું જ્ઞાન , નવતત્ત્વની ભેદરૂપ શ્રદ્ધાનો વિકલ્પ અને પંચમહાવ્રતાદિના પરિણામ તે મોક્ષમાર્ગ નથી એમ અહીં કહેવું છે; કેમ! કેમકે તે આત્માના પરિણામ નથી. જ્યારે દર્શનજ્ઞાન-ચારિત્ર તે આત્માના પરિણામ છે, માટે નિશ્ચયથી તે જ મોક્ષમાર્ગ છે. અહાહા..! પરમપરિણામિક ધ્રુવ સ્વભાવભાવ-તેની નિર્મળ રત્નત્રયરૂપ પરિણતિ તે મોક્ષનું કારણ અને તેની પૂર્ણતા થવી તે મોક્ષ છે. પણ પરાશ્રિત પરિણામ-વિભાવ પરિણમે તે કારણ અને આત્મપરિણામરૂપ મોક્ષ તેનું કાર્ય-એમ નથી, એમ હોઈ શકતું નથી. વ્યવહાર રત્નત્રય તે કારણ ને મોક્ષ તેનું કાર્ય એમ નથી, કારણ કે વ્યવહાર રત્નત્રયના પરિણામ આત્મપરિણામ નથી; તે અનાત્મ-પરિણામ છે; અજીવના પરિણામ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com