________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષમાર્ગ-રત્નત્રય
૧૬૭ છે. અજીવના પરિણામથી જીવના પરિણામરૂપ મોક્ષ કેમ થાય? ન થાય. (૧૦-૨૩૫)
(૪૬૪). ભાઈ ! હમણાં પણ અંદર ચૈતન્યચમત્કારથી ભરેલો મોટો ભગવાન છે. તેનો ચમત્કાર શું કહીએ? તેના આશ્રમમાં જતાં નિર્મળ નિર્મળ રત્નત્રયના પરિણામ પ્રગટ થાય છે, મોક્ષમાર્ગ ને મોક્ષ પ્રગટ થાય છે. અરે! પણ પોતે પોતાને જ ભૂલી ગયો છે, ને ભૂલની ભ્રમણાથી ભવભ્રમણ કર્યા કરે છે; કદીક ઊઠે છે તો દેહમય લિંગમાં-દ્રવ્યલિંગમાં મૂચ્છ પામી તેને જ મોક્ષમાર્ગ માને છે ! પણ ભાઈ ! લિંગ દેહુમય છે, જડ પુદ્ગલ દ્રવ્યમય છે, તે મોક્ષનું કારણ નથી. શરીરની ક્રિયા ને રાગની ક્રિયા તે મોક્ષનું કારણ નથી....
અહાહા..! આત્મા પરિપૂર્ણ પ્રભુ ત્રિકાળ નિરાવરણ શુદ્ધ છે, બેહદ જ્ઞાન અને આનંદનો ભંડાર છે. તેના આશ્રયે નીપજતા પરિણામ મોક્ષનું કારણ બને છે, પણ દેહમય લિંગ મોક્ષનું કારણ નથી, કેમકે પરમાર્થે અન્યદ્રવ્યને અન્યદ્રવ્ય કરતું નથી એ નિયમ છે. કરે છે એમ કહીએ એવો વ્યવહાર છે, પણ પરમાર્થે એમ વસ્તુસ્થિતિ નથી; અન્યદ્રવ્યને અન્યદ્રવ્ય કરે એમ વસ્તુસ્થિતિ નથી.
અનંત કાળે આવો અવસર મળ્યો તો આનો નિર્ણય કરજે ભાઈ ! હુમણાં નહિ કરે તો ક્યારે કરીશ બાપુ? બહારના પ્રતિકૂળ પ્રસંગમાં પણ વસ્તુને પકડજે. કોઈ ઉપસર્ગ આવે તેને પણ ગણીશ મા. અહાહા...! અતીન્દ્રિય આનંદનો સાગર અંદર છલોછલ ભર્યો છે તેમાં ડૂબકી લગાવી તેમાં જ નિમગ્ન થઈ જા. એ જ મોક્ષનો મારગ છે અને એનું જ ફળ મોક્ષ છે; રાગ કાંઈ મારગ નથી, દેહમય લિંગ એ મારગ નથી; કારણ કે અન્ય દ્રવ્યને અન્યદ્રવ્ય કાંઈ કરતું નથી એ નિયમ છે.
(૧૦-૨૩૯) (૪૬૫) અનંત ગુણોથી ભરેલો મીઠો મહેરામણ જ્ઞાનસ્વરૂપી પ્રભુ આત્મા છે. તેના આશ્રયે પ્રગટ થયેલા શુદ્ધ દર્શન-જ્ઞાન-ચારિત્રના પરિણામ જ મોક્ષનો માર્ગ છે. માટે હે ભાઈ ! તેમાં જ આત્માને જોડવાયોગ્ય છે-એમ સૂત્રની અનુમતિ છે. લ્યો, આ આગમની આજ્ઞા ને આ જિનશાસનનો આદેશ! વ્રતાદિના રાગમાં રોકાઈ રહે એ ભગવાનનું ફરમાન નથી. છટ્ટ ગુણસ્થાને મુનિરાજને વ્રતાદિનો વિકલ્પ હોય છે, તે દ્રવ્યલિંગ છે. તેને છોડીને, કહે છે, નિજાનંદરસમાં લીન થઈ જા, નિજાનંદધામ-સ્વઘરમાં જઈને નિવાસ કર. અરે! એણે અનંતકાળમાં સ્વઘર-નિજઘર ભાળ્યું નથી ! ”
વસૂસહિત લિંગ હોય તો પણ મુનિપણું આવે એમ કોઈ પંડિતો કહે છે, પણ તે બરાબર નથી. સમાધિતંત્ર (ગાથા ૮૭-૮૮-૮૯) ના આધારથી તેઓ કહે છે- મોક્ષમાર્ગમાં લિંગ-જાતિનો આગ્રહ-અભિનિવેશ ન હોવો જોઈએ; અર્થાત્ વસ્રસહિત પણ મુનિલિંગ હોય. પણ તેમનો તે મિથ્યા અભિનિવેશ છે. સમાધિતંત્રમાં તો આશય
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com