________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬૨
અધ્યાત્મ વૈભવ અહીં ભાવનારૂપ પર્યાયને મોક્ષના કારણભૂત પર્યાય કહેલ છે. બીજી જગ્યાએ એમ આવે છે કે મોક્ષની પર્યાય મોક્ષના કારણભૂત પર્યાયથી પ્રગટ થતી નથી. વાસ્તવમાં તે સમયની કેવળજ્ઞાન અને મોક્ષની દશા એના પોતાના પારકના પરિણમનથી સ્વતંત્ર ઉત્પન્ન થાય છે, પૂર્વની મોક્ષમાર્ગની પર્યાયની એને અપેક્ષા નથી. જોકે મોક્ષની દશાના પૂર્વ મોક્ષમાર્ગની પર્યાય જ અવશ્ય હોય છે તોપણ મોક્ષની દશા તે સમયનું સ્વતંત્ર સત્ છે. મોક્ષમાર્ગની પર્યાયના કારણે મોક્ષની દશા થઈ છે એમ નથી. આવો માર્ગ છે ભાઈ !
(૯-૧૪૧) (૪૫૩). જુઓ, આત્માના પાંચ ભાવોમાં કયા ભાવ મોક્ષનું કારણ છે એની આ વાત ચાલે છે. ત્યાં કહે છે-શુદ્ધ એક ચૈતન્યસ્વભાવની ભાવનાથી પ્રગટેલા ઔપશમિક આદિ ત્રણ ભાવો મોક્ષનું કારણ છે, ને તે ત્રણે ભાવો રાગરહિત શુદ્ધ છે. રાગ છે તે ઔદયિકભાવ છે અને તે મોક્ષના કારણભૂત નથી. આ પ્રમાણે અસ્તિ-નાસ્તિરૂપ મોક્ષમાર્ગનું સ્વરૂપ કહ્યું આવા મોક્ષમાર્ગની શરૂઆત ચોથા ગુણસ્થાનથી થાય છે. શુદ્ધ આત્મ-દ્રવ્યનું અવલંબન ચોથે ગુણસ્થાનેથી શરૂ થાય છે. ત્યાં જેટલું શુદ્ધાત્માનું અવલંબન તેટલી શુદ્ધતા છે; ને તે શુદ્ધતાને જ ઉપશમાદિ ભાવત્રય કહે છે, ઉદય ભાવ-રાગભાવ તો એનાથી બહાર જ છે.
અરે જીવ! મોક્ષના કારણરૂપ તારી નિર્મળદશા કેવી હોય તેને ઓળખ તો ખરો! અહા! તારી સ્વરૂપ સંપદાને ઓળખતાં તે પ્રગટ થાય છે. ભાઈ ! મોક્ષના કારણરૂપ તે દશા
-શુદ્ધ એક પરમસ્વભાવભાવને જ અવલંબનારી છે, પરને ને રાગને અવલંબનારી
નથી. -દેહ, મન, વચન આદિ જગતના સર્વ અભ્યપદાર્થોથી ભિન્ન છે. -પુણ્ય-પાપ-આદિ ભાવકર્મથી પણ ભિન્ન છે. તેમાં રાગનો એક કણ પણ સમાતો
નથી.
-શુદ્ધ ઉપાદાનકારણભૂત છે.
અહા મોક્ષના કારણરૂપ તે દશા સ્વરૂપનાં શ્રદ્ધાન-જ્ઞાન-રમણતા આદિ નિજભાવોથી ભરપૂર છે. અહો! સમકિતીને સ્વાવલંબે પ્રગટેલી ચૈતન્યસંપદા આગળ જગતની જડસંપદા કાંઈ નથી; કેમકે પુણ્યન આધીન એ જડસંપદા પરમસુખમય મોક્ષને દેવા સમર્થ નથી. આવી વાત છે.
(૯-૧૫૩). (૪૫૪) જુઓ, સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્ર તે આત્માના ધર્મો છે. અહાહા..! ભગવાન આત્મા નિત્યાનંદ પ્રભુ સદા જ્ઞાનસ્વરૂપી છે. તેની અંતર્દષ્ટિ થઈ પ્રતીતિ થવી તે
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com