________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૪
અધ્યાત્મ વૈભવ (૪૦૫) શુભોપયોગ છે તે કોઈ ધર્મ નથી. તે ધર્મનું કારણ પણ નથી, શુભોપયોગ તો અનાદિથી કરે છે. ધર્મ તો ચૈતન્યની નિર્મળ પરિણતિ છે અને તે શુભોપયોગના કારણે થતી નથી. જ્ઞાનની સ્વપરને જાણવાની પર્યાય રાગમાં ભળીને કેવી રીતે થાય? રાગ તો પરદ્રવ્ય છે અને જાણવા-દેખવાની પર્યાય સ્વદ્રવ્યની દશા છે, સ્વદ્રવ્ય છે. પુણ્ય-પાપ અધિકારમાં આવે છે કે આત્માની મોક્ષમાર્ગની પર્યાયમાં દ્રવ્યાન્તરનો સહારો નથી. રાગાદિભાવ દ્રવ્યાન્તર છે, અન્યદ્રવ્ય છે. તેનો સહારો નથી. ભગવાન આત્માને પોતાના સ્વભાવનો જ સહારો છે. પોતાના દ્રવ્યસ્વભાવથી ઉત્પન્ન થયેલા મોક્ષમાર્ગની પર્યાયનો આત્મા કર્તા અને પર્યાય તે એનું કર્મ છે. રાગ અને વ્યવહાર છે તેને જ્ઞાન જાણે છે પણ એટલા સંબંધથી જ્ઞાન કર્તા અને રાગ એનું કાર્ય તથા રાગ કર્તા અને જ્ઞાન રાગનું કર્મ એમ પરસ્પર કર્તાકર્મપણું છે નહિ. શયજ્ઞાયકસંબંધ હોવા છતાં રાગ અને આત્માને પરસ્પર કર્તાકર્મસંબંધ નથી. (૪-૧૫ર)
(૪૦૬ ) સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રના ધારક સાચા સંત મુનિરાજને જે શુભરાગ છે તે પ્રમાદ છે અને તે જગપંથ છે, મોક્ષપંથ નથી. અંતરમાં આનંદસ્વરૂપ ભગવાન આત્માના આશ્રયથી જે વીતરાગતા પ્રગટી છે તે મોક્ષપંથ છે. અહાહા...! છટ્ટ ગુણસ્થાને મુનિરાજને જે વ્રતાદિનો વિકલ્પ છે તે જગપંથ છે. ભાઈ ! વીતરાગમાગ વીતરાગભાવથી ઊભો થાય છે, રાગથી નહિ, રાગ તો સંસાર ભણી ઝુકે છે. અહા ! જ્ઞાનીને તો રાગ સાથે કર્તાકર્મભાવનો અભિપ્રાય જ નથી, છતાં જે રાગ છે તે જગપંથ છે. આ જિનવચન છે.
(૪-૬૪) (૪૦૭) આત્મામાં સંસારરહિત અવસ્થા થાય છે એમાં કર્મના અભાવ નિમિત્ત છે. પણ કર્મનો અભાવ છે માટે મોક્ષમાર્ગની પર્યાય જીવને થઈ છે એમ નથી. સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ મોક્ષમાર્ગની વીતરાગી અવસ્થાની આદિ-મધ્ય-અંતમાં આત્મા છે. આત્માને પોતે સ્વતંત્રપણે કર્તા થઈને મોક્ષમાર્ગની પર્યાય ઉત્પન્ન કરી છે. વ્યવહાર-રત્નત્રયના પરિણામ છે તો મોક્ષમાર્ગની પર્યાય પ્રગટી છે એમ પણ નથી, કેમકે મોક્ષમાર્ગની પર્યાયની આદિમાં વ્યવહારરત્નત્રયનો રાગ નથી, પણ આત્મા છે.
(૪–૧૮૮) (૪૦૮) અહાહા..! આત્મા પરનું કર્તાપણું છોડી પોતાના જ્ઞાન-દર્શન-ચારિત્રરૂપ રત્નત્રયશુદ્ધરત્નત્રય હો-નું આરાધન કરીને નિર્વાણને પ્રાપ્ત કરે છે. આત્માનું ધ્યાન કરીને નિર્વાણ પામે છે; વ્યવહારરત્નત્રયનું આરાધન કરીને નહિ. મોક્ષપદ જે પ્રાપ્ત થાય તે અંતરસ્વરૂપના ધ્યાનથી પ્રાપ્ત થાય છે; વ્યવહારરત્નત્રય કાંઈ મોક્ષનું કારણ નથી.
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com