________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૨
અધ્યાત્મ વૈભવ અનાદિનો છે, અનંતકાળ રહેનારો છે, ચળાચળ વિનાનો અકંપ ધ્રુવ ભગવાન છે. તે વર્તમાનમાં જણાય કેવી રીતે? તો પોતે પોતાથી જ જણાય છે. એમ કહે છે. નિર્મળ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રની પરિણતિથી જ જણાય છે. જાણવામાં ત્રણેય સાથે જ હોય છે. કલશટીકામાં પ્રશ્ન ઉઠાવ્યો છે કે-તમે જ્યારે એમ કહો છો કે આત્મા તો દર્શન-શાનથી જણાય છે, તથા મોક્ષમાર્ગ તો દર્શન-જ્ઞાન-ચારિત્રમય છે, તો ત્યાં મોક્ષમાર્ગ કેવી રીતે બને છે? મિથ્યાત્વ જતાં સમ્યગ્દર્શન જ્ઞાન થયું છે, ચારિત્ર તો થયું નથી, તો તેને મોક્ષમાર્ગ કેવી રીતે કહેવાય? તેનો ખુલાસો કર્યો છે કે-ભાઈ ! દર્શન જ્ઞાન થતાં એમાં ચારિત્ર આવી જાય છે. ચૈતન્યસ્વભાવી આત્માનું શ્રદ્ધાન જ્ઞાન થતાં એના સન્મુખની પ્રતીતિ, એના સન્મુખનું જ્ઞાન અને એના સન્મુખમાં સ્થિરતા એ ત્રણેય ભેગાં છે. અહાહા ભગવાન આત્મા સ્વસવેધ છે એમાં એ ત્રણેય ભેગાં છે. એટલે કે નિર્વિકલ્પ સમ્યક પ્રતીતિથી, રાગ વિનાના જ્ઞાનથી અને અસ્થિરતારહિત સ્થિરતાના અંશથી-એમ એક સાથે ત્રણેયથી ભગવાન આત્મા જણાય છે. આવી વાત છે.
(૩-૨૨૨) (૩૯૯) અહીં એમ કહે છે કે રાગનો અનુભવ દુઃખરૂપ છે. જે વ્યવહારરત્નત્રયનો અનુભવ છે તે દુઃખરૂપ છે. જે દુઃખરૂપ છે તે મોક્ષનું કારણ કેમ થાય? ન થાય. મોક્ષ તો પરમાનંદમય પૂર્ણ દશા છે. માટે તેનું કારણ પણ અનાકુળ આનંદમય અનુભવની દશા છે. રાગાદિનો અનુભવ દુઃખરૂપ છે, માટે તેઓ ચેતન નથી. તો ચૈતન્ય કોણ છે? જે સમ્યગ્દર્શનનું પરિણમન નિરાકુળ આનંદમય છે તે ચૈતન્ય છે. જુઓને! કેટલી સ્પષ્ટતા કરી છે! આમાં પોતાનો આગ્રહ ચાલ નહિ.
(૩-૨૪૧) (100) ખરેખર તો નિશ્ચય અને વ્યવહાર-મોક્ષમાર્ગ પણ ધ્યાનમાં પ્રગટ થાય છે. માટે વ્યવહારથી નિશ્ચયમોક્ષમાર્ગ થાય છે એ વાત જ રહેતી નથી. દ્રવ્યસંગ્રહની ગાથા ૪૭ માં કહ્યું છે કે – “વુવિદ્યપિ મોવડું જ્ઞાને પણ િનં મુળી ળિયHTI' (ધ્યાન કરવાથી મુનિ નિયમથી નિશ્ચય અને વ્યવહારરૂપ મોક્ષમાર્ગ પામે છે.) બે પ્રકારનું મોક્ષનું કારણ (મોક્ષમાર્ગ) ધ્યાનમાં પ્રગટ થાય છે. એટલે કે નિજ ચૈતન્યનો આશ્રય કરતાં જે નિશ્ચય મોક્ષમાર્ગ પ્રગટે છે તે જ કાળે જે રાગ બાકી છે તેને આરોપથી વ્યવહાર-મોક્ષમાર્ગ કહેવાય છે. તેથી વ્યવહારમોક્ષમાર્ગથી નિશ્ચયમોક્ષમાર્ગ પ્રગટે છે એમ જ નહિ; કેમ કે બન્ને એકસાથે પ્રગટ થાય છે. આનંદનો નાથ ભગવાન આત્મા છે. તેને ધ્યેય બનાવી સ્વાશ્રયે ધ્યાન કરતાં નિશ્ચય-મોક્ષમાર્ગ પ્રગટે છે. તે જ કાળે જે રાગ બાકી રહે છે તેને વ્યવહાર કહેવામાં આવે છે. તેથી વ્યવહાર અને નિશ્ચય આગળ-પાછળ છે એમ નથી. માટે વ્યવહારથી નિશ્ચય થાય છે એમ માનવું યથાર્થ નથી.
(૩-૨૪૮)
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com