________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષમાર્ગ-રત્નત્રય
૧૬૫
આ મોક્ષમાર્ગની ઉપાસના કરી મોક્ષપદ પ્રાપ્ત કર્યું છે. ભાઈ! દ્રવ્યલિંગ હો, પણ તે મોક્ષમાર્ગરૂપ નથી, આકરી વાત બાપા! કાયરનાં કાળજાં કંપે એવી વાત છે, પણ આ સત્ય વાત છે. અરે! લોકોએ બહારની તપસ્યા અને બાહ્ય ત્યાગમાં (દ્રવ્યલિંગમાં) ધર્મ માન્યો છે, પણ ભાઈ! તે માર્ગ નથી, જિનમાર્ગ નથી. સ્વસ્વરૂપમાં ઉગ્ર રમણતા કરવી તેનું નામ ચારિત્ર ને તે ધર્મ ને તે તપ છે. ભગવાને આવી તપશ્ચર્યા કરી મોક્ષની સાધના કરી છે.
(૧૦–૨૩૦)
(૪૬૦)
આ શરીરની નદશા, પાંચ મહાવ્રત અને અઠ્ઠાવીસ મૂલગુણને ધારણ કરવું એવું જે દ્રવ્યલિંગ તે જો મોક્ષનું કારણ હોત તો અદ્વૈત ભગવંતો અને મુનિવરો દેહ અને શુભરાગનું મમત્વ છોડી દર્શન-જ્ઞાન-ચારિત્રને શા માટે સેવત? જો દ્રવ્યલિંગથી મુક્તિ થતી હોત તો તેઓ દર્શન-જ્ઞાન-ચારિત્રને કેમ સેવત ? આ અઠ્ઠાવીસ મૂલગુણનો બાહ્ય વ્યવહાર તે વાસ્તવિક મુનિપણું નથી ભાઈ! એ તો ભાવલિંગી સંત-મુનિવરને સહચ૨૫ણે હોય છે, નિમિત્તપણે હોય છે તેથી તેને દ્રવ્યલિંગ કહ્યું છે. અહાહા...! દ્રવ્યલિંગ નથી એમ પણ નહિ, ને દ્રવ્યલિંગ સત્યાર્થ મોક્ષમાર્ગ છે એમ પણ નહિ. ભાઈ! મારગ જેમ છે તેમ યથાર્થ જાણવો જોઈએ. બાકી વસ્ત્રાદિ રાખે એ તો ભાવલિંગેય નહિ ને દ્રવ્યલિંગેય નહિ, એ તો કુલિંગ છે.
(૧૦–૨૩૧ )
(૪૬૧ )
આહાહા... ! કહે છે-દ્રવ્યલિંગ જો મોક્ષનું કારણ હોત તો મુનિવરો તેનો ત્યાગ શા માટે કરત? તેનું મમત્વ છોડી દર્શન-જ્ઞાન-ચરિત્રને શા માટે સેવત? દ્રવ્યલિંગથી જ મોક્ષને પામત ! પણ એમ નથી ભાઈ! માટે એ નક્કી થયું કે દેહમયલિંગ મોક્ષમાર્ગ નથી; ૫૨માર્થે દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ આત્મા જ મોક્ષનો માર્ગ છે.
અહાહા...! અતીન્દ્રિય આનંદની પ્રાપ્તિ-પૂરણ આનંદની પ્રાપ્તિ થવી તે મોક્ષ છે, નાસ્તિથી કહીએ તો દુઃખનો સર્વથા અભાવ થવો, સર્વથા દુ:ખથી મુકાવું તે મોક્ષ છે. રાગનો અંશ પણ આત્માની શાન્તિને-આનંદને રોકનારો છે. તેથી મુનિવરો દેહ ને રાગનું મમત્વ છોડી એક દર્શન-જ્ઞાન-ચારિત્રને જ સેવે છે. અહીં દર્શન-જ્ઞાન-ચારિત્રને સેવે છે કહ્યું તે પર્યાયથી-વ્યવહારથી વાત છે. નિશ્ચય દર્શન-જ્ઞાન-ચારિત્ર એ ત્રણ પર્યાય-ભેદ છે, પણ નિશ્ચયે એ ત્રણ એક આત્મા જ છે; તેથી એક આત્માનું જ સેવન છે. ૫૨માર્થે દર્શન-જ્ઞાનચારિત્રમય આત્મા જ મોક્ષનો માર્ગ છે. અહાહા...! ભેદને છોડીને જેનો અપરંપાર મહિમા છે એવા ચૈતન્યચિંતામણિ પ્રભુ આત્માને આશ્રયે પ્રગટ નિર્મળ રત્નત્રય એ જ સત્યાર્થ મોક્ષમાર્ગ છે, બાહ્ય દ્રવ્યલિંગ મોક્ષમાર્ગ નથી. (૧૦–૨૩૨ )
Please inform us of any errors on rajesh@AtmaDharma.com