________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
મોક્ષમાર્ગ-રત્નત્રય
૧૫૫
અલૌકિક છે. અહીં કહે છે-જેને આવો મોક્ષમાર્ગ મળ્યો, જ્ઞાનજ્યોતિ પ્રગટ થઈ તે શુદ્ઘનયના બળથી કેવળજ્ઞાન સાથે પરોક્ષ ક્રીડા કરે છે, અને કેવળજ્ઞાન થતાં સાક્ષાત્ થાય છે-એટલે કે કેવળજ્ઞાન થતાં શુદ્ધનય પૂર્ણ થાય છે. (૬-૨૧૩)
(૪૩૩)
નિવૃત્તિ તો અંદર જે પુણ્ય-પાપના વિકલ્પો થાય છે તેનાથી નિવૃત્ત થતાં-વિરત્ત થતાં થાય છે. જેમાં જન્મ-મરણના અંત આવે એને નિવૃત્તિ કહીએ. ભગવાન આત્માની સહજપ્રાસ પરમાનંદમય દશા તે નિવૃત્તિનો-મોક્ષનો માર્ગ છે. બાકી આ કરો ને તે કરો, વ્રત કરો ને દયા કરો એ બધો સંસારનો માર્ગ છે.
જિન ભગવાનના માર્ગમાં તો જિનમુનિ પુણ્ય-પાપની ભાવના છોડીને અંતર ચૈતન્યસ્વરૂપમાં ઉગ્ર લીનતા કરી પુણ્ય-પાપરહિત થઈને મોક્ષ પધારે છે. તે રાગની રમત છોડીને શુદ્ધ ચૈતન્યની રમતમાં સાવધાન થઈ ઉગ્ર પુરુષાર્થ વડે સર્વરાગરહિત વીતરાગપદને પ્રાપ્ત થઈ જાય છે. (૬-૨૧૭)
(૪૩૪ )
–શુદ્ઘનય એક અભેદરૂપ ચૈતન્યમાત્ર વસ્તુને ગ્રહણ કરે છે અને તેથી પરિણતિ શુદ્ધનયના વિષયભૂત ચૈતન્યમાત્ર આત્મામાં એકાગ્ર-સ્થિર થાય છે. અહાહા...! જેણે પોતાની જ્ઞાનની પર્યાયને અભેદ તરફ વાળી છે એ ક્રમે-ક્રમે અભેદમાં એકાગ્ર થતી જાય છે. રાગની એકાગ્રતા છૂટી સ્વભાવની એકાગ્રતા થઈ ત્યાં પરિણતિ શુદ્ધ થઈ સમ્યગ્દર્શન ને સમ્યગ્ગાન થયું અને તે પછી વિશેષ એકાગ્ર થતાં ચારિત્ર થયું.
પહેલાં વિકલ્પ સહિત પણ નિર્ણય તો કર કે માર્ગ આ છે. વિકલ્પ સહિતના નિર્ણયમાં પણ નક્કી તો કર કે ભેદને લક્ષમાંથી છોડી અભેદની દૃષ્ટિ થતાં જે અનુભવ થાય તે સમ્યગ્દર્શન છે અને પછી એમાં જ સ્થિરતા જામતી જાય તે ચારિત્ર છે, અને તે ચારિત્રમાં અંતર્મુહૂર્ત શુક્લધ્યાનપણે પ્રવર્તતાં કેવળજ્ઞાન થાય છે. આ રીત છે. (૬–૩૫૬ )
(૪૩૫ )
...
જુઓ, ભેદરત્નત્રય છે તે રાગ છે. શુદ્ધ ચિદાનંદઘન ભગવાન આત્માના આશ્રયે જેને સમ્યગ્દર્શન-જ્ઞાન અને સ્વરૂપાચરણ પ્રગટ થયાં છે એવા નિશ્ચયદષ્ટિવંતને ભેદરત્નત્રયરૂપ શુભરાગ આવે છે. તેને નિશ્ચય અભેદરત્નત્રયનો સહકા૨ી જાણીને વ્યવહાર મોક્ષનું કારણ કહ્યું છે. ભેદરત્નત્રય રાગ હોવાથી છે તો બંધનું જ કારણ, પરંતુ વાસ્તવિક મોક્ષનું કારણ જે અભેદ રત્નત્રય તેના સહચરપણે એવો જ રાગ હોય છે તેથી આરોપ આપીને તેને વ્યવહાર મોક્ષનું કારણ કહેવામાં આવ્યું છે. અભેદરત્નત્રય એક જ નિશ્ચયથી મોક્ષનું કારણ છે; તોપણ જેને નિશ્ચય-દષ્ટિ થઈ છે, કર્તાબુદ્ધિ છૂટી ગઈ છે, છતાં રાગ (ભેદરત્નત્રયનો ) આવે છે એવા ધર્મી જીવના ભેદરત્નત્રયના પરિણામને આરોપ આપીને અભેદરત્નત્રયની સાથે મોક્ષનું કારણ કહ્યું છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com