________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૬O
અધ્યાત્મ વૈભવ (૪૪૭) અહાહા...! આત્મદ્રવ્ય સહજ એક શુદ્ધ પરમપારિણામિકભાવલક્ષણ સદા પરમાત્મસ્વરૂપ ચિન્માત્ર વસ્તુ છે. અહીં આવા નિજ પરમાત્મદ્રવ્યના સમ્યકશ્રદ્ધાન-જ્ઞાન-અનુચરણરૂપ પર્યાયે જીવ પરિણમે એનું નામ ધર્મ અને એનું નામ મોક્ષનો માર્ગ છે. જુઓ, દેવ-ગુરુ-શાસ્ત્રનું ભેદરૂપ શ્રદ્ધાન એ કાંઈ વાસ્તવિક શ્રદ્ધાન-સમકિત નથી; અને શાસ્ત્રનું જ્ઞાન તે કાંઈ વાસ્તવિક સમ્યજ્ઞાન નથી, પણ પોતે સદાય અંદર શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ કારણ પરમાત્મા વિરાજી રહ્યો છે તેના સભ્યશ્રદ્ધાનજ્ઞાન અનુચરણરૂપ પર્યાય પરિણમવું તેનું નામ સમ્યગ્દર્શન-જ્ઞાન ચારિત્ર છે અને તે સત્યાર્થ મોક્ષમાર્ગ છે.
(૯-૧૨૧) (૪૪૮). અહીં...! સર્વજ્ઞદેવ ત્રિલોકનાથ અરિહંત પરમાત્મા એમ ફરમાવે છે કે સમ્યગ્દર્શન જ્ઞાન-ચારિત્રના પરિણામ છે તે શુદ્ધાત્માભિમુખ પરિણામ છે, અર્થાત્ તે પરિણામ રાગથી ને પરથી વિમુખ અને સ્વભાવથી સન્મુખના પરિણામ છે. અહીં! જેને આગમભાષાએ ઉપશમ, ક્ષયોપશમ અને ક્ષાયિક ભાવ કહીએ તે શુદ્ધત્માભિમુખ અર્થાત્ સ્વભાવસનુખના પરિણામ છે અને તેને મોક્ષનો માર્ગ કહેવામાં આવે છે. શુદ્ધ આત્મવસ્તુ સહજશુદ્ધપારિણામિકભાવલક્ષણ નિજપરમાત્માદ્રવ્ય છે. તેથી સન્મુખના પરિણામને આગમભાષાથી ઉપશમાદિ ભાવત્રય કહીએ છીએ, અધ્યાત્મભાષાથી તેને શુદ્ધાત્માભિમુખ કહીએ છીએ અને તેને જ મોક્ષનો માર્ગ કહીએ છીએ. ભાઈ ! દયા, દાન, વ્રત, ભક્તિ આદિના પરિણામ છે તે તો ઔદયિકભાવ છે અને તે પરસનુખના ભાવ છે. તેથી તે ધર્મ નથી તેમ ધર્મનું કારણેય નથી. સ્વાભિમુખ સ્વદશા જ એક મોક્ષનું કારણ છે, મારગ આવો સૂક્ષ્મ છે ભાઈ !
(૯-૧૩૧). (૪૪૯ ) ભાઈ ! અનાદિ-અનંત સદા એકરૂપ પરસ્વભાવસ્વરૂપ નિજપરમાત્મદ્રવ્ય તે ધ્રુવ ત્રિકાળ છે, ને મોક્ષમાર્ગ તે પરમસ્વભાવભાવના આશ્રયે પ્રગટેલી વર્તમાન પર્યાય છે. એક ત્રિકાળભાવ ને એક વર્તમાન પર્યાયભાવ; આવા દ્રવ્ય-પર્યાયરૂપ બને સ્વભાવો વસ્તુમાં એકસાથે છે. વસ્તુ કદી પર્યાય વગરની હોય નહિ; દરેક સમયે તે નવી નવી પર્યાયે પરિણમ્યા કરે છે. તે પર્યાય જો અંતર્મુખ સ્વભાવભાવમાં ઢળેલી હોય તો તે મોક્ષનું કારણ છે, ને બહિર્મુખ પરભાવમાં ઢળેલી હોય તો તે બંધનું કારણ છે. આમ બંધ-મોક્ષની રમતું તારી પર્યાયમાં જ સમાય છે; બીજું કોઈ તારા બંધ-મોક્ષનું કારણ નથી. પોતાના પરમસ્વભાવમાં એકાગ્ર થઈને આનંદને અનુભવનારી ધ્રુવમાં ઢળેલી ને ધ્રુવમાં ભળેલી જે દશા થાય તે મોક્ષમાર્ગ છે અને તે ધર્મ છે. ધ્રુવસામાન્યને ધ્યેયમાં લઈને જે દશા પ્રગટી તે નવી છે; ધ્રુવ નવું નથી પ્રગટયું પણ નિર્મળ અવસ્થા નવી પ્રગટી છે, ને તે વખતે મિથ્યાત્વાદિ જૂની અવસ્થાનો નાશ થયો છે. નાશ થવું ને
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com