________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૮
અધ્યાત્મ વૈભવ
એમ છે કે-દેહની નગ્નદશા અને વ્રતના વિકલ્પ તે દેહાશ્રિત છે તેથી એનાથી મોક્ષ થાય વા તે મોક્ષનું કારણ છે એમ આગ્રહ છોડી દેવો જોઈએ. ભાઈ ! મુનિદશામાં બહાર લિંગ તો નગ્ન જ હોય છે; પણ તે મુક્તિમાર્ગ એવો દૂરભિનિવેશ છોડી દેવાની ત્યાં વાત છે. વસ્ર સહિત મુનિપણું હોય એવો માર્ગ ત્રણકાળમાં નથી. મુનિને અવશ્યપણે નગ્નદશા જ હોય છે. વસપાત્ર વગેરે પરિગ્રહ મુનિને હોઈ શકે જ નહિ; વસ્રસહિત લિંગ તો કુલિંગ જ છે, બીજા લિગથી મુનિપણું હોય એવો તો માર્ગ જ નથી. સમજાણું કાંઈ... ?
હાથીના હોદ્દે મરુદેવી માતા સમોસરણમાં ભગવાનનાં દર્શન કરવા જતાં હતાં ને ત્યાં એકદમ કેવળજ્ઞાન થઈ ગયું, મલ્લિનાથ ભગવાનને સ્ત્રીનો દેહ હતો, ઇત્યાદિ આ બધી કલ્પિત ખોટી વાતો છે. તીર્થંકરનો સ્ત્રીનો દેહ હોય નહિ. સ્ત્રીને મુનિદશા પણ હોઈ શકે નહિ. પાંચમા ગુણસ્થાનથી ઉપરની દશા સ્ત્રીદેહવાળાને હોતી નથી. અનંતા મુનિવરો ને તીર્થંકરો મોક્ષ પધાર્યા તે સર્વને બાહ્ય નદશા જ હતી. તથાપિ અહીં એમ વાત છે કે-બાહ્યલિંગ મોક્ષનું કારણ નથી. તેથી એમ અર્થ નથી કે ગમે તે લિંગ હોય ને મુનિપણું આવે ને મોક્ષ થઈ જાય. ભાઈ! અનંત જ્ઞાનીઓની પરંપરામાં પરમાગમની આ અનુમતિ-આજ્ઞા છે કે દ્રવ્યલિંગ મોક્ષનું કારણ નથી, અર્થાત નગ્નદશા અને પંચમહાવ્રતાદિથી મોક્ષ થાય એમ સૂત્રની અનુમતિ નથી. દર્શન જ્ઞાન-ચારિત્ર જ મોક્ષમાર્ગ છે, માટે આત્માને ત્યાં જ જોડવા જોઈએ. આ સૂત્રની અજ્ઞા છે સમજાણું કાંઈ... ! (૧૦–૨૪૨ )
(૪૬૬ )
ભાઈ ! ભાવલિંગસહિતનું દ્રવ્યલિંગ તો યથાર્થ એવું (નગ્નદશા આદિ ) જ હોય પણ ત્યાં એક ભાવલિંગ જ મોક્ષનું કારણ છે, દ્રવ્યલિંગ મોક્ષનું કારણ નથી, તથાપિ કોઈ દ્રવ્યલિંગને જ મોક્ષનું કારણ જાણી ભેખ ધારણ કરે તેને દ્રવ્યલિંગનો પક્ષ છોડાવવા માટે આ ઉપદેશ છે. ભાઈ! દિગંબર ધર્મ કોઈ પક્ષ નથી, એ તો વસ્તુ સ્વરૂપ છે. ૫રમાર્થ મોક્ષમાર્ગ તો આત્માના જે દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ પરિણામ તે જ છે; માટે આત્માને તેમાં જ જોડવો જોઈએ...
અહાહા...! બાહ્યલિંગનો પક્ષ છોડી જેઓ સ્વરૂપમાં સમાઈ ગયા, સ્વરૂપના આશ્રયમાં ડૂબી ગયા તેઓ નિગ્રંથ ( મુનિવરો ) છે, ને એવા નિગ્રંથનો પંથ જ મોક્ષપંથ છે, એ જ ભવના અંતનો ઉપાય છે. બાહ્યલિંગ તો એ જ હોય, પણ તે મોક્ષનો પંથ નથી. ત્યારે શ્રીમદ્દનો આધાર દઈ કોઈ વળી કહે છે–
જાતિવેશનો ભેદ નહિ, કહ્યો માર્ગ જો હોય; સાધે તે મુક્તિ લહે, માર્ગભેદ નહિ કાઈ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com