________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૧૪૦
અધ્યાત્મ વૈભવ
(૩૯૨) | દર્શન, જ્ઞાન અને ચારિત્ર ત્રણેયનો ભિન્ન ભિન્ન સ્વભાવ છે. દર્શનનો પ્રતીતિ સ્વભાવ, જ્ઞાનનો જાણવારૂપ સ્વભાવ અને ચારિત્રનો શાંતિ અને વીતરાગતારૂપ સ્વભાવ છે. અહાહા! ભગવાન એકરૂપ જ્ઞાયકસ્વભાવી આત્માની સેવા કરવાથી અનેકરૂપ સ્વભાવપર્યાય ઉત્પન્ન થાય છે. આ અનેકરૂપ સ્વભાવપર્યાયની સેવા કરવી એ તો વ્યવહારથી ઉપદેશ આપ્યો છે. તેથી દષ્ટિમાં સેવવા યોગ્ય એક આત્મા જ છે એમ સિદ્ધ થાય છે.
અહીં કહે છે કે સમ્યગ્દર્શન એ આત્માનું, જ્ઞાનની અનુભૂતિ તે આત્માની અને એમાં સ્થિરતા કરવી એ ચારિત્ર પણ આત્માનું. પણ એ ત્રણ પર્યાય થઈ, ભેદ થયો, ત્રણ પ્રકારનો સ્વભાવ થયો, જ્યારે ભગવાન આત્મા તો એકરૂપ જ્ઞાયકસ્વભાવી છે. (૨-૧૨)
(૩૯૩) દર્શન એટલે ત્રિકાળી શુદ્ધ સ્વભાવનું અવલોકન. એમાં શ્રદ્ધા અને દેખવું બન્ને ભાવ આવ્યા. જ્ઞાન એટલે શુદ્ધ સ્વભાવનું પ્રત્યક્ષ જાણપણું. એમાં સંવેદન જ્ઞાનની વાત છે. સ્વ કહેતાં પોતાથી, સમ્ નામ પ્રત્યક્ષ વેદન. સ્વસંવેદન એટલે પોતાથી પોતાને પ્રત્યક્ષ વેદવું. એનું જ નામ સમ્યજ્ઞાન છે. શાસ્ત્રજ્ઞાન અને બીજા (બાહ્ય) જ્ઞાનની અહીં વાત નથી. વ્યવહારજ્ઞાન, શાસ્ત્રનું વિકલ્પવાળું બહારનું જ્ઞાન એ કાંઈ સમ્યજ્ઞાન નથી. ફક્ત ભગવાન આત્મા શુદ્ધ એકસ્વભાવી છે તેનું પર્યાયમાં સ્વસંવેદન એનું નામ સમ્યજ્ઞાન છે. અને ચારિત્ર? કહ્યું છે ને કે “એક દેખિયે જાનિયે રમિ રહિયે ઈક ઠૌર”—ઠૌર એટલે સ્થાન. જે વસ્તુ અખંડ અભેદ છે એને દેખવી, જાણવી અને એમાં જ વિશ્રામ લેવો. અહાહા ! શુદ્ધ સ્વભાવમાં ધ્રુવ, ધ્રુવ ધામમાં સ્થિરતા-વિશ્રામ વિશ્રામ-વિશ્રામ તે ચારિત્ર છે. તેમનાથી જ સાધ્યની સિદ્ધિ થાય છે.
(૨-૨૨) (૩૯૪) હવે કહે છે કે-આ જ મોક્ષમાર્ગ છે. ત્રિકાળી ભગવાન એકરૂપસ્વભાવના દષ્ટિ, જ્ઞાન અને એમાં રમણતા તે એક જ મોક્ષમાર્ગ છે. મોક્ષમાર્ગ બે નથી. પંડિત શ્રી ટોડરમલજીએ કહ્યું છે કે મોક્ષમાર્ગનું નિરૂપણ બે પ્રકારે છે, મોક્ષમાર્ગ બે પ્રકારે નથી. જે સ્વના આશ્રયે થાય તે એક જ મોક્ષમાર્ગ છે. અત્યારના કોઈ પંડિત કહે છે કે બે મોક્ષમાર્ગ ન માને એ ભ્રમમાં છે. પૂર્વના પંડિત ટોડરમલજી કહે છે કે બે મોક્ષમાર્ગ માને એ ભ્રમમાં છે. (૨-૨૨)
(૩૯૫). કેટલાક એમ કહે છે કે નિશ્ચયથી થાય અને વ્યવહારથી પણ થાય, નિશ્ચય પણ મોક્ષમાર્ગ અને વ્યવહાર પણ મોક્ષમાર્ગ, જેમ નિશ્ચય આદરણીય તેમ વ્યવહાર પણ
Please inform us of any errors on rajesh@ AtmaDharma.com